તાલુકા વિકાસ અધિકારી અથવા ટી.ડી.ઓ. (Taluka Development Officer) તાલુકા પંચાયતના વર્ગ-૨ની કક્ષાના સરકારી અધિકારી છે. તેઓએ પંચાયતને લગતા વિકાસના કાર્યો કરવાના હોય છે.

તેમના ઉપરી અધિકારી જિલ્લા વિકાસ અધિકારી હોય છે. ટી.ડી.ઓ. સરકાર નિયુક્ત વર્ગ ૨ ગેઝેટેડ ઓફીસર હોવાથી તેઓ ને ચેમ્બર, જીપકાર, ડ્રાઇવર, પટાવાલા અને સ્ટાફ ક્વાર્ટરની સુવિધા મેળવે છે. તાલુકા પંચાયતમાં કાર્યરત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીઓ, સંકલિત ગ્રામ વિકાસ (IRD) ની કામગીરી, ગ્રામ પંચાયત મંત્રીઓ, બાંધકામના અધિક મદદનીશ ઇજનેર (AAE) , તાલુકાની પંચાયત હસ્તકની સ્કૂલોના આચાર્યો, શિક્ષકો, પટાવાલા, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક વગેરે તમામ વહીવટી અને ટેકનિકલ સ્ટાફ તેઓના તાબા નીચે હોય છે.

લોક પ્રતિનિધિ તરીકે ચુંટાયેલ તાલુકા પંચાયતના પ્રમુખ વાસ્તવમાં ટી.ડી.ઓ.ના ઉપરી નથી. કારણ કે ટી.ડી.ઓ.ની નિયુક્તિ રાજ્ય સરકારના પ્રતિનિધી હોય છે. પ્રમુખ તાલુકા પંચાયતના અગ્રણી છે. બંધારણીય વડા છે. પંચાયતની મિટીંગ/સભા તેઓ ના અધ્યક્ષ સ્થાને યોજાતી હોય છે. જેમાં ટી.ડી.ઓ. સભાનું સંચાલન (સચિવ તરીકે) કરે છે.

ટી.ડી.ઓ. જિલ્લા પંચાયત ના વહીવટી નિયંત્રણ નીચે પોતાની ફરજો બજાવે છે.તાલુકા પ્રમુખ અને કારોબારી સમિતિ,શિક્ષણ સમિતિ જેવી લોક પ્રતિનિધિઓ વાલી સમિતિ મા થતા ઠરાવો,સૂચવાતા કામો અને તાલુકા પંચાયત ની સાધારણ સભા મા થતા ઠરાવો ઉપરાંત સરકારી જી. આર./જિલ્લા પંચાયત ના આદેશો નુ અમલીકરણ ટી.ડી.ઓ. એ કરાવવા નુ હોય છે. ટી.ડી.ઓ. પાસે પોતાની હેઠળના તમામ કર્મચારીઓ ની શિસ્ત વિષયક સતાઓ અને મર્યાદિત નાણાકીય સતા ઓ ધરાવે છે. તાલુકા સંકલનમાં ટી.ડી.ઓ. સભ્ય સચિવ હોય છે. ટી.ડી.ઓ. નુ સ્થાન તાલુકા ના વહીવટ મા મામલતદાર પછી બીજા સ્થાને હોય છે. જોકે ટી.ડી.ઓ. ની કામગીરી તાલુકાના વિકાસ અને પંચાયતિ કાર્ય પૂરતી જ મર્યાદિત હોય છે.(તાલુકા મા મામલતદાર ની કામગીરી અત્યંત વિશાલ હોય છે.સતા ની દ્રષ્ટિએ ટી ડીઓ કરતા મામલતદાર ઘણા વધુ પાવર્સ ધરાવે છે.પણ આવી તુલના અન્યત્ર કરવી યોગ્ય છે. ટી.ડી.ઓ.ના ઉપરી અધિકારી જિલ્લા વિકાસ અધિકારી હોય છે. ટી.ડી.ઓ. તાલુકા પંચાયતના વહીવટી વડા હોય છે. ટી.ડી.ઓ. પાસે પોતાની હેઠલ ના તમામ કર્મચારીઓ ની શિસ્ત વિષયક સતાઓ છે.તે ઓ તાબા ના કર્મચારીઓ ના વાર્ષિક ખાનગી અહેવાલો (એન્યુઅલ સી.આર.) ભરે છે.

તાલુકા સંકલન સમિતિ કે જેમા મામલતદાર અધ્યક્ષ હોય છે તેમા ટી.ડી.ઓ. સભ્ય સચિવ હોય છે. તેઓને વર્ગ ૨ ગેઝેટેડ કક્ષાએ થી પ્રમોશન ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ ઓફિસર (નાયબ જિલ્લા વિકાસ અધિકારી અર્થાત ડેપ્યુટી ડી ડી ઓ) તરીકે વર્ગ ૧ ગેઝેટેડ સંવર્ગમાં મળી શકે છે. ત્યાર પછી તેઓ હોદ્દાના ક્રમમાં પ્રમોશન મેળવીને નાયબ વિકાસ કમિશનર અને તેનાથી આગલ અધિક વિકાસ કમિશનરના હોદા સુધી પ્રમોશન મેળવી શકે છે.