ડેનમાર્કનો રાષ્ટ્રધ્વજ

ડેનમાર્કના રાષ્ટ્રધ્વજમાં રહેલ સફેદ ક્રોસ મૂળભૂત રીતે ખ્રિસ્તી ધર્મ સૂચવે છે. ડેનમાર્ક પાસેથી પ્રેરણા લઈ અને અન્ય સ્કૅન્ડિનેવિઅન દેશોએ પણ ક્રોસને પોતાના ધ્વજમાં સ્થાન આપ્યું છે.

Flag of Denmark.svg
નામડાનેબ્રો
પ્રમાણમાપ૨૮:૩૪ થી ૨૮:૩૭
અપનાવ્યોઆશરે ઈ.સ. ૧૪૦૦
રચનાલાલ પૃષ્ઠભૂમિમાં સફેદ રંગની આડો ક્રોસ

ધ્વજ પાછળની લોક વાયકા એવી છે કે ઇસ્ટોનિયા સાથેના ધર્મયુદ્ધ દરમિયાન ડેનમાર્કનું સૈન્ય હારતું હતું અને તેમણે પ્રભુને સહાય માટે પ્રાર્થના કરી અને ધ્વજ આકાશમાંથી પડ્યો અને સૈન્ય યુદ્ધ જીતી ગયું.