ઑડિશા કે ઓરિસ્સા ભારતના પૂર્વ કાંઠે આવેલું રાજ્ય છે.

ઑડિશાની સીમાએ ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ આવેલા છે. તેનું પાટનગર ભુવનેશ્વર છે. ઑડિશા તેની પૂર્વ તરફ ૪૮૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે. ઑડિશા રાજ્ય તેમાં આવેલા મંદિરો માટે જાણીતું છે, ખાસ કરીને પુરી અને કોણાર્કમાં આવેલા મંદીરો વિશ્વવિખ્યાત છે. પ્રાચીન કાળમાં આ રાજ્ય કલિંગ રાજ્ય તરીકે જાણીતું હતું. ઈ.સ. પૂર્વે ૨૬૧માં મૌર્ય કુળના રાજા સમ્રાટ અશોકે આ રાજ્ય પર ચઢાઈ કરી હતી અને અહીં ઐતિહાસિક કલિંગનું યુદ્ધ ખેલાયું હતું. અર્વાચિન ઑડિશા રાજ્યની સ્થાપના ૧ એપ્રિલ ૧૯૩૬ના બ્રિટિશ શાસિત ભારતમાં થઈ હતી.

(આગળ વાંચો...)

અથવા બધા ઉમદા લેખો જોઈ જુઓ.