આંતરરાષ્ટ્રીય મોબાઈલ ટેલિકમ્યુનિકૅશન્સ-૨૦૦૦ (આઈએમટી-૨૦૦૦), આ માનકનું પ્રચલિત નામ છે થ્રીજી કે ત્રીજી પેઢી. થ્રીજી એક આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકૅશન્સ મંડળે સ્થાપિત કરેલા મોબાઈલ ફોન અને બીજી સંલગ્ન મોબાઈલ સેવાઓ ની ત્રીજી પેઢીના માનકને અપનાવે છે. આ માંનક તમને વિશાળ પરિસરમાં પહોંચતી વાયર વગરની ફોન સેવા, વાયર વગરની ઈન્ટરનેટ સેવા, ચલચિત્ર જેવી ફોન સેવા અને મોબાઈલ ટીવી આપે છે. આઈએમટી-૨૦૦૦ ના માનક અનુસાર જુના ટુજી અને ટુ પોઇન્ટ ફાઈ જી ની સરખામણીમાં થ્રીજીએ ફોનની વાતો અને ઇન્ટરનેટ કે ડાઉનલોડ જેવી માહિતીની આપલે બેઉ એક સાથે અને એક જ ટાઈમે કરવાની હોય છે, તદઉપરાંત આ માહિતીની ગતિ ઓછામાં ઓછી ૨ લાખ બીટ પ્રતિ સેકંડથી વધારે રાખવાની જરૂરી છે. આજનું થ્રીજી, જેને થ્રી પોઇન્ટ ફાઈવ જી કે થ્રી પોઇન્ટ સેવન ફાઈવ જી પણ કહેવાય છે એ લેપટોપ અને સ્માર્ટફોનને ૨ લાખ ની સરખામણીમાં ઘણા લાખ બીટ પ્રતિ સેકંડથી વધારે માહિતીની ગતિ આપે છે.

  • નીચેની યુએમટીએસ પદ્ધતિઓ, પહેલા ૨૦૦૧ માં ચાલુ થયેલી, થ્રીજીપીપીનું માનક છે. આ પદ્ધતિ ભારત, યુરોપ, જાપાન, ચીન અને એવા વિસ્તારોમાં વપરાય છે કે જ્યાં પહેલા જીએસએમ ટુજી વપરાતું હતું. (એ બાબત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ચીનમાં જુદી રેડીયો પદ્ધતિ છે). આ પદ્ધતિના ફોનો યુએમટીએસ અને જીએસએમ બેઉ અપનાવે છે. માંનકના એક જ માળખામાં ઘણી રેડિયો પદ્ધતિઓ બતાવેલી છે:
    • મૂળની અને બહુંજ વપરાતી ડબલ્યુ-સીડીએમએ.
    • ૨૦૦૯માં આવેલી અને ખાલી ચીનમાં વપરાતી ટીડી-એસસીડીએમએ.
    • નવીનતમ યુએમટીએસ પદ્ધતિ, એચેએસપીએ પ્લસ, સિદ્ધાંતમાં ૫.૬ કરોડ બીટ પ્રતિ સેકંડ ડાઉનલોડ (પહેલાના માળખામાં ૨.૮ કરોડ બીટ પ્રતિ સેકંડ ડાઉનલોડ) અને ૨.૨ બીટ પ્રતિ સેકંડ અપલોડ.
  • સીડીએમએ૨૦૦૦ પદ્ધતિ, પહેલા ૨૦૦૨માં ચાલુ થયેલી, થ્રીજીપીપી૨ નું માનક છે. મોટેભાગે ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયામાં વપરાય છે અને એક જ ટાવરનું માળખું વાપરતા હોય છે. આ પદ્ધતિ ના ફોનો સીડીએમએ૨૦૦૦ અને આઈએસ-૯૫ના ટુજી બેઉ સાથે અપનાવે છે. ભારતમાં રીલાયન્સ અને ટાટા આ પદ્ધતિની ઇવીડીઓ-રેવ એ વાપરે છે અને લેપટોપ માટે યુએસબી ઉપકરણ વેચે છે. આ યુએસબી ઉપકરણથી સિદ્ધાંતમાં વધારેમાં વધારે ૩૧ લાખ બીટ પ્રતિ સેકંડની ડાઉનલોડ ગતિ મળે છે. આ પદ્ધતિની નવીનતમ ઇવીડીઓ-રેવ બી સિદ્ધાંતમાં વધારેમાં વધારે ૧.૪૭ કરોડ બીટ પ્રતિ સેકંડ ની ડાઉનલોડ ગતિ આપે છે.

