ડેબિયન
ડેબિયન (/ˈdɛbiən/)[૧] એ કોમ્પ્યુટર માટેની ઓપરેટિંગ સિસ્ટમ (OS) છે. તે સંપૂર્ણ રીતે મુક્ત અને ઓપનસોર્સ સોફ્ટવેર વડે બનેલ છે. તેનું મુખ્ય સ્વરૂપ, ડેબિયન ગ્નુ/લિનક્સ એ લોકપ્રિય અને અસરકારક લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન છે.[૨] ડેબિયન ઘણીરીતે વાપરી શકાય તેવી ઓપરેટિંગ સિસ્ટમ છે, જે ડેસ્કટોપ અથવા સર્વર ઓપરેટિંગ સિસ્ટમ તરીકે વાપરી શકાય છે. ડેબિયન ઓપરેટિંગ સિસ્ટમમાં લિનક્સ કર્નલનો સમાવેશ થાય છે. ડેબિયનનો ઉપયોગ જાત જાતના સાધનોમાં થઇ શકે છે, જેમ કે ફોન, લેપટોપ, ડેસ્કટોપ, સર્વર, વગેરે. ડેબિયન સુરક્ષા અને સ્થિરતા પર વધારે ધ્યાન આપે છે. બીજા ઘણા ઓપરેટિંગ સિસ્ટમ ડેબિયન પરથી બનેલા છે. દા.ત. ઉબુન્ટુ. ડેબિયન પરિયોજના ડેબિયન રચના અને સામાજિક કરાર દ્વારા ચલાવવામાં આવે છે જેનો મૂળ ઉદેશ્ય મુક્ત ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનો છે. ડેબિયન જુદા જુદા દેશોના લગભગ ૩૦૦૦ સ્વયંસેવકો દ્વારા વિકસાવેલું છે અને તેને અન્ય બિન નફા સંસ્થાઓનો પણ સહયોગ મળે છે.
ડેબિયન પ્રોજેક્ટની ઘોષણા ૧૬ ઓગસ્ટ ૧૯૯૩ના રોજ ઇયાન મર્ડોક દ્વારા કરવામાં આવી હતી અને તેની ૦.૦૧ આવૃત્તિ ૧૫ સપ્ટેમ્બર ૧૯૯૩,[૩]ના રોજ રજૂ થઇ હતી. પ્રથમ સ્ટેબલ આવૃત્તિ ૧૯૯૬માં બહાર પડી હતી.[૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Debian -- About". Debian. Debian. મેળવેલ ૧૨ જૂન ૨૦૧૭.
- ↑ Linux Distributions - Facts and Figures
- ↑ "ChangeLog". ibiblio. મેળવેલ ૧૮ ઓગસ્ટ ૨૦૧૬.
- ↑ "Chapter 3 – Debian Releases". A Brief History of Debian. Debian Documentation Team. મૂળ માંથી 2011-08-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૬.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |