ઓઝા તનસુખરાય ઈચ્છાશંકર, 'શિવેન્દુ' (૨૦ ડિસેમ્બર ૧૯૨૭) ગુજરાતી કવિ છે. તેમનો જન્મ વતન ભાવનગર જિલ્લાના શિહોરમાં થયો હતો. ૧૯૪૭માં મૅટ્રિક અને ૧૯૫૨માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૫૪માં એમ.એ. નું શિક્ષણ મેળવ્યા બાદ તેમણે શાળા અને કૉલેજોમાં શિક્ષણકાર્ય કર્યું હતું..

સર્જન ફેરફાર કરો

‘ભૂકંપ’ (૧૯૫૮) એમનો પ્રલય ને ક્રાંતિના ભાવોને આલેખતો કાવ્યસંગ્રહ છે. ‘પાયલ’ (૧૯૫૮) ગીતસંગ્રહ છે. ‘તાંડવ’ (૧૯૫૯), ‘ચંદ્ર’ (૧૯૫૯) તથા ખંડકાવ્યોનો સંગ્રહ ‘પુદગલ’ (૧૯૭૦) એ એમના કાવ્યરચનાના અન્ય ગ્રંથો છે. સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા એમના વિવેચનલેખો અગ્રંથસ્થ છે.

સ્ત્રોત ફેરફાર કરો