પ્લેટો (Greek: Πλάτων, Plátōn, "broad")[૧] (૪૨૮/૪૨૭ ઈ.સ. પૂર્વે - ૩૪૮/૩૪૭ BC), તત્ત્વચિંતક હતા. તેઓ સોક્રેટિસના શીષ્ય અને એરિસ્ટોટલના ગુરુ હતાં. પશ્ચિમ જગતમાં ઉચ્ચ અભ્યાસ માટેની પ્રથમ સંસ્થા પ્લેટોનિક એકેડમિની તેમને સ્થાપના કરી હતી. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના ઈતિહાસ પર પ્લેટોની અસાધારણ અસર પડી હતી.

પ્લેટો
Head Platon Glyptothek Munich 548.jpg
માતાPerictione
પિતાAriston of Athens
જન્મΑριστοκλής Edit this on Wikidata
૭ મે ૪૨૭ BC Edit this on Wikidata
Classical Athens (Delian League) Edit this on Wikidata
મૃત્યુ૩૪૭ BC Edit this on Wikidata
વ્યવસાયતત્વજ્ઞાની, કવિ&Nbsp;Edit this on Wikidata
કાર્યોCrito, Euthyphro, Phaedo, Euthydemus, Protagoras, Timaeus, Gorgias, Meno, Apology, Charmides, Clitophon, Cratylus, Critias, Epinomis, Eryxias, First Alcibiades, Hipparchus, Hippias Major, Hippias Minor, Ion, Laches, Laws, Lysis, Menexenus, Minos, Parmenides, Phaedrus, The Republic, Philebus, Second Alcibiades, Sisyphus, Sophist, Statesman, Symposium, Theages, Rival Lovers, Theaetetus, Epistles Edit this on Wikidata
કુટુંબPotone, Adeimantus of Collytus, Glaucon, Antiphon Edit this on Wikidata

જીવનફેરફાર કરો

 
રફાયેલે દોરેલ ચિત્ર ધ સ્કૂલ ઑફ ઍથેન્સમાં ર્દષ્ટિમાન પ્લેટો (ડાબે) અને તેમના શિષ્ય એરિસ્ટોટલ (જમણે)

પ્લેટોનો જન્મ એટિકાના દરિયાકિનારે આવેલા એજિના નામના ટાપુમાં ઈ. સ. પૂર્વે ૪૨૮ અથવા ૪૨૭માં ગ્રીસમાં થયો હતો. તેમના પિતાનું નામ એરિસ્ટોન અને માતામું નામ પૅરિક્ટીઓન હતુ, તથા તે બંને એથેન્સવાસી હતા. પ્લેટોને બે મોટાભાઈ અને એક મોટા બહેન હતાં. પ્લેટોની બે-ત્રણ વર્ષની ઉંમરે તેમના પિતા એરિસ્ટોનનું અવસાન થતાં, માતા પૅરિક્ટીઓને પાયરીલેમ્પ્સ નામના રાજપુરુષ સાથે પુરર્લગ્ન કર્યું હતું. પ્લેટોના પૂર્વજોએ એથેન્સના રાજકારણમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. પ્લેટોનું મૂળ નામ તેમના દાદા એરિસ્ટોક્લીઝના નામ પરથી રાખવામાં આવ્યું હતું, પરંતુ પ્લેટો નામ તેમના દેખાવ પરથી પાડવામાં આવ્યું હતું. વિશાળ છાતી, ખભા અને વિશાળ લલાટ હોવાને લીધે પ્લેટો (Plato = વિશાળ) એવા નામે તેમને બોલાવવામાં આવતા હતા. તેથી આ જ હુલામણું નામ આખરે કાયમી બની ગયું.[૨]

મૃત્યુફેરફાર કરો

પ્લેટોના મૃત્યુ અંગે ઘણા એકથી વધુ મતમતાંતરો પ્રવર્તે છે. એવું માનવામાં આવે છે કે પ્લેટો ૮૦ વર્ષની ઉંમરે પોતાના મિત્રના લગ્ન સમારંભમાં હાજરી આપવા ગયા ત્યારે ત્યાં જ તેમનું ઈ.સ. પૂર્વે ૩૪૭ અથવા ૩૪૮માં અવસાન થયું.[૨]

