ડેલ્ફી (ગ્રીક Δελφοί, [ðelˈfi][૨]) ગ્રીસમાં ફોસિસની ખીણમાં માઉન્ટ પાર્નાસસના દક્ષિણ-પશ્ચિમના શિખરો પર આવેલું પુરાતત્વીય સ્થળ અને આધુનિક નગર એમ બંને છે. ગ્રીક પૌરાણિક કથાઓમાં, ડેલ્ફી ડેલ્ફીક ઓરેકલનું સ્થાન હતું, જે ક્લાસિકલ ગ્રીક વિશ્વમાં સૌથી મહત્વનું ઓરેકલ હતું અને ત્યાં રહેતા અને પૃથ્વીની ધરીની રક્ષા કરતાં દેવતા પાયથોનનો સંહાર કરનારા ભગવાન એપોલોની પૂજા માટેનું મહત્વનું સ્થળ હતું. કેટલાક લોકો દાવો કરે છે કે આ સ્થળનું મૂળ નામ એપોલોએ હરાવેલા પાયથોનને કારણે પાયથોન (પાયથેઇન, જેનો અર્થ થાય સડવું, પરથી ઉતરી આવેલો શબ્દ છે) (મિલર, 95). ડેલ્ફીક એપોલોની હોમિરક પ્રાર્થના અનુસાર આ સ્થળનું પ્રાચીન નામ ક્રિસા હતું.[૩] તેમનું પવિત્ર ગર્ભગૃહ પેન્હેલેનિક હતું, જ્યાં ઇ.સ.પૂ.(B.C.) 586થી (મિલર, 96) દર ચાર વર્ષે સમગ્ર ગ્રીક વિશ્વના એથ્લેટ્સ ચાર પેન્હેલેનિક (અથવા સ્ટેફનિટિક) રમતોમાંની એક એવી પાયથિયન ગેમ્સમાં ભાગ લે છે, જે આધુનિક ઓલિમ્પિક પહેલાં શરૂ થઈ હતી. ડેલ્ફીના વિજેતાઓને લોરેલના પાંદડાનો તાજ પહેરાવવામાં આવતો હતો, જે પાયથનને મારવાનનો અભિનય કરનારા છોકરા દ્વારા મંદિરમાં આવેલા ઝાડમાંથી ઉજવણીપૂર્વક કાપીને લાવતો હતો (મિલર, 96). ડેલ્ફીને રમતના અન્ય સ્થળોથી અલગ હતું કારણ કે તે મૌસિકોસ એગોન નામના સંગીત સમારોહની પણ યજમાની કરતું હતું (મિલર, 95). આ પાયથિયાન ગેમ્સ સ્ટેફનિટિક રમતોમાં ક્રમાનુસાર અને મહત્વની રીતે બીજા નંબરે આવતી હતી (મિલર, 96). જો કે આ રમતો, ઓલિમ્પિયાથી એવી રીતે અલગ હતી કે ઓલિમ્પિયાનું મહત્વ ઓલિમ્પિયા નગરમાં હતું તેટલું વિશાળ મહત્વ ડેલ્ફીનું ડેલ્ફી નગરમાં ન હતું. ડેલ્ફીમાં આ રમતોનું આયોજન થતું હતું કે નહીં, પરંતુ તે પ્રસિદ્ધ નગર હતું, તેના અન્ય આકર્ષણોને કારણે તેને પૃથ્વીની નાભિ (ઓમ્ફાલોસ), બીજા શબ્દોમાં કહીએ તો વિશ્વનું કેન્દ્ર, તરીકે ઓળખવામાં આવતું હતું (મિલર, 96-7). એપોલોના મંદિરના આંતરિક ગર્ભગૃહમાં (હેસ્તિયા , "હર્થ") અનંત જ્યોત પ્રજ્વલિત હતી. પ્લેટિયાના યુદ્ધ બાદ ગ્રીક નગરોએ પોતાની જ્યોત બુઝાવી દીધી અને ડેલ્ફી ખાતેથી હર્થ ઓફ ગ્રીસમાંથી નવી જ્યોત લઈ આવ્યા ; અનેક ગ્રીક વસાહતોની સ્થાપનાની વાર્તાઓમાં સ્થાપક વસાહતિઓને પ્રથમ ડેલ્ફીમાં સમર્પિત કરવામાં આવ્યા હતા.[૪]

ડેલ્ફી
Δελφοί
Delfi Apollons tempel.jpg
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
સ્થળDelfi Municipality, ગ્રીસ
અક્ષાંસ-રેખાંશ38°29′N 22°30′E / 38.48°N 22.5°E / 38.48; 22.5
વિસ્તાર315 km2 (3.39×109 sq ft)
માપદંડસાંસ્કૃતિક: masterpiece of human creative genius, on developments in architecture or technology, monumental arts, town-planning or landscape design, unique to a cultural tradition, World Heritage criterion section (iv), cultural object with outstanding universal significance Edit this on Wikidata[૧]
સંદર્ભ393
સમાવેશ૧૯૮૭ (અજાણ્યું સત્ર)
વેબસાઇટwww.delfi.gr

સ્થળફેરફાર કરો

 
ડેલ્ફી (ડાબુ મધ્ય) મધ્ય ગ્રીસમાં કોરીન્થના અખાતની ઉત્તરે આવેલું છે

ડેલ્ફી નીચલા મધ્ય ગ્રીસમાં માઉન્ટ પાર્નાસસના ઢોળાવની સાથે અનેક ઉચ્ચપ્રદેશો-ટેરેસ પર આવેલું છે અને પ્રાચીન ઓરેકલના સ્થાન સેન્ક્યુરી ઓફ એપોલોનો સમાવેશ કરે છે. આ અર્ધવર્તુળાકાર શિખર ફિડ્રિએડ્સ તરીકે ઓળખાય છે અને જ્યાંથી પ્લેઇસ્ટોસ વેલીમાં જોઈ શકાય છે. ડેલ્ફીની નૈઋત્ય દિશામાં લગભગ 15 km (9.3 mi) અંતરે, કોરીન્થીયન અખાત પર બંદર-નગર કિર્હા આવેલું છે.

એપોલો તરફનું સમર્પણફેરફાર કરો

ડેલ્ફોઇ નામ સમાન મૂળ δελφύς, ડેલ્ફિસ, "કૂંખ"માંથી ઉતરી આવે છે અને ગૈઆ, દાદી પૃથ્વી અને પૃથ્વી દેવીનું આ સ્થળે પ્રાચીન સમયથી પૂજન થતું હોવાનું સૂચવે છે.[૫][૬] એપોલોને તેના હુલામણા નામ Δελφίνιος, ડેલ્ફીનીઅસ , "ધ ડેલ્ફીનિયન"થી આ સ્થળ સાથે જોડવામાં આવે છે. હોમરની હિમ ટુ એપોલો (લાઇન 400)માં આ હુલામણા નામનું ડોલ્ફિન્સ (ગ્રીક δελφίς,-ῖνος) સાથેનું જોડાણ દર્શાવવામાં આવ્યું છે, જેમાં ક્રિટન પાદરીને તેની પીઠ પર બેસાડીને ડોલ્ફિનના સ્વરૂપમાં એપોલો આ સ્થળ પર પ્રથમ કઈ રીતે આવ્યો તેની દંતકથાનું વર્ણન કરવામાં આવ્યું છે. ઓરેકલનું હોમરિક નામ પાયથો (Πυθώ ) છે.[૭]

અન્ય એક દંતકથા મુજબ એપોલો ઉત્તરમાંથી ડેલ્ફી સુધી ચાલતો આવ્યો હતો અને થેસલી શહેરમાં ટેમ્પી ખાતે તેના માટે પવિત્ર ગણવામાં આવતા લોરેલ (જેને અંગ્રેજીમાં બેય ટ્રી તરીકે ઓળખવામાં આવે છે) લેવા માટે રોકાયો હતો. આ દંતકથાની યાદમાં પાયથિયાન ગેમ્સના વિજેતા મંદિરમાંથી તોડી લાવવામાં આવેલા લોરેલનો તાજ મેળવે છે.

