ટેન્ટેલમ

રાસાયણીક તત્વ - સંજ્ઞા Ta અને અણુ ક્રમાંક ૭૩

ટેન્ટેલમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ta અને અણુ ક્રમાંક ૭૩ છે. પહેલાં આ ધાતુ ટેન્ટેલિયમ તરીકે ઓળખતી હતી. આ ધાતુ નું નામ ગ્રીક દંતકથા ના એક પાત્ર ટેન્ટેલસ પરથી પડ્યું છે. આ એક દુર્લભ, સખત, ભૂરી-રાખોડી, ચળકતી, સંક્રાંતિ ધાતુ છે. આને આ ધાતુ ઉત્કૃષ્ટ કાટ રોધી છે. આધાતુનો સમાવેશ આડિયલ ધાતુની (refractory metals) શ્રેણીમાં કરાયો છે. તેનો ઉપયોગ મિશ્રધાતુના સૂક્ષ્મ ભાગ તરીકે થાય છે. આ ધાતુની રાસાયણિક નિષ્ક્રિયતાને કારણે પ્રયોગ શાળાના સાધનો બનાવવા માટે કે પ્લેટિનમના વિકલ્પ તરીકે આ ધાતુ ઉપયોગી છે. પરંતુ આજકાલ આ ધાતુનો મુખ્ય ઉપયોગ ટેન્ટેલમ કેપેસિટર બનાવવા માટે થાય છે જે મોબાઈલ ફોન , ડિવીડિ પ્લેયર , વિડિયો ગેમ સિસ્ટમ અને કૉમ્યુટરમાં વપરાય છે.

tantalum crystal cubes
tantalum crystal cubes

ટેન્ટેલમ ટેન્ટેલાઈટ , કોલ્મ્બાઈટ અને કોલ્ટન નામની ખનિજમાં નાયોબિયમ સાથે મળી આવે છે.

ટેન્ટેલમની શોધ ઈ.સ. ૧૮૦૨ માં એન્ડર્સ એકબર્ગ દ્વારા સ્વિડનમાં, બે ખનિજના નમૂનાઓમાંથી કરવામાં આવી હતી. તેમાંનો એક નમૂનો સ્વીડનનો અને બીજો ફિનલેન્ડનો હતો. [] [] આની એક વર્ષ અગાઉ, ચાર્લ્સ હેચચેટને કોલમ્બિયમ (હાલના નિયોબિયમ) ની શોધ કરી હતી, [] અને ૧૮૦૯માં અંગ્રેજ રસાયણશાસ્ત્રી વિલિયમ હાઇડ વોલ્સ્ટને તેના ઑક્સાઇડ, કોલમ્બાઇટની (૫.૯૧૮ ગ્રા/સેમી) તુલના ટેન્ટેલાઈટ (૭.૯૩૫ ગ્રા/સેમી)સાથે કરે હતી અને તેમણે નિષ્કર્ષ કાઢ્યો હતો કે આ બે ઑકસાઈડ્સ, તેમની વિવિધ ઘનતા હોવા છતાં સમાન હતા અને તેને તેમણે નામ ટેન્ટેલમ નામ આપ્યું.[] ફ્રિડ્રીક વુહલેરે આ પરિણામોની પુષ્ટિ કર્યા પછી, એવું માનવામાં આવતું હતું કે કોલમ્બિયમ અને ટેન્ટેલમ એક જ તત્વ છે. ઈ.સ ૧૮૪૬માં જર્મન રસાયણશાસ્ત્રી હેઇનરિચ રોઝ દ્વારા આ તારણ પર વાંધો ઉઠાવવામાં આવ્યો, તેમની દલીલ હતી કે ટેન્ટેલાઈટના નમૂનામાં બે વધારાના તત્વો હતા, અને તેમણે તે તત્ત્વોના નામ ટેન્ટાલસના બાળકોના નામ પરથી આપ્યા. નાયોબિયમ (નાયોબ - આંસુની દેવી) અને પેલોપીયમ (પેલોપસ પરથી).[] [] પેલોપિયમ તરીકે ઓળખાયેલું તત્ત્વ પાછળથી ટેન્ટેલમ અને નિયોબિયમના મિશ્રણ તરીકે ઓળખાયું અને એવું શોધી કાઢવામાં આવ્યું કે નિયોબિયમ પહેલેથી જ ઈ. સ. ૧૮૦૧ માં હેચ્ચેટ દ્વારા શોધાયેલ કોલમ્બિયમ સમાન જ હતું.

