ત્રિશંકુ (પુસ્તક)

હિંદી લેખક અજ્ઞેયનો નિબંધસંગ્રહ

ત્રિશંકુ ભારતીય લેખક સચ્ચિદાનંદ વાત્સ્યાયન 'અજ્ઞેય' દ્વારા હિંદી ભાષામાં લખાયેલ ચિંતનાત્મક નિબંધોનો સંગ્રહ છે; જે ૧૯૪૫માં પ્રગટ થયો હતો. આ સંગ્રહના નિબંધોમાં મોટેભાગે ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યમીમાંસાની ચર્ચા કરવામાં આવેલ છે.[]

ત્રિશંકુ
લેખકસચ્ચિદાનંદ વાત્સ્યાયન
મૂળ શીર્ષકत्रिशंकु
દેશભારત
ભાષાહિંદી
વિષયભારતીય અને પાશ્ચાત્ય કાવ્યમીમાંસા
પ્રકારચિંતનાત્મક નિબંધો
પ્રકાશન તારીખ
૧૯૪૫

પૃષ્ઠભૂમિ

ફેરફાર કરો

૧૯૪૫માં પ્રગટ થયેલ 'ત્રિશંકુ' અજ્ઞેયનો પ્રથમ નિબંધસંગ્રહ છે. આ સંગ્રહમાં કુલ ૧૬ નિબંધો સંગ્રહીત છે જે જુદા જુદા સમયે વિવિધ સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થયા હતા.[] આ સંગ્રહનું પુન:મુદ્રણ ૧૯૭૩માં સૂર્યા પ્રકાશન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું.[]

વિષયવસ્તુ

ફેરફાર કરો

અજ્ઞેય મનોવિશ્લેષક સાહિત્યિક વિવેચન સાથે સંકળાયેલા વિવેચક છે.[]

તેઓ સિગ્મંડ ફ્રોઈડ, આલ્ફ્રેડ એડ્લર અને ટી.એસ. ઇલિયટના સિદ્ધાંતોથી પ્રભાવિત હતા. આ ગ્રંથમાં સૈદ્ધાંતિક અને સામાન્ય વિષયો પરના સાત નિબંધો છે જેમાં 'સંસ્કૃતિ ઔર પરિસ્થિતિ', 'કલા કા સ્વભાવ ઔર ઉદ્દેશ્ય', 'રૂઢી ઔર મૌલિકતા', 'પુરાણ ઔર સંસ્કૃતિ', 'પરિસ્થિતિ ઔર સાહિત્યકાર, 'સંક્રાંતિકાલ કી કુછ સમસ્યાએ', અને 'ચેતન કા સંસારનો સમાવેશ થાય છે. ગ્રંથનું પરિશિષ્ટ છ ભાગોમાં છે, જેમાં મધ્યયુગીન અને આધુનિક હિન્દી લખાણોની વ્યવહારિક ટીકા છે: 'કેશવ કી કવિતાએ', 'ચાર નાટક', 'એક ભૂમિકા', 'દો ફૂલ', 'આધુનિક કવિ મહાદેવી વર્મા' અને 'વગર્થા પ્રતીપત્તયે'.[]

અજ્ઞેયે 'રૂઢી ઔર મૌલિકતા' નિબંધને ની. એસ. ઇલિયટના નિબંધ 'પરંપરા અને વ્યક્તિગત પ્રતિભા' (Tradition and the Individual Talent) નું મુક્ત ભાષાંતર ગણાવ્યું છે.[]

વિષયોની છણાવટ અને અભિવ્યક્તિની તાજગીને કારણે 'ત્રિશંકુને'ને હિન્દી વિવેચનાત્મક લખાણોના વિકાસમાં એક સીમાચિહ્નરૂપ પ્રદાન માનવામાં આવે છે.[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Paliwal, Krishnadutt (1992). "Trishanku". માં Lal, Mohan (સંપાદક). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 4396–4397. ISBN 978-81-260-1221-3.
  2. ૨.૦ ૨.૧ Nagendra (1976). Literary Criticism in India. Meerut: Sarita Prakashan. પૃષ્ઠ 94. OCLC 3011591.
  3. E. V. Ramakrishnan (1995). Making It New : Modernism in Malayalam, Marathi, and Hindi poetry. Shimla: Indian Institute of Advanced Studies. પૃષ્ઠ 247. ISBN 9788185952260.
  4. Trivedi, Harish (September–October 1989). "Eliot in Hindi Modes of Reception". Indian Literature. New Delhi: Sahitya Akademi. 32 (5): 149. JSTOR 23337015.  

બાહ્ય કડીઓ

ફેરફાર કરો