ભાવનગર જિલ્લો

ગુજરાતનો જિલ્લો

ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે. જિલ્લાનું મુખ્યમથક ભાવનગર શહેર છે. ભાવનગર જિલ્લાનો વિસ્તાર ૨૧.૫ થી ૨૨.૧૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૦૩ થી ૭૨.૦૩ પૂર્વ રેખાંશ ની વચ્ચે ૯૯૪૦.૫ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો છે.

ભાવનગર જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકભાવનગર
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૩,૮૮,૨૯૧
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વાહન નોંધણીGJ-4
સૌરાષ્ટ્રના જિલ્લાઓ

ઇતિહાસફેરફાર કરો

બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું,[૨] જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા.[૩]

ઓગસ્ટ ૨૦૧૩માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા હતા.[૪]

તાલુકાઓફેરફાર કરો

ભાવનગર જિલ્લામાં ૧૦ તાલુકાઓ આવેલા છે.

જોવાલાયક સ્થળોફેરફાર કરો

ધાર્મિક સ્થળોફેરફાર કરો

પર્યટન સ્થળોફેરફાર કરો

લોકમેળાઓફેરફાર કરો

 • ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા
 • રૂવાપરીનો મેળો
 • શીતળાદેરીનો મેળો
 • શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો
 • માળનાથ મહાદેવનો મેળો
 • ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોર

વસ્તીફેરફાર કરો

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભાવનગર જિલ્લાની કુલ વસ્તી ૨૩,૮૮,૨૯૧ વ્યક્તિઓની હતી.[૧] જે જમૈકા દેશની વસ્તી[૫] અથવા અમેરિકાના કેન્સાસ રાજ્યની વસ્તી બરાબર છે.[૬] ભાવનગર ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાં વસ્તીની દ્રષ્ટિએ ૧૩૩મો ક્રમ ધરાવે છે.[૧] જિલ્લાની વસ્તી ગીચતા 288 inhabitants per square kilometre (750/sq mi) છે.[૧] ૨૦૦૧ થી ૨૦૧૧ સુધીનો વસ્તી વધારાનો દર ૧૬.૫૩% રહ્યો હતો.[૧] ભાવનગરનો સ્ત્રી પુરુષ દર ૯૩૧ છે અને સાક્ષરતા દર ૭૬.૮૪% છે.[૧] ભાવનગર જિલ્લામાં ૭૮૩ વસ્તી ધરાવતા ગામ અને ૧૦ વસ્તી ન ધરાવતા ગામ આવેલા છે[૭]. ભાવનગર જિલ્લો ગુજરાતના કુલ વિસ્તારના ૫.૧૧ ટકા વિસ્તારમાં ફેલાયેલો છે. અને જિલ્લાની વસતી ઘનતા દર ચોરસ કિમિ દીઠ ૨૮૭ માણસો છે[૭].

પરિવહનફેરફાર કરો

ભાવનગર શહેરમાં ભાવનગર હવાઇ મથક આવેલું છે, જ્યારે ભાવનગર જૂના બંદર, ભાવનગર નવા બંદર, ઘોઘા અને સરતાનપર ભાવનગર જિલ્લામાં આવેલા બંદર છે. જેમાં હાલમાં ભાવનગર જૂના બંદર પર માલવહનનું કાર્ય બંધ છે.

રાજકારણફેરફાર કરો

વિધાન સભા બેઠકોફેરફાર કરો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૯૯ મહુવા શિવભાઇ ગોહિલ ભાજપ
૧૦૦ તળાજા ગૌતમભાઇ ચૌહાણ ભાજપ
૧૦૧ ગારિયાધર સુધીર વાઘાણી આપ
૧૦૨ પાલિતાણા ભિખાભાઇ બારૈયા ભાજપ
૧૦૩ ભાવનગર ગ્રામ્ય પુરુષોત્તમભાઇ સોલંકી ભાજપ
૧૦૪ ભાવનગર પૂર્વ સેજલબેન પંડ્યા ભાજપ
૧૦૫ ભાવનગર પશ્ચિમ જીતેન્દ્ર વાઘાણી ભાજપ

સંદર્ભફેરફાર કરો

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
 2. "History". Bhavnagar District Panchayat, Gujarat Government. મૂળ સંગ્રહિત માંથી ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ પર સંગ્રહિત.
 3. Singhji, Virbhadra (૧૯૯૪). "The Gohil Rajputs". The Rajputs of Saurashtra. Bombay, India: Popular Prakashan. પૃષ્ઠ 38. ISBN 978-81-7154-546-9.
 4. "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત.
 5. US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧. Jamaica 2,868,380 July 2011 est
 6. "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી 2011-08-23 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Kansas 2,853,118
 7. ૭.૦ ૭.૧ "ડીસ્ટ્રીક્ટ હાઈલાઈટ્સ - ૨૦૧૧ વસતી ગણતરી" (PDF). કેન્દ્ર સરકાર, ભારત. મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૮.

બાહ્ય કડીઓફેરફાર કરો

વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
ભાવનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલિક સ્થાન
 1. ઉમરાળા
 2. ગારીયાધાર
 3. ઘોઘા
 4. જેસર
 5. તળાજા
 6. પાલીતાણા
 7. ભાવનગર
 8. મહુવા
 9. વલ્લભીપુર
 10. સિહોર

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન