ડૉ. આઇ. જી. પટેલ

ભારતીય અર્થશાસ્ત્રી

ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઈ પટેલ (૧૧મી નવેમ્બર ૧૯૨૪, સુણાવ[૩] - ૧૭મી જુલાઈ ૨૦૦૫, ન્યુ યોર્ક),[૪][૫] જેઓ આઇ. જી. પટેલ તરીકે વધુ જાણીતા હતા, ભારતીય અર્થશાસ્ત્રી અને સનદી અધિકારી હતા. તેઓ ૧ ડિસેમ્બર ૧૯૭૭ થી ૧૫ સપ્ટેમ્બર ૧૯૮૨ સુધી રીઝર્વ બેંકના ગવર્નર રહ્યા હતા.[૬]

ઇન્દ્રપ્રસાદ ગોરધનભાઇ.પટેલ
આઇ.જી.પટેલ, ૧૯૮૪
૯મા ડિરેક્ટર લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સ
પદ પર
૧૯૮૪ – ૧૯૯૦
પુરોગામીરાલ્ફ ડાહરેન્ડોર્ફ
અનુગામીજ્હોન એશવર્થ
૧૪મા ગવર્નર, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
પદ પર
૧ ડિસેમ્બર ૧૯૭૭ – ૧૫ સપ્ટેમ્બર ૧૯૮૨
પુરોગામીએમ. નરસિંહમ
અનુગામીમનમોહન સિંહ
ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર ઓફ યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ
પદ પર
૧૯૭૨ – ૧૯૭૭
રજા મુખ્ય આર્થિક સલાહકાર, ભારત સરકાર
પદ પર
૧૯૬૫–૧૯૬૭
પદ પર
૧૯૬૧–૧૯૬૩
અંગત વિગતો
જન્મ(1924-11-11)11 November 1924
મૃત્યુ17 July 2005(2005-07-17) (ઉંમર 80)
ન્યુ યોર્ક
જીવનસાથીઅલકનંદા પટેલ
માતૃ શિક્ષણસંસ્થાયુનિવર્સિટી ઓફ મુંબઈ
યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ (પીએચ.ડી.), મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય
વ્યવસાયઅર્થશાસ્ત્રી
ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસ[૧][૨]
સહી

શિક્ષણ ફેરફાર કરો

ડો.પટેલે તે સમયની મેટ્રીક્લેશન પરિક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. ત્યારબાદ તેઓએ મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્રમાં બી.એ.ની પદવી મેળવી હતી. આ ઉપરાંત કેમ્બ્રીજ વિશ્વવિદ્યાલયની કિંગ્સ કોલેજમાંથી ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી મેળવી હતી.

કારકિર્દી ફેરફાર કરો

૧૯૪૯માં વિદેશમાં અભ્યાસ પુર્ણ કર્યા બાદ તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રના પ્રાદયાપક તરીકે જોડાયા હતાં અને બાદમાં આચાર્યનો હોદ્દો સંભાળ્યો હતો. ૧૯૫૦ની સાલમાં તેઓ એડુઆર્ડો બર્નસ્ટેનનાં આગ્રહથી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડમાં સલાહકાર રુપે જોડાયા હતાં અને પાંચ વરસ સુધી સેવાઓ આપી હતી.ત્યાર બાદ તેઓ ભારત સરકારની ઈકોનોમીક સેવામાં જોડાયા હતાં અને નાંણા મંત્રાલયમાં સેક્રેટરીનો હોદો સંભાળ્યો હતો અને ૧૮ વરસ સુધી વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતાં. ૧૯૭૨ની સાલમાં યુનોના ડેવલેપમેન્ટ પ્રોગ્રામમાં ઉપનિયામક નિમાયા હતાં અને ૫ વરસ સુધી પોતાની સેવાઓ આપી હતી. ૧૯૮૨ની સાલમાં રિઝર્વ બેંકના ગવર્નર પદેથી નિવ્રુત્ત થઈને અમદાવાદ સ્થીત આઈ.આઈ.એમ સંસ્થાના ડિરેક્ટર નિમાયા હતાં. ૧૯૮૪માં પ્રતિષ્ઠીત લંડન સ્કુલ ઓફ ઈકોનોમીક્સમાં ડિરેક્ટરની નિમણૂંક પામનાર સૌપ્રથમ ભારતીય હતા.

રિઝર્વ બેંકનાં ગવર્નર ફેરફાર કરો

૧ડિસેમ્બર ૧૯૭૭થી ૧૫ સપ્ટેમ્બર ૧૯૮૨ સુધી તેઓએ ભારતની રિઝર્વ બેંકના ગવર્નરનો હોદ્દો સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમ્યાન ભારતીય ચલણની ૧૦૦૦,૫૦૦૦ અને ૧૦૦૦૦ રુપીયાની નોટો વિમુદ્રિકરણ દ્વારા પાછી ખેચવામાં આવી હતી.તેઓની સેવાઓ ની કદર રુપે તેઓને ભારત સરકાર દ્વારા ૧૯૯૧માં પદ્મવિભૂષણનો ઈલ્કાબ અર્પણ કરયો હતો.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Modi and economics". Business Standard. મેળવેલ 23 December 2016.
  2. "Obituary: Dr I.G. Patel". Financial Times. મેળવેલ 23 December 2016.
  3. "પટેલ, આઈ. જી. – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2022-01-25.
  4. "I. G. Patel Economic statesman and Director of LSE". The Independent. 2005-07-20. મેળવેલ 2008-09-15.
  5. Dr Indraprasad Gordhanbhai Patel (1924-2005) સંગ્રહિત ૨૨ જુલાઇ ૨૦૧૩ ના રોજ વેબેક મશિન London School of Economics and Political Science Retrieved 9 August 2013
  6. "List of Governors". Reserve Bank of India. મૂળ માંથી 16 સપ્ટેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 8 ડિસેમ્બર 2006.

બાહ્ય કડીઓ ફેરફાર કરો