ડચ ઇસ્ટ ઇંડિયા કંપની નેધરલેંડ દેશની એક વ્યાપારિક કંપની હતી, જેની સ્થાપના ઇ.સ. ૧૬૦૨માં કરવામાં આવી હતી. આ કંપનીને ૨૧ વર્ષોં સુધી કોઇપણ સ્વરૂપે વ્યાપાર કરવા માટેની છૂટ આપવામાં આવી હતી. ભારત ખાતે વેપાર કરવા માટે આવવા વાળી આ સર્વપ્રથમ યૂરોપીય કંપની હતી.

ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું ચિહ્ન

સતરમી સદીના શરુઆતના સમયમાં દક્ષિણ-પૂર્વ એશિયાના મસાલા બજારોમાં વેપાર માટે પ્રવેશ કરવાના ઇરાદાથી ડચ લોકો અહીં આવ્યા હતા. ભારત ખાતે ‘ડચ ઈસ્ટ ઇંડિયા કંપની’ની સ્થાપના ઇ. સ. ૧૬૦૨ના વર્ષમાં થઈ હતી. આમ તો આ પહેલાં ઇ. સ. ૧૫૯૬માં ભારત ખાતે આવેલા પ્રથમ ડચ નાગરિકનું નામ કારનેલિસ ડેહસ્તમાન હતું. ડચ લોકોને પોર્ટગલ લોકો સાથે સંઘર્ષ થયો અને ધીરે-ધીરે ડચ લોકોએ ભારતના સમસ્ત મસાલા ઉત્પાદનનાં ક્ષેત્રો પર કબ્જો કરી લીધો. વર્ષ ૧૬૦૫માં ડચોએ પોર્ટુગીઝોથી અંવાયના લઇ લીધું અને ધીરે-ધીરે મસાલા દ્વીપ સમૂહ (ઈંડોનેશિયા) માં તેમને હરાવીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી લીધું.૧૬૩૨ માં બંગાળમાં,૧૬૫૦ માં મલબારના વિસ્તારોમાં વેપાર જમાવ્યો.ઇ.સ.૧૬૫૮ માં શ્રીલંકા પર આક્રમણો કર્યા.ગોલકોંડા શાસક પાસેથી ફરમાન મેળવી મચલીપટમ માં સ્થાન જમાવ્યું. ઇ.સ. ૧૬૯૧માં જાકાર્તા જીતીને એનાં ખંડરો પર બૈટેવિયા નામનું શહેર વસાવ્યું. ઇ.સ. ૧૬૩૯માં તેમણે ગોઆ પર ઘેરો નાખ્યો અને એના બે વર્ષ પછી એટલે કે ૧૬૪૧માં મલક્કા પર કબ્જો કર્યો. ઇ.સ. ૧૬૫૮માં તેમણે સિલોનની છેલ્લી પોર્ટુગીઝ વસ્તી પર અધિકાર જમાવી લીધો. ડચોએ ગુજરાતમાં કોરોમંડલ સમુદ્ર તટ, બંગાળ, બિહાર તથા ઓરિસ્સામાં પોતાની વેપારી કોઠીઓ ખોલી. ડચ લોકો મુખ્યત્વે મસાલા, મીઠું, કાચું રેશન, કાચ, ચોખા તેમજ અફીણનો વેપાર ભારતથી કરતાં હતાં.

ઇ.સ. ૧૭૫૯માં થયેલ વેદરા યુધ્ધમાં અંગ્રજો દ્વારા મળેલી હાર પછી ડચોનું ભારતમાં પતન થઇ ગયું.