તાલ
સંગીતની ગતિ માપવાનું સાધન તાલ છે. માત્રાની જુદી જુદી સંખ્યામાં સમ, ખાલી તાલી, તાલી અને ખંડ ઈત્યાદિ નક્કી કરેલ રચનાથી તાલ બને છે. સંગીતનો પ્રાણ તાલ છે. ‘કાલ ક્રિયામાનમ્’ અર્થાત્ સમય, માન કે માપ તાલ છે. તાલ આઘાત આપવાનું અને ભિન્નતા પ્રદર્શિત કરવાનાં મુખ્ય બે કાર્ય કરે છે. તાલ માટે એક દોહો પ્રસિધ્ધ છેઃ
તાલ રાગકો મૂળ હૈ, વાધ તાલકો અંગ;
દોનો સંજોગ જબ હોત હૈ, ઉઠત અનેક તરંગ