તુલસી તળાવ
તુલસી તળાવ એ ઉત્તર મુંબઈમાં આવેલ તળાવ છે. તે મુંબઈનું બીજા ક્રમનું મોટું તળાવ છે અને શહેરને જોઈતો પાણીનો પૂરવઠો પૂરો પાડે છે.[૧] આ તળાવ પવઇ તળાવ અને વિહાર તળાવ સાથેનું સાલસેત્તે ટાપુ પરનું ત્રીજું તળાવ છે.[૨] તુલસી અને વિહાર બંને તળાવો સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (બોરિવલી નેશનલ પાર્ક)નાં ગાઢ જંગલ વિસ્તારમાં આવેલા છે.
તુલસી તળાવ | |
---|---|
સ્થાન | સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન |
અક્ષાંશ-રેખાંશ | 19°11′24″N 72°55′04″E / 19.1901°N 72.9179°ECoordinates: 19°11′24″N 72°55′04″E / 19.1901°N 72.9179°E |
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર | 6.76 km2 (2.61 sq mi) |
બેસિન દેશો | ભારત |
સપાટી વિસ્તાર | 1.35 km2 (0.52 sq mi) |
સરેરાશ ઊંડાઇ | 12 m (39 ft) (average) |
પાણીનો જથ્થો | 2,294×10 6 imp gal (10,430,000 m3) |
સપાટી ઊંચાઇ | 139.17 m (456.6 ft) |
ટાપુઓ | સાલસેત્તે |
રહેણાંક વિસ્તાર | મુંબઈ |
પાણીની વ્યવસ્થા
ફેરફાર કરોતુલસી તળાવ તાસ્સો નદી પર બંધ બાંધી અને તેના પ્રવાહને વિહાર તળાવ નજીક વાળીને બાંધવામાં આવ્યું હતું. તળાવમાં પવઈ-કાન્હેરી ટેકરીઓનાં ૬૭૬ હેક્ટર્સ વિસ્તારનું વરસાદી પાણી ઠલવાય છે. ચોમાસા દરમિયાન વધારાનું પાણી આ તળાવમાંથી પવઈ તળાવ અને મીઠી નદીમાં વહે છે. આ વિસ્તારમાં ચોમાસું જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન હોય છે અને વાર્ષિક વરસાદ સરેરાશ ૨૫૦૦ મીમી જેટલો નોંધાય છે.[૧] આ તળાવની યોજના ૧૮૭૨ની સાલમાં રજૂ કરાઈ અને ૧૮૯૭માં તેનું બાંધકામ પૂર્ણ થયું હતું. તુલસી તળાવ વિહાર તળાવનાં આરક્ષિત તળાવ તરીકે બંધાયું હતું. તળાવનો સપાટીનો વિસ્તાર ૧.૩૫ ચો.કિમી (૧૩૫ હેકટર્સ) છે. પાણીની સરેરાશ ઊંડાઈ ૧૨ મીટર છે જ્યારે પાણીની સંગ્રહ ક્ષમતા ૧૦,૪૩૦,૦૦૦ ઘન મીટર છે જેમાંથી ૧૮,૦૦૦ ઘન મીટર મુંબઈની જરૂરિયાત માટે દરરોજ પૂરુ પડાય છે.[૩] આ તળાવનો સૌથી વધુ સપાટી ૧૩૯.૧૭ મીટર નોંધાઈ છે. આ તળાવ દક્ષિણ મુંબઈની મોટાભાગની પાણીની જરૂરિયાત પૂરી કરે છે.[૧][૪]
પ્રવેશ
ફેરફાર કરોઆ તળાવ મુંબઈથી ૩૨ કિમી દૂર ઉત્તરમાં આવેલું છે.[૫] નજીકનું ઉપનગરીય રેલ્વે સ્ટેશન બોરિવલી પૂર્વ છે અને તે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી નજીક આવેલું છે.[૬] આ તળાવ સંજય ગાંધી નેશનલ પાર્કમાં આવેલું હોવાથી અહીં જવા માટે ઉદ્યાનમાંથી પરવાનગી લેવી પડે છે.
વનસ્પતિ અને પ્રાણીઓ
ફેરફાર કરોઅહીં ટેકરીઓના વિસ્તારોમાં ગાઢ અને લીલી વનસ્પતિઓ આવેલી છે. તળાવનો વિસ્તાર સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન વડે સુરક્ષિત છે.[૩] ઉદ્યાનનાં પ્રાણી-પક્ષીઓની સાથે સાથે તળાવમાં મગર જોવા મળે છે.[૭]
આ પણ જુઓ
ફેરફાર કરો- વિહાર તળાવ
- પવઇ તળાવ
- સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ http://mumbai.clickindia.com/travel/tulsilake.html સંગ્રહિત ૨૦૦૮-૦૪-૦૫ ના રોજ વેબેક મશિન, Travel, Tulsi lake
- ↑ http://www.powerset.com/explore/go/Tulsi-Lake સંગ્રહિત ૨૦૦૮-૧૨-૦૭ ના રોજ વેબેક મશિન, Tulsi Lake dammed River Tasso
- ↑ ૩.૦ ૩.૧ http://grassrootsresearch.org/papersandarticles/sweden%20paper.pdf સંગ્રહિત ૨૦૧૨-૦૨-૧૬ ના રોજ વેબેક મશિન A design for echo sustainability: lessons from a stressed environment in Mumbai
- ↑ http://www.mumbai.org.uk/lakes/tulsi-lake.htmlMumbai[હંમેશ માટે મૃત કડી] : Mumbai Lakes : Tulsi Lake
- ↑ http://www.mumbai.org.uk/lakes/tulsi-lake.html, Mumbai : Mumbai Lakes : Tulsi Lake
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2002-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2015-06-08.
- ↑ http://members.tripod.com/KSHROFF/index.htm, Sanjay Gandhi National Park (SGNP)
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- http://www.dancewithshadows.com/society/mumbai-lakes.asp[હંમેશ માટે મૃત કડી]
- http://www.cybertecstudio.com/panaroma/tulsinp/180tulsi.htm સંગ્રહિત ૨૦૦૬-૧૦-૦૯ ના રોજ વેબેક મશિન