ટેસી થોમસ

ભારતમાં મિસાઈલ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા

ટેસી થોમસ (જન્મ એપ્રિલ ૧૯૬૩) એ એક ભારતીય વૈજ્ઞાનિક, એરોનોટિકલ સિસ્ટમ્સના ડિરેક્ટર જનરલ અને અગ્નિ-IV મિસાઇલના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના ભૂતપૂર્વ પ્રોજેક્ટ ડિરેક્ટર છે. [૧] ભારતમાં મિસાઈલ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર તેઓ પ્રથમ મહિલા વૈજ્ઞાનિક છે.

ટેસી થોમસ
જન્મની વિગતએપ્રિલ ૧૯૬૩
એલપ્પી (અલપ્પુળા), કેરળ
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી. ટેક. ગવર્નમેન્ટ એન્જીનિયરીંગ કૉલીજ, થ્રીશુર, એમ. ટેકઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્મામેન્ટ ટેક્નોલોજી, પુણે (હવે ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેક્નોલોજી
વ્યવસાયવૈજ્ઞાનિક, ડી. આર. ડી. ઓ.
સક્રિય વર્ષો૧૯૮૮ – હાલે
નોંધપાત્ર કાર્ય
અગ્નિ મિસાઈલ (અગ્નિ-IV) ના પ્રોજેક્ટ ડાયરેક્ટર
પદવૈજ્ઞાનિક
જીવનસાથીસરોજ કુમાર
સંતાનોતેજસ

પ્રારંભિક જીવન ફેરફાર કરો

ટેસી થોમસનો જન્મ એપ્રિલ ૧૯૬૩માં કેરળના અલાપ્પુળામાં [૨] સીરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. [૩] તેમનું નામ મધર ટેરેસા (ટેસી ટેરેસા અથવા ટ્રેશિયા પરથી)ના નામ પરથી રાખવામાં આવ્યું હતું. [૪] તેમના પિતા IFS અધિકારી હતા કે નાના વેપારી કે એકાઉન્ટન્ટ હતા, તે અંગે વિરોધાભાસી માહિતી છે. [૫] [૬] [૩] જ્યારે તેઓ ૧૩ વર્ષના હતા ત્યારે તેમના પિતાને હૃદય રોગનો હુમલો આવ્યો હતો જેના કારણે તેમને જમણી બાજુનો લકવો થઈ ગયો હતો. તેમની માતા એક શિક્ષિકા હતી, આટલી વિકટ પરિસ્થિતિમાં પરિવારની સંભાળ રાખવા માટે તેઓ નોકરી છોડી ઘરની સંભાળ રાખવા ઘેર જ રહ્યા. [૪] [૭]

તેઓ થુમ્બા રોકેટ લોન્ચિંગ સ્ટેશનની નજીક ઉછર્યા હતા અને કહેવાય છે કે ત્યારથી જ તેમને રોકેટ અને મિસાઈલ પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થયું. તેઓ ઉડતા વિમાનને અજાયબીથી જોઈ ઉત્તેજિત થઈ જતા હતા. [૮] [૪]

તેમને ચાર બહેનો અને એક ભાઈ છે. તેઓએ એક સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે તેમના માતાપિતા એ વાતની ખાતરી રાખતા કે તેમના બાળકોને યોગ્ય શિક્ષણ મળે અને છ ભાઈ-બહેનોને તેમની પોતાની રુચિના વિષયમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરતા જેથી તેઓ તે ક્ષેત્રમાં નિપુણ બની શકે. તેમના બે ભાઈ-બહેન એન્જિનિયર છે જ્યારે બીજાએ એમ.બી.એ. કર્યું છે. [૪] [૯]

તેમણે પોતાના વ્યક્તિગત વિકાસ માટે તેમના વતન અને માતાને શ્રેય આપ્યો છે. “હું મારા બેકયાર્ડ તરીકે કેરળના સુંદર બેકવોટર પાસે ઉછરી છું. હું માનું છું કે કુદરત તમને શક્તિ અને સારા વિચારો આપે છે. કોઈના વિકાસમાં કુદરતની શક્તિને નકારી શકાય નહીં." પોતાની માતા વિશે તેમણે કહ્યું છે કે, "મારી માતાને કામ કરવાની મંજૂરી ન હતી આથી તેમની માટે અમારી સંભાળ રાખવાનું કામ અઘરું રહ્યું હશે. તેમ છતાં તેમણે એ વાતની ખાતરી રાખીકે તેમના પાંચ પુત્રીઓ અને એક પુત્રનું શિક્ષણ સારું રહે. . . . અને ચોક્કસ રીતે તેમની મજબૂત ઇચ્છા શક્તિ મને વારસામાં મળી છે. હું મારી માતાની જેમ જ દૃઢ અને કૃત નિશ્ચયી છું. [૪] [૩]

શિક્ષણ ફેરફાર કરો

તેમણે એલેપ્પી (અલપ્પુળા)ની સેન્ટ માઈકલ હાયર સેકન્ડરી સ્કૂલ અને સેન્ટ જોસેફ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં શાલેય અભ્યાસ કર્યો હતો. તેમને ગણિત અને ભૌતિકશાસ્ત્રના વિષયો પ્રત્યે તેમને નૈસર્ગિક લગાવ હતો. તેમણે શાળામાં તેના ૧૧મા અને ૧૨મા વર્ષમાં ગણિતમાં સો ટકા ગુણ મેળવ્યા હતા. તે જ વર્ષોમાં તેમણે વિજ્ઞાનમાં પણ પંચાણુ ટકાથી વધુ ગુણ મેળવ્યા હતા. [૪] [૩] [૭]

તેણીએ રૂ. ૧૦૦ ની એજ્યુકેશન લોન લીધી હતી. સરકારી એન્જિનિયરિંગ કૉલેજ, થ્રિશુરમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા તરફથી તેમણે દર મહિને ૧૦૦ રૂ. ની એક શિષ્યવૃત્તિ પણ મેળવી હતી. આ લોને તેમને હોસ્ટેલમાં રહી બી. ટેકનોાઅભ્યાસ કરવાની હિંમત આપી. [૪] [૧૦]

શાળા અને કૉલેજ બંનેમાં થોમસ રાજકીય મુદ્દાઓ સહિત અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા. તેમએ રમતગમતમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો, ખાસ કરીને બેડમિન્ટનમાં ક્ષેત્રની તેમની ઇતર પ્રવૃત્તિને ઘણી નામના મળી. [૧૧]

તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્મામેન્ટ ટેક્નોલોજી, પુણે (હવે ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેક્નોલોજી તરીકે ઓળખાય છે)માંથી ગાઇડેડ મિસાઇલમાં એમ. ટેકની પદવી મેળવી છે. [૧૦] તેમણે ઓપરેશન મેનેજમેન્ટમાં એમ. બી. એ. અને અને ડી. આર. ડી. ઓ. હેઠળ ગાઈડેડ મિસાઈલ માં પી. એચ. ડી. પણ કર્યું છે.[૩]

કારકિર્દી ફેરફાર કરો

ટેસી થોમસ ૧૯૮૮ માં ડી. આર. ડી. ઓ. માં જોડાયા, [૧૨] ત્યાં તેમણે નવી પેઢીના બેલિસ્ટિક મિસાઇલ - અગ્નિની ડિઝાઇન અને તેના વિકાસ પર કામ કર્યું. ડો. એ. પી. જે. અબ્દુલ કલામ દ્વારા અગ્નિ પ્રોજેક્ટ માટે તેમની નિયુક્તી કરવામાં આવી હતી. [૩] આ સાથે, તેઓ 3,000 કિ. મી. મર્યાદાના અગ્નિ-III પ્રોજેક્ટના સહતોગી નિર્દેશક હતા. [૧૩] મિશન અગ્નિ IV માં તેઓ પ્રોજેક્ટ ડિરેક્ટર બન્યા આ મિસાઈલનું ૨૦૧૧ માં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. [૧૪] પાછળથી, તેમને ૫૦૦૦ કિમી મર્યદાના અગ્નિ-V પ્રોજેક્ટના નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા  આ મિસાઈલનું ૧૯ એપ્રિલ ૨૦૧૨ ના દિવસે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૨૦૧૮ માં, તેઓ ડી. આર. ડી. ઓ. ના એરોનોટિકલ સિસ્ટમ્સના ડિરેક્ટર-જનરલ બન્યા. [૧]

તે ઈન્ડિયન નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ (INAE), ઈન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ-ઈન્ડિયા (IEI) અને ટાટા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (TAS) જેવા વિવિધ વિશ્વવિદ્યાલયોમાં ફેલો છે. [૩]

અંગત જીવન ફેરફાર કરો

તેમણે ભારતીય નૌકાદળના કમાન્ડર સરોજ કુમાર સાથે લગ્ન કર્યા છે અને તેમને તેજસ નામનો એક પુત્ર છે. [૧૫]

પુરસ્કારો ફેરફાર કરો

તેમને મિસાઈલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે તેમના યોગદાન બદલ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. [૧૬] [૧૭]

તેમને ૨૦૧૮ માં ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ - ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, જયપુર (FMS-IRM) ખાતે ડૉ થોમસ કેંગન લીડરશીપ ઍવોર્ડ પણ મેળવ્યો હતો.[૧૮]

આ પણ જુઓ ફેરફાર કરો

  • અગ્નિ (મિસાઇલ)
  • અગ્નિ-1
  • અગ્નિ-2
  • અગ્નિ-3
  • અગ્નિ-4
  • અગ્નિ-5
  • ડીઆરડીઓ

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ M Somasekhar (29 May 2018). "Tessy Thomas elevated as D-G Aero of DRDO". The Hindu Business Line (અંગ્રેજીમાં).
  2. Profile of Dr.Tessy Thomas
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ "We watched breathlessly, praying for inner strength as the missile took off". The Telegraph. મેળવેલ 2018-01-20.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ ૪.૬ , 2016-10-09, https://www.youtube.com/watch?v=6l9tM3G2AGs, retrieved 2018-01-20 
  5. Aji, Sowmya (28 April 2012). "India's Missile Woman: Tessy Thomas". India Today (અંગ્રેજીમાં) (7 May 2012).
  6. Bagla, Pallava (20 April 2012). "The 'missile woman' behind India's new ICBM". BBC News.
  7. ૭.૦ ૭.૧ , 2016-01-04, https://www.youtube.com/watch?v=SQ7jsY2N-i8, retrieved 2018-01-20 
  8. Bagla, Pallav. "The 'missile woman' behind India's new ICBM". BBC Online. મેળવેલ 21 April 2012.
  9. INDIA SCIENCE NEWS ISN (2013-02-09), Tessy Thomas.mp4, https://www.youtube.com/watch?v=vdvpvV13o9M, retrieved 2018-01-20 
  10. ૧૦.૦ ૧૦.૧ "Tessy Thomas – The First Indian Woman Scientist to Head a Missile Project in India". Be An Inspirer (અંગ્રેજીમાં). 2016-12-22. મૂળ માંથી 2019-03-30 પર સંગ્રહિત. મેળવેલ 2018-01-20.
  11. "Dr. Tessy Thomas" (અંગ્રેજીમાં). મેળવેલ 2018-01-20.
  12. "In Love With Rocket Science: The Story of Tessy Thomas, India's Missile Woman". The Better India (અંગ્રેજીમાં). 2017-11-30. મેળવેલ 2018-01-20.
  13. Smt. Tessy Thomas is first woman scientist to head missile project સંગ્રહિત ૨૨ એપ્રિલ ૨૦૧૨ ના રોજ વેબેક મશિન.
  14. 'Agni Putri' Tessy Thomas breaks glass ceiling
  15. "Meet India's "Missile Woman"" (PDF). IWSA Newsletter. 34 (3). September 2008. મૂળ (PDF) માંથી 17 September 2013 પર સંગ્રહિત. મેળવેલ 19 April 2012.
  16. "Scientist honoured for work on Agni missile tech". મેળવેલ 2 October 2012.
  17. "'Missile woman' Tessy Thomas conferred Shastri award". October 2, 2012. મેળવેલ 2 October 2012.
  18. "6th Thought Leadership Lecture Series at FMS-IRM". The Faculty of Management Studies, Institute of Rural Management. મેળવેલ 24 February 2020.

બાહ્ય લિંક્સ ફેરફાર કરો