તત્ત્વજ્ઞાનફેરફાર કરો

 
કવિ કાન્ત દ્વારા અનુવાદિત પ્લેટોનું પુસ્તક ફીડ્રસ

પ્લેટોના પુરોગામીઓએ કોઈ પણ એક સમસ્યા વિશે ચિંતન કરવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જ્યારે પ્લેટોએ લગભગ દરેક સમસ્યાને પોતાના ચિંતનમાં આવરી લીધી હતી. પ્રાચિન તત્ત્વચિંતકો પૈકી માયલેશિયન સંપ્રદાયના અનુયાયીઓએ સૃષ્ટિના ભૌતિક તત્ત્વના બંધારણ અંગે ચિંતન કર્યું પરંતુ નીતિશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો અંગે કંઈ જ વિચાર્યુણ્ નહિ. એ જ રીતે એલિયાટિક સંપ્રદાયના અનુયાયીઓએ અંતિમ સત્ તત્ત્વની અપરિવર્તનશીલતા અને એકત્વને સાબિત કરતી દલીલો આપવામાં જ રસ દાખવ્યો. જ્યારે સામે પક્ષે હેરક્લાયટસ અને પાયથાગોરિયન સંપ્રદાયના અનુયાયીઓએ વિવિધતા અને પરિવર્તનને જ અંતિમ સત્ તત્ત્વ ગણ્યું. સોફિસ્ટો અને સોક્રેટિસે ભૌતિક જગત અંગે રસ ન દાખવતાં નૈતિક ચિંતન પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ પ્લેટોએ તત્ત્વચિંતનની એક યા બીજી શાખા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આ વિવિધ વિચારપ્રવાહોને આવરી લેતી એક સુસંકલિત વિચારધારા રજૂ કરી. આથી પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના ઈતિહાસ પર પ્લેટોની અસાધારણ અસર પડી.[૨]

પ્લેટોના તત્ત્વજ્ઞાનને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય: વિચારશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર. વિચારશાસ્ત્રમાં જગતના અંતિમ તત્ત્વના સ્વરૂપ સંબંધી ચર્ચા જ્ઞાનમીમાંસાની ર્દષ્ટિએ કરવામાં આવી છે, જ્યારે ભૌતિકશાસ્ત્રમાં ભૌતિક જગતનાં સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે. આત્માનું સ્થળમાં સ્થાનાંતર થયું હોવાથી રાજ્યના નાગરિકે પોતાનાં કર્તવ્યો કેવી રીતે બજાવવાં તે સંબંધી નૈતિક પ્રશ્નોની ચર્ચા નીતિશાસ્ત્રમાં કરવામાં આવી છે. પ્લેટોનું સમગ્ર ચિંતન ઈશ્વર અને જગત, શરીર અને આત્મા, તેમજ મન અને ભૌતિક તત્ત્વ વચ્ચેના દ્રૈતવાદ ઉપર આધારિત છે.[૨]

પ્લેટોએ લખેલા વિચારો 'ડાયલોગ્સ' (સંવાદો) નામે ઓળખાય છે. આ ડાયલોગ્સ લોકભોગ્ય ભાષામાં લખાયેલા છે. પ્લેટોના લખેલા બધાં જ ડાયલોગ્સમાંથી રિપબ્લિક ને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. રિપબ્લિકમાં પ્લેટોએ ધર્મ, આચાર, નીતિ, શિક્ષણ, રાજકારણ, અધ્યાત્મશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્ય, રાજ્યનાં સ્વરૂપો અને લક્ષણો, સરમુખત્યારી, ટોળાશાહી, સાચી લોકશાહી, સામ્યવાદ, આધુનિકતા ઈત્યાદિ અનેક વિષયો પરનાં પોતાના મંતવ્યો રજૂ કર્યા છે.[૩]

વધુ વાચનફેરફાર કરો

  • પાઠક, પ્રાણજીવન વિશ્વનાથ (૧૯૬૪). પ્લેટોનું આદર્શ નગર (રિપબ્લિકનો ગુજરાતી અનુવાદ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિદ્યાસભા. Check date values in: |year= (મદદ)
  • પટેલ, નરસિંહભાઈ બી. (૨૦૧૭). પ્લેટોનું રિપબ્લિક (ચોથી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય. ISBN 978-93-85344-97-8. Check date values in: |year= (મદદ)
  • શુક્લ, ચન્દ્રવદન (૧૯૬૯). તત્ત્વજ્ઞાન અને તત્ત્વજ્ઞાનીઓ. મુંબઈ: વિભૂતી પ્રકાશન. p. ૧૫૦. Check date values in: |year= (મદદ)

સંદર્ભોફેરફાર કરો

  1. Diogenes Laertius 3.4; p. 21, David Sedley, Plato's Cratylus, Cambridge University Press 2003
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ પટેલ, નરસિંહભાઈ બી. (૨૦૧૭). પ્લેટોનું રિપબ્લિક (ચોથી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય. pp. ૨-૧૦. ISBN 978-93-85344-97-8. Check date values in: |year= (મદદ)
  3. શુક્લ, ચન્દ્રવદન (૧૯૬૯). તત્ત્વજ્ઞાન અને તત્ત્વજ્ઞાનીઓ. મુંબઈ: વિભૂતી પ્રકાશન. p. ૧૫૦. Check date values in: |year= (મદદ)

બાહ્ય કડીઓફેરફાર કરો