ત્રિકોણમિતિ
ત્રિકોણમિતિ એટલે ત્રિકોણ (ત્રણ ખૂણા અને ત્રણ બાજુઓ વડે બનતી આકૃતિ)ના પરિમાણ માટેનું ગણિત. ભૌતિક વિજ્ઞાન તથા યામ ભુમિતિમાં ત્રિકોણમિતિની અગત્યતા ઘણી છે.
ત્રિકોણમિતિમાં સૌથી અધિક મહત્વપૂર્ણ છે સમકોણ ત્રિભુજનું અધ્યયન. ત્રિભુજો અને બહુભુજોની ભુજાઓની લંબાઈ અને બે ભુજાઓ વચ્ચેના ખુણાઓનું અધ્યયન કરવા માટેનો મુખ્ય આધાર એ છે કે સમકોણ ત્રિભુજની કોઈપણ બે ભુજાઓ (આધાર, લંબ તથા કર્ણ)નો અનુપાત તે ત્રિભુજના ખુણાઓના માન પર નિર્ભર કરે છે. ત્રિકોણમિતિની ભુમિતિના પ્રસિદ્ધ બૌધાયન પ્રમેય (પાયથાગોરસ પ્રમેય) સાથે ચોક્કસ સંબંધ રહેલો છે. સાઇન(sin), કોસાઇન(cosine), ટેન(tan), કોટ(cot) એ અગત્યના વિધેયો છે. ત્રિકોણમાં ત્રણ ખૂણા નો સરવાળો ૧૮૦ ડિગ્રી થાય છે.જયાં સાઇન(sin) એ ખૂણાની સામેની બાજુ અને કર્ણના બાજુના માપના ગુણોત્તર બરાબર હોય છે. તેમજ કોસાઇન(cosin) એ ખૂણાની પાસેની બાજુ અને કર્ણના બાજુના માપના ગુણોત્તર બરાબર હોય છે.તેમજ ટેન(tan) એ ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુના માપના ગુણોત્તર બરાબર હોય છે.જયાં કોસેક(cosec) એ સાઈન (sin)નો વ્યસ્ત છે. તેમજ સેક(sec) એ કોસ (cos)નો વ્યસ્ત છે. ત્યાં જ કોટ (cot) એ ટેન(tan) નો વ્યસ્ત છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |