ડૉ. પંકજ નરમ (૪ મે ૧૯૫૫, મુંબઈ - ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૦[૧]) ભારતીય આયુર્વેદિક ડોક્ટર હતા.[૨]

જીવન અને કામ ફેરફાર કરો

 
ડો.પંકજ નરમ

ડૉ. પંકજ નરમે મુંબઈ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેમણે આયુર્વેદિક તબીબી શાખામાં વિવિધ પદવીઓ મેળવી છે અને સાથે જ તેઓ ફિઝિશ્યન તરીકે ‘મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસીન’માં પણ નોંધણી ધરાવતા હતા. ત્યાર બાદ તેઓ આયુર્વેદ ફિઝિશ્યન અને ચિકિત્સક બાબા રામદાસ ની આધુનિક જૂની ઉપચાર પદ્ધતિઓ જેવી કે નાજી દ્વારા નાડી નિદાન પણ શીખ્યા.

ડૉ. નરમ વર્ષ ૧૯૮૭ થી ૨૦૧૨ સુધી મુંબઈમાં આયુશક્તિ આયુર્વેદના નિયામક હતા.[૩] તેઓ ‘એન્શિયન્ટ યુથ સિક્રેટ’, પારંપારિક હર્બલ પ્રોડક્ટના ઉત્પાદક કંપનીના સ્થાપન અને નિયામક છે. સ્વતંત્ર ધોરણે વૈજ્ઞાનિક સંશોધન ‘આયુર્વેદ ચિકિત્સામાં ઉપયોગમાં લેવાતી દવાની અસરકારકતા’ પર અભ્યાસ કર્યો હતો.[૪]

તેઓને તેમના પ્રોગ્રામ ‘યોગા ફોર યુ’ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓળખ મળી જેમાં વર્ષ ૨૦૦૮ થી માંડીને આજ સુધી ૧૬૯ દેશોમાં ૩૦૦૦ થી વધુ હપ્તાઓ ઝી ટીવી પર પ્રદર્શિત થઈ ચૂક્યા છે.[૫][૬] વર્ષ ૨૦૧૬ થી કાર્યક્રમ ‘એન્શિયન્ટ હિલિંગ’ એ ટીવી સ્ટેશન કલર્સ ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.[૭] બન્ને કાર્યક્રમમાં ડો. નરમ આહાર, જીવનશૈલી અને પારંપારિક ઘરેલુ ઉપચાર આધારિત સ્વાસ્થ્યવર્ધક ટીપ્સ આપતા હતા.

૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ ના આંતકવાદી હુમલા બાદ, ડો. નરમને વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં કામ કરતાં મદદ કરનારા અને બચાવનારા લોકો જેઓને ધુમાડા અને ઝેરીલા ગેસને કારણે સ્વાસ્થ્યને નુકસાન પહોંચ્યુ હતું તેમને આયુર્વેદિક ચિકિત્સા અને ઉપચાર આપ્યો . આ બદલ ડો. નરમને ન્યુ જર્સી સાંસદ તકફથી ‘હ્યુમેનેટેરિયન ઓફ ધ યેર’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૮][૯]

વર્ષ ૨૦૧૭માં ડો. નરમ બર્લિનની સ્ટેનબિસ યુનિવર્સિટી (એસએચ) ‘સ્ટેન્બિસ ટ્રાન્સફર ઈન્સ્ટિટ્યુટ હેલ્થ કોમ્પિટેન્સ’ અને ‘હેલ્થ એજ્યુકેશન’માં ભણાવતા હતા.[૧૦]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Renowned Mumbai Ayurveda master Pankaj Naram passes away". Outlook (અંગ્રેજીમાં). મેળવેલ 2021-12-15.
  2. LLC, Revolvy,. ""Indira Gandhi Priyadarshini Award" on Revolvy.com". www.revolvy.com (અંગ્રેજીમાં). મેળવેલ ૨૧ જૂન ૨૦૧૭.CS1 maint: extra punctuation (link)
  3. [૧] સંગ્રહિત ૨૦૧૭-૦૫-૨૬ ના રોજ વેબેક મશિન આયુશક્તિ આયુર્વેદ
  4. [૨] સંગ્રહિત ૨૦૧૬-૦૧-૧૬ ના રોજ વેબેક મશિન એન્શિયન્ટ યુથ સિક્રેટ
  5. [૩] યોગા ફોર યુ
  6. [૪] જાસ્પર જેકસન -The Guardian, July 29, 2015 , retrieved March 24, 2017 (English).
  7. [૫]એન્સીયેન્ટ હીલિંગ. IMDb, which was released on 24 March 2017 (English)
  8. JJ Dahl, K. Falk: Ayurvedic herbal supplements as an antidote to 9/11 toxicity. In: Alternative therapies in health and medicine. Vol. 14, No. 1, 2008 Jan-Feb, pp
  9. [૬] NJ legislature honors Dr Pankaj Naram.
  10. "Certification program | Ancient Traditions of Healing: Siddha Veda & Dr. Pankaj Naram +++ Start of seminar stage in Berlin: 28th & 29th April 2017 +++ – Steinbeis Institute of Health Competence". health-competence.com (અંગ્રેજીમાં). મેળવેલ ૨૧ જૂન ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]