તાડના સૂકા પાંદડા પર લખેલી હસ્તપ્રતોને તાડપત્ર કહે છે. હસ્તપ્રત માટે તાડપત્રનો ઉપયોગ એશિયાના કેટલાક ભાગોમાં (મુખ્યત્વે ભારત) ઇ.સ. ૧૫મી સદી સુધી જોવા મળે છે. શરૂઆતમાં જ્ઞાન એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિક રીતે સ્થાનાંતરિત કરવામાં આવતું હતું. પરંતુ, લિપિના ઉદભવ પછી, જ્ઞાનને તાડપત્રોમાં સુરક્ષિત કરવાનું શરૂ થયું.

લગભગ ઇ.સ. પૂર્વે ૩૦૦નું તમિલ તાડપત્ર
નેપાળથી પ્રાપ્ત થયેલા તાડપત્ર પર દેવીમાહતમ્ય