ભાઈશ્રી/બહેનશ્રી,
આપે તાજેતરમાં કરેલાં આ ફેરફારો માટે આપનો આભાર. કદાચ આપ જો આ સ્થાયી (સ્ટૅટીક) આઇ.પી. એડ્રેસ સ્ટૅટિક વાપરતા હશો તો તમને મારો આ સંદેશો જોવા મળશે, મેં નોંધ્યું છે કે તમે ઘણા સારા ફેરફાર કરી રહ્યાં છો. માટે આપને એક સુચન કરવું હતું કે, જો શક્ય હોય તો આપ પોતાનું એક ખાતું ખોલીને વિધિવત ફેરફારો કરવાનું રાખો તો સારૂં. ખાતું ખોલવાથી ફાયદો એ છે કે તમે આ એકજ કોમ્પ્યૂટર સિવાય અન્ય કોઇ પણ કોમ્પ્યૂટર પરથી વિકિપીડીયા વાપરશો તો પણ પોતે કરેલા ફેરફારો ઉપર તમે નજર રાખી શકશો, આ ઉપરાંત મારા જેવા અન્ય સભ્યોએ તમારો સંપર્ક કરવો હોય તો પણ અમને સરળતા રહેશે તથા આપ પણ ચોતરા પર કે અન્ય જગ્યાઓએ ચર્ચામાં વધુ સક્રિય પણે ભાગ લઇ શકશો.
વિચારી જુઓ અને યોગ્ય લાગે તો અમલમાં મુકો.