ઢાંચાની ચર્ચા:ભૂલશુદ્ધિ

ઢાંચાને સુરક્ષિત કરવા માટે નિવેદન ફેરફાર કરો

અા પાયાગત ઢાંચો હોવાથી અનામી સદસ્યો દ્વારા થતાં કોઈ પણ ફેરફારથી અનેક લેખોને અસર પડી શકે છે. અા કોઇ લેખ ન હોય અને હાલના તબક્કે ઢાંચો યોગ્ય રીતે કામ કરતો હોય તેમાં વધુ યોગદાનની અાવશ્યક્તા નહિવત છે. છતાં પ્રબંધકો જરૂરી ચકાસણી કરી જરુર લાગે તો ફેરફાર કરી અન્ય સંપાદનો રોકવા ઢાંચાને સુરક્ષિત કરવા વિનંતી. ભવિષ્યમાં જરૂર જણાય તો સભ્યો ચર્ચા પાને ફેરફાર સૂચવી શકશે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૧:૨૨, ૧૪ ઓકટોબર ૨૦૧૫ (IST)

યોગેશભાઈ, હા, આને સુરક્ષિત કરવાનું સુચન આવકાર્ય છે. સુરક્ષિત કરું એ પહેલા, એક વાત કે જે આપણા ભટ્ટભાઈએ ધ્યાને દોરી હતી તે, "ભાષાના સર્વમાન્ય સાર્થ જોડણીકોશ" સંદર્ભે. સાર્થ જોડણીકોશ સર્વમાન્ય તો કદાચ ન ગણાવી શકીએ, કેમકે ઊંઝા જોડણી વાળાઓ એને માન્ય ગણતા નથી. તો આપણે સર્વમાન્યને બદલે કાંઈક બીજું લખી શકીએ, અથવા તો એનો ઉલ્લેખ ટાળી શકીએ તો સારું. સાથે સાથે અન્ય એક વાત કે કેટલીક જોડણીઓ સાર્થ જોડણીકોશની છેલ્લી આવૃત્તિમાં પણ ખોટી છે, તો ભવિષ્યમાં કોઈ દલિલબાજીમાં ન ઉતરવું પડે એ રીતે આ ઢાંચાનું લખાણ રાખીએ તો સારું રહેશે. આપના સુઝાવો આપશો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૭, ૧૪ ઓકટોબર ૨૦૧૫ (IST)
@ધવલભાઇ,ભટ્ટભાઈ, ચર્ચા માટે અાભાર :-)) સર્વમાન્ય શબ્દના સ્થાને 'ગુજરાતી ભાષાના માન્ય સાર્થ જોડણીકોશ અેમ પણ લખી શકાય. (માત્ર માહિતી માટે જણાવું કે જોડણીકોષ[૧]પણ માન્ય છે.) ઊંઝા જોડણીના ભૂવા ધૂણે તો છે પણ અેવી જોડણી માન્ય ગણાતી નથી. અાપણે ઊંઝા જોડણી રાખવી છે કે સાર્થ ? તે વિશે અભિપ્રાય અાવકાર્ય છે. જો ઊંઝા ન રાખવી હોય તો સાર્થ જોડણીકોશ મુજબની જ જોડણી છે. જે તે સમયે રાષ્ટ્રપિતા ગાંધીજીએ જોડણી નક્કી કરીને સાર્થ જોડણીકોશ બહાર પાડીને અાથી હવે કોઇને સ્વતંત્ર જોડણી કરવાનો અધિકાર નથી તેમ સ્વહસ્તે લખ્યું છે. જોડણી કઇ સાચી કે ખોટી તે નક્કી કરવાનું માધ્યમ સાર્થ જોડણી જ છે. કોઈ કહે કે બીજા ઘણા કોશ છે, પણ તે સ્વતંત્ર જોડણી ન કરતાં સાર્થ મુજબ જોડણી કરે છે. સાર્થની છેલ્લી અાવૃત્તિમાં અમુક જોડણી ભૂલ ભરેલી છે પણ તેના સુધારાને અવકાશ છે જ તેથી સાર્થ જોડણી અમાન્ય બની જતી નથી અને તે અમાન્ય ગણીએ તો ઊંઝા સિવાય કોઇ વિકલ્પ નથી !!--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૭:૫૦, ૧૪ ઓકટોબર ૨૦૧૫ (IST)
યોગેશભાઈ, ઊઝાને અહિં વિકિપીડિયામાં અપનાવવાનો તો સવાલ જ નથી અને નથી પ્રશ્ન સાર્થ જોડણીકોશની અગત્યતાનો. પ્રશ્ન ફક્ત છે પાણીમાંથી પોરા કાઢતા લોકોનો. જો આપણે સાર્થ જોડણીકોશ એમ લખીએ તો એની કોઈ પણ આવૃત્તિમાં ભૂલથી રહી ગયેલી ખોટી જોડણીને પણ આપને સ્વીકારવી પડે, જે સાચું ન કહેવાય અને વળી દરેક વખતે એ લાંબી ચર્ચામાં ઉતરવું પણ પડે. એ કારણે જ આ ચર્ચા શરુ કરી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૧, ૧૪ ઓકટોબર ૨૦૧૫ (IST)
હા ધવલભાઇ અે વાત અેકદમ સાચી છે. ઢાંચામાં ગુજરાતી ભાષાની માન્ય જોડણી મુજબ અેમ જ લખીએ જેથી પાદમાંથી પૂરા કાઢનારાઓ સાથે તકરારમાં ઊતરવું ન પડે. બીજું કે લેખોમાં સુધારવા છતાં ભૂલો રહેવાની શક્યતા છે ત્યારે પણ પૂરા કાઢનારા ટાંગ ખેંચે તેમ છે. કોઈ ગુગલ પરિણામો રજૂ કરે કે અમુક જોડણી વધું વપરાશમાં છે. અા સંજોગોમાં માન્ય જોડણી સાર્થ જોડણીકોશે નક્કી કરી છે તે જ ગણીએને ? ભલે ઢાંચામાં સાર્થનો ઉલ્લેખ ન કરીએ પણ સાર્થ મુજબ જ જોડણી કરવી તેવો નિયમ નથી તેમ કહીને પૂરા કાઢનારાં પરેશાન ન કરે તે માટે અા માટે પણ સ્પષ્ટ વલણ જરુરી લાગે છે. માર્ગદર્શન અાપશો.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૦:૧૪, ૧૪ ઓકટોબર ૨૦૧૫ (IST)

સંદર્ભો ફેરફાર કરો

Return to "ભૂલશુદ્ધિ" page.