તત્વમસિ લેખક ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલી અને ૧૯૯૮માં પ્રકાશિત થયેલી ગુજરાતી નવલકથા છે.[૧] આ નવલકથા માટે ૨૦૦૨માં તેઓને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.

શીર્ષક ફેરફાર કરો

'તત્વમસિ' એ ચાર ઉપનિષદીય મહાવાક્યોમાંંનું એક છે. તેના વિશેનો ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદમાં (૬.૮.૭) આવે છે અને શબ્દનો સંધિ-વિચ્છેદ કરતાં 'તત્', 'ત્વમ્' અને 'અસિ' શબ્દો છૂટા પડે છે.[૨] 'તત્'નો અર્થ 'તે', 'ત્વમ્'નો અર્થ 'તું', અને 'અસિ'નો અર્થ 'છે' થાય છે; 'તત્' શબ્દ 'સત્' એટલે કે અસ્તિત્વ પણ સૂચવે છે.[૨] આમ શીર્ષકનો અર્થ 'તે (સત્) તું છે' થાય છે.

નવલકથા ફેરફાર કરો

નવલકથાનો નાયક નર્મદા નદીને કાંઠે રહે છે અને તે તેના જીવનની આસપાસ કેન્દ્રિત છે.

આવકાર ફેરફાર કરો

પુસ્તક માટે તેના લેખક ધ્રુવ ભટ્ટને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૩] ૨૦૧૮માં આ પુસ્તક આધારિત ગુજરાતી ફિલ્મ રેવા રજૂ થઈ હતી; ફિલ્મને ૬૬મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં 'નૅશનલ ફિલ્મ અવૉર્ડ ફોર બેસ્ટ ફીચર ફિલ્મ ઇન ગુજરાતી'નો પુરસ્કાર મળ્યો હતો.[૪][૫]

આ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ અંજલિ નરાવણેએ 'That Thou Art' નામથી કર્યો છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. પૃ: ૨૦૭–૨૦૮. ISBN 978-93-5108-247-7.
  2. ૨.૦ ૨.૧ ગૂડઑલ, ડોમિનીક (૧૯૯૬), Hindu Scriptures, કેલિફોર્નિયા:University of California Press, ISBN 978-0520207783, પુ: 136-137
  3. "..:: SAHITYA : Akademi Awards ::." web.archive.org. 2016-03-04. મૂળમાંથી અહીં સંગ્રહિત 2016-03-04. મેળવેલ 2021-01-16.CS1 maint: bot: original URL status unknown (link)
  4. "It was a delight to adapt Tatvamasi into Reva: Rahul Bhole and Vinit Kanojia - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-01-16.
  5. DelhiAugust 9, India Today Web Desk New; August 9, 2019UPDATED:; Ist, 2019 19:51. "66th National Film Awards: Full winners list". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2021-01-16.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)