 
એપોલોનું મંદિર, પૂર્વિય છેડાની નીચેથી જોવામાં આવતાં
 
પાયથિયા ગેમ્સ માટે ઉપયોગમાં લેવામાં આવતા ડેલ્ફી ગર્ભગૃહનું પર્વતની ઉપર આવેલું મેદાન જમણી બાજુ આવેલા પત્થરના પગથિયાં-બેઠકો રોમન લોકો દ્વારા ઉમેરવામાં આવી હતી

ડેલ્ફી ફોબસ એપોલોના મુખ્ય મંદિરનું સ્થાન બની ગયું હોવા ઉપરાંત, તે પાયથિયાન ગેમ્સ અને પ્રસિદ્ધ પ્રાગઐતિહાસિક ઓરેકલનું સ્થાન પણ છે. રોમન સમયમાં પણ, બાધા રાખીને બાંધવામાં આવેલી સેંકડો મૂર્તિઓ અસ્તિત્વમાં હતી, જેનું આલેખન પ્લિની ધ યંગર દ્વારા કરવામાં આવ્યું છે અને જેને પૌસાનિયસે જોઇ હતી. મંદિરમાં ત્રણ શબ્દસમૂહોને કોતરણી કરીને અંકિત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે: γνωθι σεαυτόν (gnōthi seautón = "નો થાયસેલ્ફ" – તમારી જાતને ઓળખો) અને μηδέν άγαν (mēdén ágan = "નથિંગ ઇન એક્સેસ" – કોઈપણ વસ્તુનો અતિરેક ન કરો), અને Εγγύα πάρα δ'ατη (engýa pára d'atē = "મેક એ પ્લેઝ એન્ડ મિસચીફ ઇસ નાઇ" [૮] પ્રતિજ્ઞા કરો અને તેને ક્યારેય તોડશો નહીં) અને આ ઉપરાંત મોટા અક્ષરે E લખવામાં આવેલો છે.[૯] અન્ય વસ્તુઓ ઉપરાંત એપ્સિલોન 5ના આંકડાનું પણ સૂચન કરે છે. "ઇ એટ ડેલ્ફી "ના અર્થ પરનો પ્લુટાર્કના નિબંધ એકમાત્ર સાહિત્યિક સ્ત્રોત છે. પ્રાચીન સમયમાં, આ શબ્દસમૂહો ગ્રીસના સાત સંતોમાંથી કોઇ એક કે વધારે સંતો દ્વારા લખવામાં આવ્યા હોવાનું માનવામાં આવતું હતું,[૧૦] જો કે પ્રાચીન ઉપરાંત આધુનિક વિદ્વાનોને આ અંગે શંકા છે.[૧૧] વિદ્વાનોની એક જોડી અનુસાર, ડેલ્ફીયન મંદિર પર લખવામાં આવેલા આ ત્રણ ઉપદેશોના વાસ્તવિક લેખકોનો મુદ્દો અચોક્કસ અવસ્થામાં છોડી દેવો જોઇએ. મોટાભાગે તે લોકપ્રિય કહેવતો હશે, જેને કોઇ નિશ્ચિત સંતના નામ સાથે જોડી દેવામાં આવી હશે."[૧૨]

જૂની માન્યતાઓથી અલગ પડતી પછીની માન્યતા અનુસાર, યુવાન એપોલોએ પાયથન નામના સાપને માર્યો હતો, જેની જૂની માન્યતામાં પાયથિયા નામ અપાયું હતું, પરંતુ તે પછીની માન્યતાઓ પાયથનની પત્ની પાયથિયાને એપોલો દ્વારા મારી નાંખવામાં આવી હોવાનું જણાવે છે, જે કેસ્ટેલિયન ઝરણાંની બાજુમાં રહેલી હતી, કેટલાક લોકો અનુસાર પાયથને એપોલો અને એર્ટમિસથી ગર્ભધારણ કરેલી લેટો પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના દંડને આ જોડીના શરીની આસપાસ વિંટાળીને પાંખોથી દેવતાના પ્રતિક કડ્યુસીઅસનું નિર્માણ થયું હતું. ઝરણું મંદિર તરફ વહેતું હતું, પરંતુ તેની નીચે જઈને અદ્રશ્ય થઈ જતું, જેના કારણે પડેલા ખાડામાંથી વરાળ નિકળતી હતી, જેણે તેને ભવિષ્યવાળી કરવા માટે ડેલ્ફી ખાતે ઓરેકલનું નિર્માણ કર્યું. એપોલોએ પાયથનને મારી નાંખી, પરંતુ તેને તેના માટે સજા કરવામાં આવી કારણ કે તે ગૈયાનું સંતાન હતી. એપોલોને સમર્પિત કરવામાં આવેલી દરગાહ હકીકતમાં ગૈયાને અને ત્યારબાદ પોસેડિયનને સમર્પિત કરવામાં આવી હતી. પાયથિયા ડેલ્ફીક ઓરોકલના નામ સાથે જોડાયેલી રહી હતી. ખૂનની સજા તરીકે એપોલોને આઠ વર્ષ માટે તુચ્છ કામો કરવા માટે મોકલી આપવામાં આવ્યો હતો. સાપને વધની ઘટના, પ્રવાસ, તપ અને દેવતાના પાછા ફરવાની ઘટનાઓનું આલેખન કરતો સેપ્ટેરીયા ઉત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે તેના વિજયની યાદમાં પાયથિયાન ગેમ્સ દર ચાર વર્ષે યોજવામાં આવે છે.[૧૩] અન્ય એક નિયમિત ડેલ્ફી ઉત્સવ "થીઓફેનિયા" (Θεοφάνεια) હતો, જે એપોલોના શિયાળાના ચાર મહિના હાયપરબોરીયામાં વિતાવીને વસંતમાં પાછા ફરવાની ઉજવણી કરતો વાર્ષિક ઉત્સવ હતો. ઉત્સવની પૂર્ણાહૂતિ સામાન્ય રીતે ગર્ભગૃહમાં છૂપાયેલા રહેતા દેવતાઓની તસવીરનું પ્રદર્શન ભક્તો સમક્ષ કરીને કરવામાં આવતી.[૧૪] "થીયોઝેનિયા" દર વર્ષે ઉનાળામાં ઉજવવામાં આવતો હતો, જેના કેન્દ્રમાં દેવતાઓ અને અન્ય રાજ્યોના રાજદૂતો માટેનો જમણવાર રહેતો".[૧૫]

ઇરવિન રોહ્ડે લખ્યું હતું કે પાયથોન પૃથ્વી તત્વ હતો, જેને એપોલો દ્વારા જિતવામાં આવ્યો હતો અને ઓમ્ફાલોસ નીચે દાટી દેવામાં આવ્યો હતો અને આ કિસ્સો કોઈ દેવતા દ્વારા અન્યની કબર પર મંદિર બાંધવાનો છે.[૧૬] અન્ય એક અભિપ્રાય એવો છે કે એપોલો ગ્રીક પેન્થીઓન(દેવતાઓના નિવાસસ્થાન)માં તાજેતરમાં જ આવ્યો હતો, જે મૂળભૂત રીતે લીડિયાથી આવતો હતો. ઉત્તરીય અન્ટોલિયામાંથી આવતા ઇટ્રસ્કન્સ પણ એપોલોની પૂજા કરતા હતા અને એવું પણ હોઈ શકે કે તે મૂળભૂત રીતે મેસોપોટેમિયન આપ્લુ, એકેડિયન માનવાચક જેનો અર્થ સૂર્ય થાય છે જેને મૂળભૂત રૂપે પ્લેગના દેવતા નાર્ગેલના "પૂત્ર" ઇન્લિલ સાથે જોડવામાં આવ્યું હતું, તેની સાથે સમાનતા ધરાવતો હતો. એપોલો સ્મીન્થસ (ગ્રીક Απόλλων Σμινθεύς), ઉંદર નાશક[૧૭], રોગના પ્રાથમિક કારણ ઉંદરોનો નાશ કરીને તે પ્રતિકારક દવાઓને ઉત્તેજન આપે છે.

ઓરેકલફેરફાર કરો

ડેલ્ફી કદાચ ગર્ભગૃહમાં રહેલા ઓરેકલ, જેને ક્લાસિકલ સમયગાળા દરમિયાન એપોલોને સમર્પિત કરવામાં આવેલા, માટે જ વધારે જાણીતું છે. યુમેનાઇડ્સ ની પ્રસ્તાવનામાં એસ્કલસે જણાવ્યા અનુસાર, તેનું મૂળ પૂર્વ ઐતિહાસિક સમયમાં છે અને મૂળભૂત રીતે ત્યાં ગૈયાની પૂજા થતી હતી. ઈ.સ.પૂ. (B.C.)ની આઠમી સદીના છેલ્લા પચીસ વર્ષના ગાળામાં ડેલ્ફીમાં વસાહતની જગ્યાએથી અવશેષો મળવામાં મક્કમ વધારો જોવા મળ્યો, જે નવી બાબત હતી, નવમી સદીના ઉત્તર-માઇસિનિયન વસાહતના અવશેષો હતા. માટી તથા કાંસાના વાસણો ઉપરાંત તિપાઇ સમર્પણઓ ઓલિમ્પિયાના તુલનામાં મક્કમ રીતે વધતા રહ્યા. આ સ્થળ પરથી મળેલા અવશેષોની શ્રેણી કે મૂલ્યવાન સમર્પણોની હાજરી એ પુરવાર કરી શકતી નથી કે ડેલ્ફી પૂજકોની વિશાળ શ્રેણીના કેન્દ્ર સ્થાને હતું, પરંતુ મોટા પ્રમાણમાં મળેલી ઊચ્ચતમ કિંમત ધરાવતી ચીજવસ્તુઓ, જે ગર્ભગૃહના મુખ્યસ્થાનમાંથી મળી છે, ચોક્કસ રીતે આ અભિગમને ઉત્તેજન આપે છે.

એપોલોએ તેના ઓરેકલના માધ્યમથી જણાવ્યું હતું કે, ડેલ્ફી ખાતેના ઓરેકલની સિબિલ અથવા પૂજારણને પાયથિયા તરીકે ઓળખવામાં આવતી હતી, તે આવશ્યક રીતે તે વિસ્તારના ગ્રામ્ય પ્રદેશના લોકોમાંથી પસંદ કરેલી વૃદ્ધા હોવી જોઇએ જેનું સમગ્ર જીવન બેદાગ હોય. તે પૃથ્વીના છિદ્ર પર રાખવામાં આવતી તીપાઇ પર બેસતી. દંતકથા અનુસાર જ્યારે એપોલોએ પાયથનને હણ્યો ત્યારે તેનું શરીર આ છિદ્રમાં પડ્યું હતું, અને તેના વિઘટન પામેલા શરીર ધૂમાડો નિકળવા લાગ્યો. આ ધૂમાડાને કારણે ઝેર ચડવાથી સિબિલ બેહોશ થઈ જતાં એપોલોને તેના આત્મા પર કબજો જમાવવાની તક મળી. આ અવસ્થામાં તેને ભવિષ્યવાણી કરી. એવું માનવામાં આવે છે કે હિંસક બેહોશી પેદા કરવા માટે જાણીતો ઉચ્ચ તીવ્રતા ધરાવતો ઇથિલિન ગેસ આ છિદ્રમાંથી બહાર નીકળે છે, જો કે હજુ આ માન્યતા વિવાદાસ્પદ છે.[૧૮][૧૯] બેહોશીની અવસ્થામાં પાઇથિયાએ જે "વાર્તાલાપ" કર્યો – જે સંભવિત રીતે સમાધિગ્રસ્ત અવસ્થામાં આપવામાં આવેલું પ્રવચન હતું – તેને મંદિરના પૂજારીઓ દ્વારા હેક્ઝામીટર (એક છંદ)માં "અનુવાદ" કરવામાં આવ્યો. લોકો જાહેરજીવનની નિતિઓ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નોથી માંડીને વ્યક્તિગત જીવનના પ્રસંગો સુધીની દરેક બાબતમાં ઓરેકલનું માર્ગદર્શન માંગતા હતા. શિયાળાના મહિનાઓમાં ઓરેકલનું માર્ગદર્શન માંગવામાં આવતું ન હતું કારણ કે આ સમય દરમિયાન એપોલો હાઇપરબોરિયાઇ લોકો વચ્ચે નિવાસ કરતા હોવાની માન્યતા હતી. તેમની અનુપસ્થિતિમાં મંદિરમાં ડાયનાયસસનો વાસ રહેતો હતો.[૨૦]

એચ. ડબલ્યુ. પાર્ક લખે છે કે ડેલ્ફી અને તેના ઓરેકલની સ્થાપના નોંધવામાં આવેલા ઇતિહાસ પહેલાં થઈ હતી અને તેનું મૂળ જાણવું અઘરું છે, પરંતુ તે ટાઇટન ગૈયાના પૂજનના સમયનું હોઈ શકે.[૨૧]

ઓરેકલે સમગ્ર ગ્રીક વિશ્વમાં ઘણો જ પ્રભાવ જમાવ્યો હતો, અને યુદ્ધ, વસાહતની સ્થાપના કે પછી અન્ય કોઇપણ મહત્વના કરાર પહેલાં તેનો પરામર્શ લેવામાં આવતો હતો. ગ્રીક વિશ્વની આસપાસના અર્ધ-હેલેનિક દેશો જેમ કે લિડિયા, કેરીયા અને ઇજિપ્તમાં પણ માન આપવામાં આવતું હતું.

પાયથિયાની સૌથી પ્રસિદ્ધ ભવિષ્યવાણીઓની યાદી માટે, ડેલ્ફીના ઓરેકલને લગતા પ્રસિદ્ધ નિવેદનનોની મુલાકાત લો.

મેસેડોનિયન રાજાઓથી ઓરેકલને લાભ થયો હતો. પછીથી તેને ઓટોલિયન્સના રક્ષણ હેઠળ મૂકવામાં આવ્યું હતું. થોડા સમયગાળા બાદ રોમન પ્રજાનો પ્રભાવ શરૂ થયો અને તેમણે ઈ.સ.પૂ. (B.C.) 109 અને ઈ.સ.પૂ. (B.C.) 105ના જંગલી પ્રજાઓના હુમલાના જોખમ સામે ઓરેકલનું રક્ષણ કર્યું. મોટાપાયા પરનું પુનર્ગઠન શરૂ કરવામાં આવ્યું પરંતુ મિથ્રીડેટિક યુદ્ધ અને સુલાના યુદ્ધ, જેમાં ઓરેકલમાંથી ઘણી સમૃદ્ધ ચઢાવાને લઈ જવામાં આવ્યા, તેનાથી વિઘ્ન ઉત્પન્ન થયું. ઈ.સ.પૂ. (B.C.) 83માં આવેલા ભૂકંપમાં ઘણી જ ક્ષતિ પામેલા મંદિરને આક્રમણખોરી જંગલી લોકોએ બાળી નાંખ્યું. આમ ઓરોકલની પડતી થઈ અને આસપાસના વિસ્તારો ગરીબીમાં સપડાયા. સ્થાનિક વસતિ ઓછી થતાં જરૂરી જગ્યાઓ ભરવામાં પણ તકલીફ પડવા લાગી. સંદિગ્ધ ભવિષ્યવાણીઓને કારણે ઓરેકલની પ્રતિષ્ઠા ઓસરવા લાગી. જ્યારે ઇ.સ. 66માં નીરો ગ્રીસમાં આવ્યો, ત્યારે તે ડેલ્ફીમાંથી 500થી વધારે શ્રેષ્ઠ મૂર્તિઓ રોમ લઈ ગયો. ત્યારબાદ ફ્લેવિયન વંશના રોમન સમ્રાટોએ પુન:સ્થાપનામાં ઘણું પ્રદાન આપ્યું. હેડ્રિયને સંપૂર્ણ સ્વાયત્તતા આપી. મુખ્ય પૂજારી તરીકેની પ્લુટાર્કની હાજરી પણ મહત્વપૂર્ણ પરીબળ હતું. જો કે માર્કસ ઔરેલિયસના શાસનમાં જંગલી લોકોએ હુમલાઓ કર્યા અને કોન્ટેન્ટાઇન પહેલા દ્વારા મૂર્તિઓ હટાવવા અને અન્ય કિંમતી વસ્તુઓ (લૂંટના ઇરાદાથી) લઈ જવાને કારણે તેનું પતન થયું. જુલિયનના ટૂંકાગાળાના શાસનથી સ્થિતિમાં સુધાર થયો નહીં. જો કે ઓરેકલ ચાલુ રહ્યું અને ઇ.સ.395માં થીયોડોસિયસ પ્રથમે ઓરેકલ બંધ કરાવ્યું. જ્યાં સુધી ખ્રિસ્તિઓએ આ વિસ્તારમાં કાયમી વસવાટ કરવાનું શરૂ કર્યું ત્યાં સુધી એટલે કે લગભગ 100 વર્ષ સુધી આ સ્થળ તરછોડાયેલી અવસ્થામાં રહ્યું: તેમણે ઇ.સ.600ની આસપાસ કસ્ટ્રી નામનું નાનું નગર સ્થાપ્યું.

"ડેલ્ફિક સિબલ"ફેરફાર કરો

ડેલ્ફિક સિબલ એક દંતકથારૂપ પેગંબરી ભવિષ્યવેત્તા હતા જેમણે ટ્રોજનના યુદ્ધ બાદ થોડા જ સમયમાં ડેલ્ફી ખાતે ભવિષ્યની આગાહીઓ કરી હોવાનું કહેવાય છે. તેમણે કરેલી ભાવિની આગાહીઓ બાકિસ જેવી હસ્તીઓના ઓરેકલ સાથે પેગંબરી કહેવતોના લેખિત સંગ્રહરૂપે વહેતી થઇ હતી. સિબલને એપોલોની ઓરેકલ સાથે કોઇ સંબંધ ન હતો અને તેને પાયથિયા સાથે સાંકળવાની ભૂલ કરવી ન જોઇએ.[૨૨]

ઇમારતો અને માળખાફેરફાર કરો

 
ડેલ્ફી ખાતેના એપોલો ગર્ભગૃહના સ્થળનો પ્લાન

વ્યવસાયઇ માયસિનીયન ગાળો (ઈ.સ.પૂ.(B.C.) 1600-1100). આજે જે ખંડેરો બચી ગયા છે તેમાંથી મોટા ભાગના ઈ.સ.પૂ. (B.C.) 6ઠ્ઠી સદી સમયે સૌથી તીવ્ર પ્રવૃત્તિના સમયગાળા વખતના છે.[૨૩]

એપોલોનું મંદિરફેરફાર કરો

ડેલ્ફીના મંદિરના જે ખંડેર આજે જોવા મળે છે તે પેરિપ્ટેરલ (દરેક બાજુએ એક જ કોલમની હારમાળા ધરાવતા) ડોરિક ઇમારતનો હિસ્સો છે જે ઈ.સ.પૂ. (B.C.) ચોથી સદીમાં બન્યું હતું. તે ઇસ પૂર્વે છઠ્ઠી સદીના એક જૂના મંદિરના ખંડેર પર ઉભું કરવામાં આવ્યું છે જે મંદિરને પણ ઈ.સ.પૂ. (B.C.) 7મી સદીના એક સ્થળ પર બાંધવામાં આવ્યું હતું જેનું આર્કીટેક્ટ ટ્રોફોનિયોસ અને એગામેડીસને આભારી છે.[૨૪]

 
ડેલ્ફી ખાતેનું એપોલોનું મંદિર

ઈ.સ.પૂ. (B.C.) છઠ્ઠી સદીના મંદિરને એથેન્સના પરિવારની યાદમાં “ટેમ્પલ ઓફ એલ્કમિયોનિડે” નામ અપાયું છે જેણે અસલ સ્થળને ભસ્મીભૂત કરનારી આગ બાદ આ સ્થળે પુનઃનિર્માણ કરાવ્યું હતું. નવી ઇમારત 6 બાય 15 કોલમની ડોરિક હેક્ઝાસ્ટાઇલ મંદિર હતું. આ મંદિર ઇસ પૂર્વે 373માં એક ધરતીકંપમાં નાશ પામ્યું હતું જ્યારે ઈ.સ.પૂ. (B.C.) 330માં આ સ્થળે ત્રીજું મંદિર પૂર્ણ થયું હતું. ત્રીજા મંદિરના કોરિન્થિયન આર્કિટેક્ટ્સ સ્પિનથારોસ, ઝેનોડોરોસ અને એગાથોન હતા.[૨૪]

 
ગ્રીસમાં ડેલ્ફી ખાતેના એપોલોના મંદિરની કોલમો

ઇમારતના આગળના ભાગે ત્રિકોણાકાર રચના ધરાવતા શિલ્પો એથેન્સના પ્રેક્સિયાસ અને એન્ડ્રોસ્થેનિસના છે. આટલા જ કદનું બીજું મંદિર સ્ટાઇલોબેટ પાસે 6 બાય 15 કોલમની પેટર્નમાં જાળવી શકાયું છે.[૨૪] તેની અંદર ડેલ્ફિક ઓરેકલનું કેન્દ્ર એડીટોન અને પાયથિયાની બેઠક હતી. 1938-1300 દરમિયાન આ ઇમારતનું આંશિક પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.

આ મંદિર ઇ.સ.390 સુધી બચી ગયું હતું, જ્યારે ખ્રિસ્તી સમ્રાટ થિયોડોસિયસ પ્રથમે ખ્રિસ્તીધર્મના નામે મંદિર અને મોટા ભાગના પૂતળા અને કળાકૃતિઓનો નાશ કરી ઓરેકલને ચૂપ કરી દીધું હતું.[૨૫] મૂર્તિપૂજાના દરેક અવશેષનો નાશ કરવાના નામે ઝનુની ખ્રિસ્તીઓએ આ સ્થળનો સંપૂર્ણપણે નાશ કર્યો હતો.[૨૫]

એમ્ફિકટિયોનિક કાઉન્સિલફેરફાર કરો

એમ્ફિકટિયોનિક કાઉન્સિલ એ ડેલ્ફી અને દર ચાર વર્ષે યોજાતી પાયથિયન રમતોત્સવ પર અંકુશ ધરાવતી બાર ગ્રીક જાતિઓના પ્રતિનિધિઓની બનેલી વહીવટી સભા હતી. તે વર્ષમાં બે વાર મળતી હતી અને થેસલી અને મધ્ય ગ્રીસમાંથી તેની રચના થતી હતી. સમય પસાર થતા ડેલ્ફી નગરે પોતાનું વધુ નિયંત્રણ મેળવ્યું અને વહીવટી સભાએ પોતાનો મોટા ભાગનો પ્રભાવ ગુમાવ્યો હતો.

ખજાનાફેરફાર કરો

 
ટ્રેઝરી ઓફ એથેન્સનું પુનનિર્માણ, જે મેરેથોન યુદ્ધમાં વિજયની યાદમાં બાંધવામાં આવેલું.

સ્થળના પ્રવેશદ્વારથી ઢોળાવની ઉપર લગભગ મંદિર સુધી જતા મોટી સંખ્યામાં બાધા માટે અર્પણ કરેલા પૂતળા અને અસંખ્ય ખજાના છે. તેનું નિર્માણ વિવિધ વિજયની યાદગીરી રૂપે અને વિજય માટે જેને જવાબદાર ગણવામાં આવતા હતા તે ઓરેકલનો તેની સલાહ બદલ આભાર માનવા માટે વિવિધ ગ્રીક શહેર રાજ્યોએ કરી હતી જેમાં વિદેશી તથા મુખ્યભૂમિ પરના રાજ્યો સામેલ હતા. તેમને ‘ખજાના’ કહેવામાં આવે છે કારણ કે તેમાં એપોલોને ભેટ ચઢાવાયેલી ચીજો રાખવામાં આવતી હતી, મોટા ભાગે તે યુદ્ધમાં જપ્ત થયેલી સંપત્તિનો ‘ટિથ’ અથવા દશમો ભાગ હતું. તેમાં સૌથી પ્રભાવશાળી હવે પુનઃસ્થાપિત કરવામાં આવેલું એથેનિયન ટ્રેઝરી છે જે સાલામિસના યુદ્ધમાં એથેનિયનોને મળેલા વિજયની સ્મૃતિમાં બાંધવામાં આવ્યું છે. પોસેનિયસ પ્રમાણે એથેન્સવાસીઓને અગાઉ ઓરેકલ દ્વારા “લાકડાની દિવાલો”માં તેમનો વિશ્વાસ મૂકવા માટે સલાહ આપવામાં આવી હતી- આ સલાહનું નૌકાદળ તરીકે અર્થઘટન કરી તેમમે સાલામિસના સુપ્રસિદ્ધ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. કેટલાક ખજાનાઓની ઓળખ કરી શકાય છે જેમાં સિફનિયન ટ્રેઝરી સામેલ છે જે સિફનોસ શહેરને સમર્પિત કરાયેલ છે જેના નાગરિકોએ તેમની પોતાની સોનાની ખાણોનું દશમાં ભાગનું ઉત્પાદન આપી દીધું હતું, સમુદ્રના પાણી ખાણમાં ફરી વળ્યા ત્યારે ખાણનો નાશ થયો હતો.

ઓળખી શકાય તેવા અન્ય ખજાનાઓમાં સાઇકિયોનિયન્સ, બોએટિયન્સ અને થેબેન્સનો સમાવેશ થાય છે. મોટા ખજાનાઓ પૈકી એક આર્ગોસનો છે. ડોરિક યુગના અંતમાં બાંધવામાં આવેલા એર્ગીવ્સને અન્ય શહેર રાજ્યોમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરવા બદલ ગૌરવ હતું. ઇ.સ.380માં પૂર્ણ કરવામાં આવેલા આ ખજાનાની પ્રેરણા મોટા ભાગે આર્ગોલિસ ખાતે બાંધવામાં આવેલા શહેરના એક્રોપોલિસ ટેમ્પલ ઓફ હેરામાંથી પ્રેરણા મળે છે. જોકે ખજાનાના આર્કેઇક તત્વોના પૃથક્કરણ પરથી જાણવા મળ્યું છે કે તેની સ્થાપના તેનાથી પણ અગાઉ થઇ હતી.

આ ખજાનાના કારણે એમ્ફિકટિયોનિક લીગના રક્ષણ મારફત ડેલ્ફી પ્રાચિન ગ્રીસની મધ્યસ્થ બેન્ક તરીકે કામ કરવા લાગ્યું હતું. મેસિડોનના ફિલિપ દ્વારા આ ખજાનાના દુરુપયોગથી અને ત્યાર બાદ સૌથી પહેલા સેલ્ટ્સ દ્વારા અને પછી રોમન આપખુદ શાસક સુલ્લા દ્વારા તેને કાઢી નાખવાના કારણે ગ્રીક સભ્યતાના પતનની શરૂઆત થઇ અને અંતે રોમનો ઉદય થયો.

કિયાન્સની વેદીફેરફાર કરો

ટેમ્પલ ઓફ એપોલોની આગળ આવેલી દેવળની મુખ્ય વેદી માટે કિયોસના લોકોએ ધન આપ્યું હતું અને તેમણે નિર્માણ કર્યું હતું. તેના કાંગરા પરના લખાણ પરથી જાણી શકાય છે કે તે ઈ.સ.પૂ. (B.C.) 5મી સદીમાં બન્યું હતું. પાયા અને કાંગરાને બાદ કરતા સંપૂર્ણપણે કાળા આરસમાંથી બનેલી વેદી ભવ્ય અસર પેદા કરે છે. 1920માં તેની મરમ્મત કરવામાં આવી હતી.[૨૬]

એથિનિયન્સના સ્ટોઆફેરફાર કરો

સ્ટોઆ મુખ્ય દેવળના ઉત્તર-પૂર્વમાં આવેલું છે. તેનું નિર્માણ આયનિક ક્રમમાં થયું છે અને તેમા સાત સ્થંભ છે જે પથ્થરના એક જ ટૂકડામાંથી અસામાન્ય રીતે કોતરવામાં આવ્યા છે. (મોટા ભાગના સ્થંભોનું નિર્માણ એક બીજા સાથે જોડવામાં આવેલી ડિસ્કની શ્રેણીમાંથી કરવામાં આવ્યું છે). સ્ટાયલોબેટ પરનું લખાણ દર્શાવે છે કે ઈ.સ.પૂ. (B.C.) 478માં પર્સિયન સામે નૌકા વિજય બાદ એથેન્સવાસીઓએ યુ્દ્ધમાં જીતેલી ચીજો રાખવા માટે તેનું નિર્માણ કર્યું હતું.[૨૬] સ્ટોઆની પાછલી દિવાલ પર લગભગ એક હજાર શિલાલેખ છે, એવું માનવામાં આવે છે કે કોઇ ગુલામને એથેન્સમાં ગુલામીમાંથી મુક્ત કરીને ત્યાં પોતાનું ટૂકું જીવનચરિત્ર લખવાની ફરજ પાડવામાં આવી હશે જેમાં તે શા માટે સ્વતંત્રતાને લાયક હતો તેનો ખુલાસો મળે છે.

એથલેટિક મૂર્તિઓફેરફાર કરો

ડેલ્ફી તેની સાચવી રાખવામાં આવેલી એથલેટિક મૂર્તિઓ માટે વિખ્યાત છે. એ વાત જાણીતી છે કે ઓલિમ્પિયા વાસ્તવમાં આના કરતા ઘણી વધુ મૂર્તિઓ ધરાવતું હતું, પરંતુ સમય વીતવાની સાથે તેમાના ઘણાનો નાશ થયો હતો જેથી ડેલ્ફી એથલેટિક મૂર્તિઓનું મુખ્ય સ્થળ રહી ગયું હતું (મિલર, 98). પોતાની શક્તિ માટે જાણીતા બે ભાઈઓ ક્લેઓબિસ અને બિટોન પરથી ડેલ્ફી ખાતે પ્રારંભની જાણીતી એથલેટિક મૂર્તિઓ બનાવવામાં આવી હતી. બળદની ગેરહાજરીમાં આ મૂર્તિઓએ પોતાની માતાની ગાડીને હેરાના દેવળ સુધી કેટલાક માઇલ સુધી ખેંચી જવાની સિદ્ધિ મેળવી હતી. તેમના પડોશીઓ અત્યંત પ્રભાવિત થયા હતા અને તેમની માતાએ હેરાને તેમને સૌથી મહાન ભેટ આપવા જણાવ્યું હતું. તેઓ જ્યારે હેરાના મંદિરમાં પ્રવેશ્યા ત્યારે તેઓ ઉંઘી ગયા અને કદી જાગ્યા નહીં, તેઓ પ્રસિદ્ધિની ટોચ પર મૃત્યુ પામ્યા, જે શ્રેષ્ઠ ભેટ હતી. (મિલર, 98) ચેરિયોટિર ઓફ ડેલ્ફી અન્ય એક પ્રાચીન અવશેષ છે જેણે સદીઓથી અસ્તિત્વ ટકાવ્યું છે. તે પ્રાચીનકાળના અવશેષોમાં સૌથી જાણીતી મૂર્તિઓ પૈકી એક છે. સારથીની અનેક વિશેષતાઓ ગુમાવી દેવાઇ છે જેમાં તેના રથ અને ડાબા હાથનો સમાવેશ થાય છે, પરંતુ તે પ્રાચીનકાળના અવશેષમાં એથલેટિક કળાના નમુના સમાન છે (મિલર, 98).

બહુકોણીય દિવાલફેરફાર કરો

ઈ.સ.પૂ. (B.C.) 548માં એપોલોના બીજા મંદિરના નિર્માણને સમાવતી અગાસીને ટેકો આપવા માટે દિવાલ બાંધવામાં આવી હતી. તેનું નામ બહુકોણીય મેસનરીમાંથી લેવામાં આવ્યું છે જેમાંથી તેનું નિર્માણ થયું છે.[૨૬]

અખાડોફેરફાર કરો

મુખ્ય દેવળથી અડધા માઇલના અંતરે આવેલો અખાડો ડેલ્ફીના યુવાનો દ્વારા ઉપયોગમાં લેવાતી શ્રેણીબદ્ધ ઇમારતોની જગ્યા છે. ઇમારતમાં બે સ્તર આવેલા છેઃ ઉપરના સ્તરે ખુલ્લી જગ્યા પુરી પાડતું એક સ્ટોઆ અને નીચેના મજલા પર પેલાએસ્ટ્રા, તરણકુંડ અને નહાવાની જગ્યા. આ તરણકુંડ અને નહાવાની જગ્યામાં જાદુઇ શક્તિઓ હોવાનું માનવામાં આવે છે જેનાથી સીધી એપોલો સાથે વાતચીત કરવાની ક્ષમતા હાંસલ થતી હતી.[૨૬]

હિપ્પોડ્રોમ (ઘોડદોડ યોજવાનું મેદાન)ફેરફાર કરો

ડેલ્ફીનું હિપોડ્રોમ (ઘોડદોડ યોજવાનું મેદાન) પર પાયથિયન રમતોત્સવ વખતે દોડવાની સ્પર્ધાઓ યોજવામાં આવતી હતી. તેના કોઇ પુરાવા મળતા નથી, પરંતુ સ્ટેડિયમનું સ્થળ અને તેની દિવાલના કેટલાક અવશેષોના આધારે એવું તારણ નીકળે છે કે તે સપાટ જગ્યા પર બાંધવામાં આવ્યું છે જે શહેરના મુખ્ય ભાગથી અલગ છે અને એપોલોના પેરોબોલોસથી ઘણું દુર છે. (મિલર, 101)

કેસ્ટેલિયન ઝરણુફેરફાર કરો

 
ડેલ્ફી ખાતે પર્વતની ટોચ પર આવેલું ક્રીડાંગણ, મંદિરોથી બહુ દૂર/ નીચે નાટ્યમંચ
 
ડેલ્ફી ખાતેનું એન્થેના પ્રોનૈના સેન્ક્ચુરી
 
ડેલ્ફી ખાતેનું નાટ્યગૃહ ( ઉપરની બેઠકથી જોતા)
 
પાર્નાસસ પર્વતની તળેટીમાં થોલોસ: 20 ડોરીક કોલમમાંથી 3

ડેલ્ફીનું પવિત્ર ઝરણુ ફેડ્રીયાડ્સના કોતરમાં આવેલું છે. આ ઝરણાનું પાણી જેમાં આવતું હતું તે બે વિશાળ ફુવારાના અવશેષો ટકી રહ્યા છે જે આદિમ યુગ અને રોમન વખતે બનેલા હતા જેમણે પછી ખડક કાપ્યો હતો.

ક્રીડાંગણફેરફાર કરો

ક્રીડાંગણ ટેકરી પર ઊંચાઇએ વાયા સાક્રા અને થિયેટરથી આગળ આવેલું છે. તે અસલમાં ઈ.સ.પૂ. (B.C.) 5મી સદીમાં બાંધવામાં આવ્યું હતું, પરંતુ પછીની સદીઓમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. છેલ્લે મોટા પ્રમાણમાં સુધારણાનું કામ બીજી સદીમાં હિરોડસ એટિકસની દેખરેખ હેઠળ થયું હતું જ્યારે પથ્થરની બેઠકોની રચના થઈ હતી અને (કમાનદાર) પ્રવેશદ્વાર રચાયો હતો. તેમાં 6500 દર્શકો બેસી શકતા હતા અને તેના ટ્રેક 177 મીટર લાંબા અને 25.5 મીટર પહોળા હતા.[૨૭]

નાટ્યકલાફેરફાર કરો

ડેલ્ફી ખાતે પ્રાચીન થિયેટરનું નિર્માણ એપોલોના મંદિરથી ઉપર ટેકરી પર કરવામાં આવ્યું હતું જેનાથી દર્શકોને સમગ્ર અભયારણ્ય અને નીચેની ખીણ જોઇ શકતા હતા. તે અસલમાં ઈ.સ.પૂ. (B.C.) ચોથી સદીમાં બાંધવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર બાદ અનેક વાર તેમાં ફેરફાર થયો છે. તેમાં 35 હરોળ છે જેમાં 5,000 દર્શકો બેસી શકે છે.[૨૪]

થોલોસફેરફાર કરો

એથેના પ્રોનેઇયા અભયારણ્ય ખાતે થોલોસ એક ગોળાકાર ઇમારત છે જેનું નિર્માણ ઈ.સ.પૂ. (B.C.) 380 અને 360 વચ્ચે કરવામાં આવ્યું હતું. તેમાં 20 ડોરિક સ્થંભો છે જેનો બાહ્ય વ્યાસ 14.76 મીટર છે જેમાં અંદરની બાજુએ 10 કોરિન્થિયન સ્થંભો છે. થોલોસ ડેલ્ફીના મુખ્ય અવશેષોથી લગભગ અડધા માઇલ (800 મીટર)ના અંતરે આવેલું છે. ડોરિકના ત્રણ કોલમનું સમારકામ કરાયું છે જેથી પર્યટકો માટે ફોટોગ્રાફ્સ લેવા માટે તે ડેલ્ફી ખાતે સૌથી લોકપ્રિય સ્થળ છે. વિટ્રુવિયસ (vii, પ્રસ્તાવના) થિયોડોરસ ધ ફોસિયનને ડેલ્ફી ખાતે ગોળાકાર ઇમારતના આર્કિટેક્ટ તરીકે નોંધે છે.

સિબલ ખડકફેરફાર કરો

સિબલ ખડક એ વ્યાસપીઠ જેવી લાગતી ખડકમાંથી બનેલી એથેનિયન ટ્રેઝરી અને એથેનિયન્સના સ્ટોઆ વચ્ચે આવેલી જગ્યા છે જે પવિત્ર માર્ગની ઉપર છે ડેલ્ફીના પુરાતત્વીય વિસ્તારમાં એપોલોના મંદિર સુધી જાય છે. સિબલ પોતાની ભવિષ્યવાણીઓ કરવા માટે ત્યાં બેસતા હોવાનું માનવામાં આવે છે.

ખોદકામોફેરફાર કરો

મધ્યકાલિન યુગથી આ સ્થળ પર કાસ્ત્રી ગામ આવેલું હતું. આ સ્થળ પર વ્યવસ્થિત ખોદકામ થઇ શકે તે પહેલા ગામને ત્યાંથી ખસેડવાનું જરૂરી હતું, પરંતુ દેખીતી રીતે જ ગામવાસીઓએ તેનો વિરોધ કર્યો હતો. ભૂકંપમાં આ સ્થળને નોંધપાત્ર નુકસાન થયું ત્યારે ગામવાસીઓને જૂની જગ્યાના બદલામાં સાવ નવું ગામ આપવાની ઓફર મૂકવામાં આવી ત્યારે ગામને ત્યાંથી અન્યત્ર ખસેડવાની તક પેદા થઇ હતી. 1893માં ફ્રેન્ચ આર્કિયોલોજિકલ સ્કૂલે જમીન ધસી પડી હોય તેવી અસંખ્ય જગ્યાએથી મોટા પ્રમાણમાં માટી ખસેડી હતી જેનાથી એપોલોના દેવળની ઇમારત અને માળખા બહાર આવ્યા હતા અને હજારો ચીજવસ્તુઓ, કોતરકામ અને શિલ્પો સહિત એથેના પ્રોએયાની જગ્યા નીકળી હતી.[૨૬]

આધુનિક ડેલ્ફીફેરફાર કરો

ઢાંચો:Infobox Greek Dimos આધુનિક ડેલ્ફી પુરાતત્વીય સ્થળથી એકદમ નજીક પશ્ચિમમાં આવેલું છે જેથી તે પર્યટનનું લોકપ્રિય સ્થળ છે. તે એમ્ફીસાને ઇટીયા અને એરાકોવા સાથે જોડતા મુખ્ય ધોરીમાર્ગ પર આવેલું છે. આ શહેરમાં અનેક હોટેલો અને ગેસ્ટ હાઉસ છે, અને ઘણા વીશી અને દારુના પીઠા છે. મુખ્ય ગલીઓ સાંકડી છે અને મોટા ભાગે વન-વે છે. ડેલ્ફીમાં એક શાળા, એક સાહિત્યીક સંસ્થા, એક ચર્ચ અને એક ચોક (પ્લેટિયા ) છે. ટ્રાન્સ યુરોપીયન ફુટપાથ ઇ4 (E4) શહેરના પૂર્વ છેડામાંથી પસાર થાય છે. પુરાતત્વીય રસ ઉપરાંત ડેલ્ફીમાં પર્યટકો પાર્નેસસ સ્કી સેન્ટર અને કિનારાવર્તી લોકપ્રિય શહેરો અને વિસ્તારની મુલાકાત લેવા માટે પણ આવે છે. શહેરમાં 2,373 લોકોની વસતી છે જ્યારે ક્રિસો (પ્રાચીન ક્રિસા) સહિત ડેલ્ફીની મ્યુનિસિપાલિટીની વસતી 3,511 લોકોની છે.

મધ્યકાલિન યુગમાં ડેલ્ફી કાસ્ત્રી તરીકે પણ ઓળખાતું હતું અને પુરાતત્વીય સ્થળ પર બાંધવામાં આવેલું હતું. ત્યાના લોકો પોતાના સુધરેલા મકાનોમાં બીમ અને છતને ટેકો આપવા માટે આરસના સ્થંભ અને માળખાનો ઉપયોગ કરતા હતા જે આંશિક રીતે કે સંપૂર્ણપણે નાશ પામેલા શહેરને નવેસરથી બાંધવાનો સામાન્ય માર્ગ હતો, ખાસ કરીને 1580ના ધરતીકંપમાં જેનો નાશ થયો હતો અને ફોસિસના ઘણા શહેરો તેમાં નાશ પામ્યા હતા. 1893માં ઇકોલ ફ્રાન્કેઇ.સ.એથેન્સના પુરાતત્વવિદોએ આખરે પ્રાચીન ડેલ્ફીની અસલ જગ્યા શોધી કાઢી હતી[૨૮] અને ગામડાને નવા સ્થળે મંદિરોના સ્થળથી પશ્ચિમમાં લઇ જવાયું હતું.

ડેલ્ફી આર્કિયોલોજિકલ મ્યુઝિયમ મુખ્ય આર્કિયોલોજિકલ સંકુલના પ્રાંગણમાં ગામની પૂર્વ બાજુએ અને મુખ્ય રસ્તાની ઉત્તરે આવેલું છે. મ્યુઝિયમમમાં પ્રાચીન ડેલ્ફી સાથે સંકળાયેલ એક પ્રભાવશાળી સંગ્રહ રહેલું છે જેમાં મેલોડીની સૌથી જૂના નોંધાયેલા નોટેશન, વિખ્યાત સારથી, પવિત્ર માર્ગ નીચેથી શોધાયેલા સોનાના ખજાના અને સિફિનિયન ટ્રેઝરીના અવશેષોના ટૂકડાનો સમાવેશ થાય છે. બહાર નીકળવાના માર્ગની સાવ નજીક (મોટા ભાગના ટુર ગાઇડ જેની અવગણના કરે છે) એક કોતરકામ છે જેમાં રોમન પ્રોકોન્સુલ ગેલિયોનો ઉલ્લેખ થાય છે.

