ટૂકન
ટૂકન દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધ વિસ્તારમાં વસવાટ કરતું પક્ષી છે.ટૂકનપક્ષી તેની ચાંચના લીધે વિશ્વમાં જાણીતું છે.[૧]
નામો અને વર્ગીકરણ
ફેરફાર કરોતેનું નામ ટુપી ભાષાના શબ્દ ટુકાના પરથી રાખવામા આવ્યું છે. તેની પાંચ જાતિઓ અને ૪૦ પ્રજાતિઓ આવેલી છે. તેના કુળમાં ટૂકન, એરેકેરિસ અને ટૂકનેટ્સ વગેરે પક્ષીઓનો સમાવેશ થાય છે.[૧]
રહેઠાણ
ફેરફાર કરોતે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય અમેરિકના જંગલોમાં જોવા મળે છે.[૧]
શારીરિક બાંધો
ફેરફાર કરોટૂકનનું કદ ૨૯ સેન્ટિમીટર થી ૬૩ સેન્ટિમીટરનું હોય છે.તેનું વજન આશરે ૧૩૦ ગ્રામથી ૬૮૦ ગ્રામ હોય છે. તેની પૂંછડી ગોળાકાર હોય છે. જે શરીરના કદ કરતાં અડધા કદની હોય છે. ટુકનની ડોક ટૂંકી અને જાડી હોય છે. જ્યારે પાંખો નાની હોય છે. તેના પગ મજબૂત અને નાના હોય છે. તેના પંજામાં ચાર અંગૂઠા હોય છે જેની મદદથી તે વૃક્ષ પર પોતાની મજબૂત પકડ રાખી શકતા હોય છે.[૧]
વિશેષતા
ફેરફાર કરોનાના ટૂકન પીળા રંગના હોય છે. ટુકનમાં નર અને માદાની ઓળખ તેની ચાંચના આધારે થઈ શકે છે. માદા ટુકનની ચાંચ કદમાં નાની,ઊંડી અને ક્યારેક સીધી જોવા મળે છે. જ્યારે નર ટુકનમાં ચાંચનું કદ મોટું હોય છે. ટુકનને પરસેવો થતો નથી. જગ્યુઆરઅને બીજી મોટી બિલાડીઓ ટુકનનો શિકાર કરતા હોય છે. ટૂકન પક્ષી પાંચ કે છ ના ટોળામાં જોવા મળે છે. તેઓ વૃક્ષમાં બખોલ કરી રહે છે. ટૂકન સર્વભક્ષી હોય છે. માદા ટૂકન ૨થી ૪ સફેદ ઇંડાને જન્મ આપે છે. ટુકનનો જીવનકાળ ૨૦ વર્ષ સુધીનો હોય છે.[૧]