ત્રિવેણી ઘાટભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા ઋષિકેશ ખાતે ગંગા નદી પર આવેલ એક ઘાટ છે. હિમાલયના ગઢવાલ ક્ષેત્રમાં વસેલા આ નગરમાં મુખ્ય પર્યટન સ્થળો પૈકીનું એક છે. અહીં શ્રદ્ધાળુઓ સ્નાન માટે પગથિયાંવાળો વિશાળ ઘાટ બનાવવામાં આવેલ છે. આ ઘાટ પર હિંદુ ધર્મમાં મહત્વની એવી ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પરથી ત્રિવેણી ઘાટ નામ આપવામાં આવેલ છે. આ ઘાટ પર મોટા કદની શિવજીની જટામાંથી ગંગા નીકળતી હોય એ દૃશ્યની તેમ જ અર્જુનને ગીતાબોધ આપતા શ્રીકૃષ્ણ ભગવાનના દૃશ્યની પ્રતિમાઓ છે. સાંયકાળે આ ઘાટ પર પાણીમાં દિવાઓ તરતા મૂકવામાં આવે છે. આ સમયે ગંગાજીની ભવ્ય આરતી પણ કરવામાં આવે છે[૧].

મોટા કદમાં શિવજીની પ્રતિમા, ત્રિવેણી ઘાટ, ઋષિકેશ

સંદર્ભો ફેરફાર કરો