મ્યુઝિયમ અને મુખ્ય સંકુલમાં પ્રવેશ અલગ છે અને તેના પર ચાર્જ લાગે છે, બંનેમાં પ્રવેશ માટે ઘટેલા દરે ટિકિટથી પ્રવેશ મળે છે. તેમાં મ્યુઝિયમની બાજુમાં એક નાનકડું કાફે અને પોસ્ટ ઓફિસ છે. થોડે દૂર પૂર્વમાં અને મુખ્ય રસ્તાની દક્ષિણમાં અખાડો અને થોલોસ છે. તેમાં નિઃશૂલ્ક પ્રવેશ છે.

આ પણ જુઓફેરફાર કરો

 • ગ્રીક કળા

નોંધફેરફાર કરો

 1. http://whc.unesco.org/en/list/393.
 2. અંગ્રેજીમાં, નામ ડેલ્ફી નો ઉચ્ચાર /ˈdɛlfaɪ/ તરીકે અથા ગ્રીક જેવી રીતે /ˈdɛlfiː તરીકે કરવામાં આવે છે. ગ્રીસ જોડણી ટ્રાન્સલિટરેટ "ડેલ્ફોઇ" ("Delphoi") (ઓ (o) સાથે) કરે છે. તળપદી ભાષાના સ્વરૂપમાં બેલ્ફોઇ - એઓલિયન સ્વરૂપ, ડોલ્ફોઇ - ફોસિયન સ્વરૂપ તેમજ અન્ય ગ્રીક તળપદી ભાષાની વિવિધતાનો સમાવેશ થાય છે.
 3. હિમ ટુ પાયથિયાન એપોલો , l. 254–74: ટેલ્ફોઝા એપોલોને પાર્નાસસના વનન ખુલ્લા ભૂમિભાગની નીચે ક્રિસાના સ્થળ પર તેનું ઓરેકલ મંદિર બાંધવા ભલામણ કરે છે.
 4. બર્કર્ટ 1985, પાના. 61, 84.
 5. ફોન્ટેનરોઝ, જોસેફ, ધ ડેલ્ફિક ઓરાકલ: ઇટ્સ રીસ્પોન્સ એન્ડ ઓપરેશન્સ, વીથ કેટલોગ રીસ્પોન્સીસ (1978) પાના. 3-4. "તેની પ્રતિષ્ઠા એટલી બધી હતી કે ઈ.સ.પૂ. (B.C.)ના 500 વર્ષ બાદના મોટાભાગના હેલેનેસે તેનો પાયો વિશ્વના સૌથી પ્રથમ દિવસોમાં કરી દીધી હતી: "એપોલોએ કબજો લીધો તે પહેલાં, તેઓ જણાવે છે કે, ગી (પૃથ્વી) (ગૈયા ) અને તેની પુત્રી થેમીસ પાયથો ખાતે ભવિષ્યવાણી કરતા હતા. આ પરંપરાની તાકાત એટલી બધી છે કે અનેક ઇતિહાસકારો અને અન્ય લોકોએ એ વાત ઐતિહાસિક હકીકત તરીકે સ્વીકારવી પડી છે કે એરોપોનું સ્થાપન બન્યું તે પહેલાં ગી અને થેમીસ ભવિષ્યવાણી કરતા હતા હજુ પણ બીજા કોઈ પૂરાવાઓ નહીં પરંતુ માત્ર પુરાણકથા જ આ નિવેદનને ટેકો પૂરો પાડે છે. ડેલ્ફિક ઓરેકલના પ્રારંભના સૌ પ્રથમ પૂરાવાઓ આપણને હોમરીક હિમ ટુ એપોલો (281-374)ની વાર્તામાં મળે છે, એપોલોએ આવીને અહિંયાની એકમાત્ર રહેવાસી સ્ત્રી-ડ્રેગન પાયથોને હણી તે પહેલાં ઓરેકલ ન હતું. આ છઠ્ઠી સદીની ડેલ્ફિક પુરાણકથા હોય તેમ જણાય છે."
 6. ફર્નેલ લૂઇસ રીચાર્ડ, ધ કલ્ટ્સ ઓફ ધ ગ્રીક સ્ટેટ્સ, વોલ્યુમ-3, પેજ.8-10થી આગળ. "પૃથ્વી મૃતલોકોનું ઘર છે, તેથી પૃથ્વી-દેવી ભૂતિયા વિશ્વ પર સત્તા ધરાવે છે: સ્વપ્નોના આકરો, જે હંમેશા ભવિષ્યનું કથન કરે છે, કદાચ નીચેના વિશ્વથી ઉપર આવે છે, તેથી પૃથ્વી-દેવી કદાચ ઓરેકલ કાર્ય ગ્રહણ કરે, ખાસ કરીને ધારણ કરવાની પ્રક્રિયાથી , જેમાં સલાહકાર પવિત્ર કબર પર પોતાના કાન જમીન પર રાખીને સુવે છે. ગૈયા સાથે સંકળાયેલા આ પ્રકારના ખ્યાલો ડેલ્ફી, એથેન્સ અને આયેગીયા ખાતેના તેના સંપ્રદાયોના ઇતિહાસ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. તાજેતરમાં શોધી કાઢવામાં આવેલી કોતરણીમાં ડેલ્ફી ખાતે ગીના મંદિરનો ઉલ્લેખ છે... ગૈયાનો સવાલ છે ત્યાં સુધી, આપણે પણ તે સ્વીકારી શકીએ. પછીની ડેલ્ફિક ભવિષ્યવાણીઓના કેટલાક પાસાઓ અને પાયથનની વાર્તા દ્વારા પણ તેની પુષ્ટી થાય છે."
 7. ઓડિસી, VIII, 80
 8. પ્લેટો કાર્મિડ્સ 164ડી–165એ.
 9. હોજ, એ. ટ્રેવર. "ધ મિસ્ટ્રી ઓફ એપોલોસ ઇ એટ ડેલ્ફી," અમેરિકન જર્નલ ઓફ આર્કિયોલોજી , વોલ્યુમ 85, નંબર 1. (જાન્યુઆરી, 1981), પાના 83-84.
 10. પ્લેટો, પ્રોટાગોરસ 343એ-બી.
 11. એચ. પાર્કે અને ડી. વોર્મેલ, ધ ડેલ્ફીક ઓરેકલ , (બેસિલ બ્લેકવેલ, 1956), વોલ્યૂમ 1, પાના 387–389.
 12. પાર્કે અને વોર્મેલ, પાનું 389.
 13. સીએફ. સેફર્ટ, ડિક્શનરી ઓફ ક્લાસિક એન્ટિક્વિટીસ , "ડેલ્ફીક ઓરેકલ" પર લેખ
 14. જેમ્સ હોલ, એ હિસ્ટરી ઓફ આઇડીયાઝ એન્ડ ઇમેજીસ ઇન ઇટાલિયન આર્ટ , પાના 70–71, 1983, જોહન મુરે, લંડન, ISBN 0-7195-3971-4
 15. ગૂગલ બૂક્સ સ્ટેલ, ઇવા. પર્ફોર્મન્સ એન્ડ જેન્ડર ઇન એન્સીયન્ટ ગ્રીસ: નોનડ્રામાટિક પોએટ્રી ઇન ઇટ્સ સેટિંગ , પાનું 138, પ્રિન્સટન યુનિવર્સિટી પ્રેસ, 1996, ISBN 0-691-03617-9, 9780691036175
 16. રોધે, ઇ. (1925), "સાઇક: ધ કલ્ટ ઓફ સાઉલ્સ એન્ડ ધ બિલીફ ઇન ઇમોર્ટાલિટી એમોંગ ધ ગ્રીક્સ", ડબલ્યુ. બી. હિલીસ દ્વારા 8મી આવૃત્તિમાંથી અનુવાદ (લંડનઃ રુટલેજ અને કેગન પૌલ, 1925; રુટલેજ દ્વારા ફેરમુદ્રણ, 2000). પાનું 97.
 17. એન્ટ્રી: σμινθεύς એટ હેન્રી જ્યોર્જ લિડેલ, રોબર્ટ સ્કોટ, એ ગ્રીક ઇંગ્લિશ લેક્સિકન
 18. સ્પિલર, હેલ અને દી બોએર જુઓ (2000).
 19. John Roach (2001-08-14). "Delphic Oracle's Lips May Have Been Loosened by Gas Vapors". National Geographic. Retrieved March 8, 2007. Check date values in: |accessdate=, |date= (મદદ)
 20. ^ જુઓ ઉ.દા. [ ફીઅર્ન 2007, 182.
 21. હર્બર્ટ વિલિયમ પાર્ક, ધ ડેલ્ફિક ઓરેકલ , વોલ્યુમ-1, પેજ.3. "ડેલ્ફી અને તેના ઓરેકલની સ્થાપના નોંધવામાં આવેલા ઇતિહાસના સમય પહેલાં કરવામાં આવી છે. પ્રાચીન સત્તા દ્વારા તેની સ્થાપના અંગેના સ્પષ્ટ નિવેદનને શોધવું મૂર્ખામી છે, પરંતુ પૂર્વઐતિહાસિક પરંપરાના સીધાસાદા ઉલ્લેખની અપેક્ષા રાખી શકાય. હકીકતમાં આપણે તે શોધી રહ્યા નથી. હોમરીક હિમ ટુ એપોલો ના લેખક, યુમેનિડસ ની પ્રસ્તાવનામાં એસ્કલસ, અને ઇફિજેનિયા ઇન ટૌરીસ માં કોરસમાં યુરીપિડિસ. આ ત્રણેયના અહેવાલો, માત્ર સાદા અને પરંપરાગત હોવાને બદલે માત્ર પસંદગીના અને એકાકી ઝોક દર્શાવતા છે. તેઓ બીજા વ્યક્તિ સાથે મૂળભૂત રીતે અસંમત થાય છે, પરંતુ તેઓ પછીના ક્લાસિકલ સમયના પરંપરાગત વર્ણન અંગે ઉપરછલ્લી રીતે જોડાયેલા છે. પાર્ક જણાવે છે કે, આ અહેવાલ [યુરીપિડીસ] દર્શનિય રીતે પૂર્વઐતિહાસિક પરંપરાને શિષ્ટ રીતે પુનઉત્પન્ન કરે છે, જેને એચિલસે પોતાના હેતુ સિદ્ધ કરવા વિરોધ કરવો પડ્યો હતો, એ માન્યતા કે એપોલો ડેલ્ફીમાં આક્રમણ તરીકે આવ્યો હતો અને પૃથ્વી પર પહેલાંથી અસ્તિત્વમાં રહેલું ઓરેકલ તેને પોતાના માટે યોગ્ય જણાયું હતું. સાપને હણવું એ તેનું વિજયી કૃત્ય હતું જેણે તેનો કબજો સલામત કર્યો, તે હોમરિક હિમ માં જણાવ્યા પ્રમાણે આ સ્થળના સુધારાનું કાર્ય ન હતું. અન્ય તફાવત પણ નોંધપાત્ર છે. હોમરિક હિમ માં, આપણે જોયું તેમ, ડોડોનામાં જે રીતે ભવિષ્યવાણી કરવામાં આવતી હતી તે પદ્ધતિનો ઉલ્લેખ છે: પાંચમી સદીમાં લખી રહેલા એચિલસ અને યુરિપિડિસ બંને તેમના કાળમાં ડેલ્ફી ખાતે ઉપયોગમાં લેવામાં આવતી ભવિષ્યવાણીની શૈલી પૂર્વઐતિહાસિક કાળની હોવાનું જણાવે છે. તેમના તીપાઈ અને ભવિષ્યવાણીકર્તાની બેઠક અંગેના તેમના સંદર્ભ પણ એટલા જ અસ્પષ્ટ છે." છઠ્ઠા પાના પર આગળ જણાવે છે કે, "ડેલ્ફી ખાતેનું વધુ એક પુરાતત્વીય પાસું તે પૃથ્વી દેવી સાથે સંકળાયેલું હોવાનું જણાવે છે. તે ઓમ્ફાલોસ છે, જે ઇંડા-આકારનો પત્થર હતો, જેને ઐતિહાસિક સમયમાં મંદિરના ગર્ભગૃહમાં સૌથી અંદરના ભાગમાં રાખવામાં આવતો હતો. ક્લાસિકલ દંતકથાઓ જણાવે છે કે તે પૃથ્વીની નાભિ (ઓમ્ફાલોસ) અથવા કેન્દ્ર દર્શાવે છે અને તેનું વર્ણન કરતાં જણાવે છે કે આ જગ્યા ઝ્યુઅસે નક્કી કરી હતી જેણે બે ગરુડને પૃથ્વીની વિરોધી દિશામાં ઉડવા માટે છોડ્યા હતા, અને જે આ જ જગ્યાએ મળ્યા હતા. પેજ સાત પર તે આગળ લખે છે કે, "તેથી ડેલ્ફી મૂળભૂત રીતે પૃથ્વી દેવીની ઉપાસના માટે હતું જેને ગ્રીક લોકો ગી અથવા ગૈયા (પુરાણકથામાં) કહેતા હતા. થેમીસ, જેને આ પરંપરામાં પૃથ્વી સાથે તેની પુત્રી તરીકે અને ભાગીદાર અથવા વંશજ તરીકે સાંકળવામાં આવે છે, તે એક જ દેવતાનું બીજું સ્વરૂપ છે: આ ઓળખને એચિલસે અન્ય સંદર્ભમાં સ્વીકારી છે. આ બંનેની ઉપાસના, એક જ અથવા અલગ રીતે, એપોલો દ્વારા દૂર કરવામાં આવી હતી. તેનું મૂળ વિદ્વત્તાપૂર્ણ વિવાદનો વિષય છે: આપણા હેતુ માટે તેને હોમરિક હિમ માં રજૂ કરવામાં આવ્યો છે તે રીતે ઉત્તરીય આક્રમણખોર તરીકે ગણવો પૂરતો છે અને તેનું આગમન મેસિનિયન અને હેલેનિક સમયગાળાની વચ્ચેના અંધકારપૂર્ણ મધ્યાંતરમાં થયું હોવું જોઇએ. સંપ્રદાયની જગ્યા માટે તેના ગી સાથેના સંઘર્ષને સાપને હણવાની દંતકથામાં રજૂ કરવામાં આવ્યું છે."
 22. બાઉડેન, હગ, ક્લાસિકલ એથેન્સ એન્ડ ધ ડેલ્ફીક ઓરેકલ. ડિવાઇનેશન ડેમોક્રેસી . (કેમ્બ્રીજ: કેમ્બ્રીજ યુનિવર્સિટી પ્રેસ, 2005). ISBN 0-521-53081-4. સીએફ. પાનુ.14. "તેઓ રહસ્યમય ડેલ્ફિક સિબલ વિશે શીખી શકે છે, ઓરેકલની પરંપરાને લગતી ના હોય તેવી પૌરાણિક પયગંબર."
 23. ડેલ્ફી આર્કિયોલોજી સાઇટ, Ancient-Greece.org
 24. ૨૪.૦ ૨૪.૧ ૨૪.૨ ૨૪.૩ ડેલ્ફી ખાતે એપોલોના મંદિર, Ancient-Greece.org સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "b" defined multiple times with different content
 25. ૨૫.૦ ૨૫.૧ ટ્રુડી રિંગ, રોબર્ટ એમ. સોલ્કિન, શેરોન લા બોડ, ઇન્ટરનેશનલ ડિક્શનરી ઓફ હિસ્ટોરિક પ્લેસિસ: સધર્ન યુરોપ ; પાનું 185; [૧]
 26. ૨૬.૦ ૨૬.૧ ૨૬.૨ ૨૬.૩ ૨૬.૪ ડેલ્ફી, હેલેનિક મિનિસ્ટ્રી ઓફ કલ્ચર.
 27. ડેલ્ફી સ્ટેડિયમ Ancient-Greece.org.
 28. (જુઓલિંક)

