થોટુપોલા કાંડા
થોટુપોલા કાંડા (હિંદી: थोटूपोला कांडा; અંગ્રેજી: Thotupola Kanda) શ્રીલંકા ખાતે આવેલ એક પર્વત છે, જેને ઘણીવાર થોટુપોલા શિખર અથવા થોટુપોલા પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીલંકા દેશમાં પર્વત પૈકી સૌથી વધુ ઊંચાઈમાં ત્રીજા ક્રમે આવતો નુવારા એલિયા જિલ્લામાં આવેલ દરિયાઈ સપાટી કરતાં 2,357 m (7,733 ft) જેટલી ઊંચાઈ પર આવેલ છે. આ પર્વતનો સમાવેશ હોર્ટોન પ્લેઇન્સ નેશનલ પાર્કના વિસ્તારમાં થાય છે. પર્વતની ટોચ પરથી લગભગ બે કિલોમીટર જેટલા સીધા અંતરે આવેલા પટ્ટીપોલા ખાતેથી હોર્ટોન પ્લેઇન્સ નેશનલ પાર્ક વિસ્તારમાં પ્રવેશ કરી શકાય છે. મોટા ભાગનો પર્વત વિસ્તાર વનસ્પતિઓ વડે આચ્છાદિત છે, જેને કારણે અહીંના હોર્ટોન પ્લેઇન્સ નેશનલ પાર્ક ખાતે ઠંડક અને પવનોવાળું વાતાવરણ મળે છે. સ્ટ્રોબીલાન્થેસ (Strobilanthes), ઓસ્બેકીયા (Osbeckia) અને ર્હોડોમીર્ટુસ ૯Rhodomyrtus) પ્રજાતિઓની વનસ્પતિઓ અહીં સામાન્ય રીતે ઉગી નીકળે છે.
થોટુપોલા કાંડા Thotupola Kanda | |
---|---|
પટ્ટીપોલા રેલ્વે સ્ટેશન ખાતેથી દૃશ્યમાન થોટુપોલા કાંડા (પર્વત) | |
શિખર માહિતી | |
ઉંચાઇ | 2,357 m (7,733 ft) |
ભૂગોળ | |
દંતકથા
ફેરફાર કરોથોટુપોલા કાંડા શબ્દનો અર્થ સિંહાલી ભાષામાં 'ઉતરાણનું સ્થળ' એવો થાય છે. આ અર્થ સાથે સંબંધિત રામ અને રાવણની એક દંતકથા છે. આ દંતકથા અનુસાર ભારતના રાજા રામ અને તેની સુંદર પત્ની સીતા વનવાસને કારણે જંગલમાં રહેતા હતા. એક વાર રાવણ રામની પત્ની સીતાનું અપહરણ કરી શ્રીલંકા ભાગી છૂટે છે. શ્રીલંકાના માર્ગ પર સૌ પ્રથમ વિમાન થોટુપોલા કાંડા ખાતે ઉતર્યું હતું, જેનો અર્થ ઉતરાણ સ્થળ છે. [૧] [૨]
આ પણ જુઓ
ફેરફાર કરો- શ્રીલંકાની ભૂગોળ
- શ્રીલંકાના પર્વતોની યાદી
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Thotupola Kanda Nature Trail – Horton Plains National Park". Sri Lanka Trail Guides 06. Lakdasun - Images of Sri Lanka. મૂળ માંથી 2018-06-10 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-09.
- ↑ "Totupota (Thotupola) Kanda Travelogue (2359m) 3rd Highest Mountain in Sri Lanka". SRI LANKAN TRAVELLERS Travelogue Archive. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-09.