ઈ. સ.1864 માં ક્રિશ્ચિયન વિલ્હેમ બ્લૉમસ્ટ્રાન્ડ, અને હેનરી ઇટિએન સેંટે-ક્લેર ડેવિલે, તેમજ લૂઇસ જે. ટ્ર્રોસ્ટ દ્વારા ટેન્ટેલમ અને નિઓબિયમ વચ્ચેના તફાવતોને અસંમત રીતે દર્શાવ્યો હતો, જેમણે તેમના સંયોજનોના કેટલાક અનુભવવાદી સૂત્રો ઈ.સ. ૧૮૬૫ માં નક્કી કર્યા હતા. [] [] આની વધુ પુષ્ટિ ઈ.સ. ૧૮૬૬ માં સ્વિસ રસાયણશાસ્ત્રી જીન ચાર્લ્સ ગેલિસાર્ડ ડી મેરીગનેક દ્વારા મળી, [], જેમણે સાબિત કર્યું કે ત્યાં ફક્ત બે તત્વો હતા. આ સંશોધનોએ વૈજ્ઞાનિકોને છેક ૧૮૭૧ સુધી કહેવાતા ઇલમેનિયમ વિશે લેખો પ્રકાશિત કરતા અટકાવ્યા નહીં.[૧૦] ડી મરિનાકે ઈ.સ. ૧૮૬૪ માં ટેન્ટેલમના ધાતુના સ્વરૂપનું નિર્માણ કરનાર પ્રથમ વ્યક્તિ હતો, તેણે હાઇડ્રોજનના વાતાવરણમાં ટેન્ટેલમ ક્લોરાઇડ ગરમ કરીને શુદ્ધ ધાતુ મેળવી હતી.[૧૧] પ્રારંભિક શોધકર્તાઓ માત્ર અશુદ્ધ ટેન્ટેલમ પેદા કરી શક્યા હતા અને પ્રથમ પ્રમાણમાં શુદ્ધ તંતુભવનક્ષમ ધાતુનું ઉત્પાદન વર્નર વોન બોલ્ટન દ્વારા ચાર્લોટનબર્ગમાં ૧૯૦૩ માં કરવામાં આવ્યું હતું. લાઇટ બલ્બના ફિલામેન્ટ્સમાં ટંગસ્ટનનો ઉપયોગ વ્યાપક બન્યો તે પહેલા તેમાં ધાતુગત ટેન્ટેલમથી બનેલા વાયરનો ઉપયોગ થતો હતો. [૧૨]

ટેન્ટેલમ એ નામ ગ્રીક પૌરાણિક કથાઓમાં નિઓબના પિતા ટેન્ટાલસના નામ પરથી ઉતરી આવ્યું છે. વાર્તામાં, તેમના મૃત્યુ પછી તેમને સજા કરવામાં આવી હતી, તેમને માથા ઉપર ઉગેલા સંપૂર્ણ ફળ ધરાવતા વૃક્ષ સાથે ઘૂંટણ સુધી પાણીમાં ઊભા રહેવાની સજા કરવામાં આવી હતી અને આ બંને તેને શાશ્વત રીતે ત્રસ્ત બનાવ્યો. (જો તે પાણી પીવા માટે વળે તો તે ન પહોંચી શકે કેમકે પાણીનું સ્તરની તેમની ખૂબ નીચે હતું, અને જો તે ફળ ખાવા માગે તો વૃક્ષની શાખાઓ તેની પકડથી ખૂબ ઊંચી નીકળી ગઈ હતી.) [૧૩] એન્ડર્સ એકબેર્ગે લખ્યું હતું કે "આ ધાતુ હું ટેન્ટેલમ કહું છું ... અંશતઃ તેને એસિડમાં ડૂબાડતા તે શોષી લઈ સંતૃપ્ત બનવાની તેની અસમર્થતાના નિર્દેશમાં."

દાયકાઓથી, નિયોબિયમથી ટેન્ટેલમને અલગ કરવા માટેની વ્યાપારી તકનીકમાં, પોટેશિયમ ઑક્સિપેન્ટફ્લોરોનિઓબેટ મોનોહાઇડ્રેટનું આંશિક સ્ફટિકીકરણ કરી પોટેશિયમ હેપ્ટાફ્લોરોટોન્ટાલેટન મેળવતા કરવામાં આવે છે. આ પ્રક્રિયા જીન ચાર્લ્સ ગેલિસાર્ડ ડી મરિનાક દ્વારા ઈ. સ, ૧૮૬૬ માં શોધાઈ હતા. હવે ટેન્ટેલમના ફ્લોરાઇડ ધરાવતા દ્રાવણોમાંથી દ્રાવક નિષ્કર્ષણ પદ્ધતિ વાપરવામાં આવે છે.[]

  1. Ekeberg, Anders (1802). "Of the Properties of the Earth Yttria, compared with those of Glucine; of Fossils, in which the first of these Earths in contained; and of the Discovery of a metallic Nature (Tantalium)". Journal of Natural Philosophy, Chemistry, and the Arts. 3: 251–255.
  2. Ekeberg, Anders (1802). "Uplysning om Ytterjorden egenskaper, i synnerhet i aemforelse med Berylljorden:om de Fossilier, havari förstnemnde jord innehales, samt om en ny uptäckt kropp af metallik natur". Kungliga Svenska Vetenskapsakademiens Handlingar. 23: 68–83.
  3. Griffith, William P.; Morris, Peter J. T. (2003). "Charles Hatchett FRS (1765–1847), Chemist and Discoverer of Niobium". Notes and Records of the Royal Society of London. 57 (3): 299–316. doi:10.1098/rsnr.2003.0216. JSTOR 3557720.
  4. Wollaston, William Hyde (1809). "On the Identity of Columbium and Tantalum". Philosophical Transactions of the Royal Society of London. 99: 246–252. doi:10.1098/rstl.1809.0017. JSTOR 107264.
  5. Rose, Heinrich (1844). "Ueber die Zusammensetzung der Tantalite und ein im Tantalite von Baiern enthaltenes neues Metall". Annalen der Physik (Germanમાં). 139 (10): 317–341. Bibcode:1844AnP...139..317R. doi:10.1002/andp.18441391006.CS1 maint: unrecognized language (link)
  6. Rose, Heinrich (1847). "Ueber die Säure im Columbit von Nordamérika". Annalen der Physik (Germanમાં). 146 (4): 572–577. Bibcode:1847AnP...146..572R. doi:10.1002/andp.18471460410.CS1 maint: unrecognized language (link)
  7. Marignac, Blomstrand; H. Deville; L. Troost; R. Hermann (1866). "Tantalsäure, Niobsäure, (Ilmensäure) und Titansäure". Fresenius' Journal of Analytical Chemistry. 5 (1): 384–389. doi:10.1007/BF01302537. Unknown parameter |last-author-amp= ignored (|name-list-style= suggested) (મદદ)
  8. ૮.૦ ૮.૧ Gupta, C. K.; Suri, A. K. (1994). Extractive Metallurgy of Niobium. CRC Press. ISBN 978-0-8493-6071-8.
  9. Marignac, M. C. (1866). "Recherches sur les combinaisons du niobium". Annales de Chimie et de Physique (Frenchમાં). 4 (8): 7–75.CS1 maint: unrecognized language (link)
  10. Hermann, R. (1871). "Fortgesetzte Untersuchungen über die Verbindungen von Ilmenium und Niobium, sowie über die Zusammensetzung der Niobmineralien (Further research about the compounds of ilmenium and niobium, as well as the composition of niobium minerals)". Journal für Praktische Chemie (Germanમાં). 3 (1): 373–427. doi:10.1002/prac.18710030137.CS1 maint: unrecognized language (link)
  11. "Niobium". Universidade de Coimbra. મૂળ માંથી 2007-12-10 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-05.
  12. Bowers, B. (2001). "Scanning Our Past from London The Filament Lamp and New Materials". Proceedings of the IEEE. 89 (3): 413. doi:10.1109/5.915382.
  13. Aycan, Sule (2005). "Chemistry Education and Mythology" (PDF). Journal of Social Sciences. 1 (4): 238–239. doi:10.3844/jssp.2005.238.239. મૂળ (PDF) માંથી 2020-03-16 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-11.