સંદર્ભોફેરફાર કરો

વધુ વાંચનફેરફાર કરો

 • મોર્ગન, કેથરિન, એથલિટ્સ એન્ડ ઓરેકલ્સ: ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ઓલિમ્પિયા એન્ડ ડેલ્ફી ઇન ધ એઇટ્થ સેન્ચ્યુરી બીસી , કેમ્બ્રીજ [ઇંગ્લેન્ડ] ; ન્યૂ યોર્ક: કેમ્બ્રીજ યુનિવર્સિટી પ્રેસ, 1990. આઇએસબીએન 0521374510
 • ટેમ્પલ, રોબર્ડ, "ફેબલ્સ, રિડલ્સ એન્ડ મિસ્ટ્રીઝ ઓફ ડેલ્ફી", પ્રોસિડિંગ્સ ઓફ ફોર્થ ફિલોસોફિકલ મિટીંગ ઓન કન્ટેમ્પરરી પ્રોબ્લેમ્સ , નંબર 4, 1999 (એથેન્સ, ગ્રીસ) ગ્રીક અને અંગ્રેજીમાં

બાહ્ય કડીઓફેરફાર કરો

સામાન્યફેરફાર કરો

ડેલ્ફીનું ભૂસ્તરશાસ્ત્રફેરફાર કરો