ડોડાબેટ્ટા (તમિળ: தொட்டபெட்டா) એ નીલગિરિ પર્વત માળાનો ૨,૬૩૭ મીટર (૮,૬૫૦ ફીટ) ઊંચાઇ ધરાવતો સૌથી ઊંચો પર્વત છે. તેના શિખરની આજુબાજુ અભ્યારણ આવેલું છે. તે તમિલનાડુના નીલગિરિ જિલ્લામાં ઊટી-કોટાગિરી માર્ગ પર ઊટીથી ૯ કિમીના અંતરે આવેલો છે. શિખર સુધી માર્ગ હોવાને કારણે તે લોકપ્રિય પર્યટન સ્થળ છે. દક્ષિણ ભારતમાં અનામુડી અને મેસાપુલિમાલા પછી ત્રીજું ઊંચું શિખર છે.

ડોડાબેટ્ટા
Telescope House at the summit of Doda Betta
શિખર માહિતી
ઉંચાઇ2,637 m (8,652 ft) []
મુખ્ય ઉંચાઇ2,256 m (7,402 ft) []
યાદીઉચ્ચ
અક્ષાંસ-રેખાંશ11°24′08.7″N 76°44′12.2″E / 11.402417°N 76.736722°E / 11.402417; 76.736722[]
ભૂગોળ
ડોડાબેટ્ટા is located in Tamil Nadu
ડોડાબેટ્ટા
ડોડાબેટ્ટા
તમિલનાડુમાં ડોડાબેટ્ટાનું સ્થાન
સ્થાનઉદ્ગામંડલમ, નીલગિરિ જિલ્લો, તમિલનાડુ, ભારત
પિતૃ પર્વતમાળાનીલગિરિ
આરોહણ
સૌથી સહેલો રસ્તોડોડાબેટ્ટા રોડ
ડોડાબેટ્ટા વિસ્તારનો નકશો

ડોડાબેટ્ટા નામ બડાગા ભાષામાંથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ મોટો પર્વત થાય છે.

વિશેષતા

ફેરફાર કરો

હેકુબા(૨૩૭૫ મીટર), કાટ્ટાદાદુ (૨૪૧૮ મીટર) અને કુલકુડી (૨૪૩૯ મીટર) આ ત્રણ શિખરો ડોડાબેટ્ટાની પશ્ચિમે ઉડામાન્ડાલમ નજીક આવેલા છે.

વનસ્પતિ

ફેરફાર કરો

ડોડાબેટ્ટાની નજીકનો વિસ્તાર જંગલથી ઘેરાયેલો છે. તેના ઢોળાવો વનસ્પતિઓથી ઘેરાયેલા છે.[][]

ટેલિસ્કોપ હાઉસ

ફેરફાર કરો

ડોડાબેટ્ટાની ટોચ પર એક વેધશાળા આવેલી છે, જેમાં બે ટેલિસ્કોપ આવેલા છે, જેનાં વડે આખા જિલ્લાનો દૂરસ્થ દેખાવ જોઇ શકાય છે. તે જૂન ૧૮, ૧૯૮૩ના રોજ ખૂલ્લાં મૂકવામાં આવ્યા હતા અને તમિલ નાડુ ટુરિઝમ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (TTDC) દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. ૨૦૦૧-૨૦૦૨ના વર્ષ દરમિયાન દરરોજ ૩૫૦૦ વ્યક્તિઓએ આનો લાભ લીધો હતો. સામાન્ય દિવસોમાં સરેરાશ ૭૦૦ વ્યક્તિઓ આનો લાભ લે છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Southern Indian Subcontinent: 4 Mountain Summits with Prominence of 1,500 meters or greater". Peaklist.org. મેળવેલ ૨૪ નવેમ્બર ૨૦૧૧.
  2. PLACES OF INTEREST, retrieved 8/31/2007 DODDA BETTA
  3. District Administration, Nilgiris (8/20/2007) National Informatics Centre, Nilgiris, retrieved 8/31/2007 Hills and Peaks સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન
  4. District Administration, Nilgiris (8/20/2007) National Informatics Centre, Nilgiris, OOTY / UDHAGAI / UDHAGAMANDALAM / OOTACAMUND, retrieved 8/17/2007 DODDABETTA: સંગ્રહિત ૨૦૧૧-૦૧-૧૪ ના રોજ વેબેક મશિન

બાહ્ય કડીઓ

ફેરફાર કરો