ફોમા નામની પહેલી પૂર્વ-વ્યાવસાયિક થ્રીજી નેટ જાપાનની એનટીટી ડોકોમો કંપનીએ મેં ૨૦૦૧ માં શરૂ કરી હતી. આ નેટ ડબલ્યુ-સીડીએમએનું પૂર્વ-પ્રકાશન હતું. થ્રીજીની પહેલી વ્યાવસાયિક શરૂઆત પણ એનટીટી ડોકોમોએ ઓક્ટોબર ૨૦૦૧ માં કરી હતી પણ એનું ફલક એટલું વિસ્તૃત નહોતું. વિસ્તૃત ઉપલબ્ધતા થોડી મોડી થયેલી કારણકે તેમને એ નવી થ્રીજી નેટની ભારોસાપત્રતા વિષે ડર હતો.

બીજી થ્રીજી નેટ કોરિયાની એસકે ટેલિકોમ કંપનીએ ઇવીડીઓ પદ્ધતિ લઈને જાન્યુઆરી ૨૦૦૨ માં શરૂ કરી. મે ૨૦૦૨ સુધીમાં કોરિયાની બીજી કંપની કેટીએ પણ ઇવીડીઓ પદ્ધતિ લઇને શરૂઆત કરી. એ રીતે કોરિયાનો પહેલા હતા કે જેમણે થ્રીજી કંપનીઓમાં સ્પર્ધા જોઈ.

પહેલી પૂર્વ-વ્યાવસાયિક નેટ યુરોપમાં આઈલ ઓફ માન્ન માં મેન્ક્ષ્ ટેલિકોમે કરી. મેન્ક્ષ્ ટેલિકોમ બ્રિટીશ ટેલિકોમની કંપની છે. યુરોપમાં પહેલી વ્યાવસાયિક નેટ ટેલિનોરે ડીસેમ્બર ૨૦૦૧ માં ચાલુ કરી પણ તેમની પાસે થ્રીજી ફોનોજ નહોતા અને એથી ન હતા કોઈ પૈસા ચૂકવતા ગ્રાહકો. એ બેઉ કંપનીઓ ડબલ્યુ-સીડીએમએ પદ્ધતિ વાપરતી હતી.

અમેરિકામાં પહેલી વ્યાવસાયિક થ્રીજી નેટ મોને મોબઈલ નેટવર્ક્સની હતી. એ કંપનીએ સીડીએમએ૨૦૦૦ ની ઇવીડીઓ પદ્ધતિ વાપરી હતી. પણ આ કંપની થોડા વખત પછી બંધ થઇ ગઈ હતી. અમેરિકામાં બીજી થ્રીજી આપતી કંપની વેરાઇઝોન વાયરલેસ હતી. એણે ઓક્ટોબર ૨૦૦૩ માં સીડીએમએ૨૦૦૦ ની ઇવીડીઓ પદ્ધતિ અપનાવી હતી. એટી એન્ડ ટી મોબિલીટી પણ એક થ્રીજી નેટ છે, એણે થ્રીજી નેટ ની એચેસયુંપીએ પદ્ધતિમાં ઉન્નતી કરી છે.

દક્ષિણ ગોળાર્ધમાં પહેલી પૂર્વ-વ્યાવસાયિક નેટ એડિલેઇડ, દક્ષિણ ઓસ્ટ્રેલીયામાં ફેબ્રુઆરી ૨૦૦૨ માં એમ.નેટ કોર્પોરેશને યુએમટીએસ પદ્ધતિ લઇને ૨૧૦ કરોડના રેડીઓ કંપનના રંગપટમાં ચાલુ કરી હતી. આ એક આઈ ટી વલ્ર્ડ કોંગેસ ૨૦૦૨ માં પ્રદર્શન માટેની નેટ હતી. પહેલી વ્યાવસાયિક થ્રીજી નેટ હચીન્સન ટેલીકમ્યુનીકેશને ૩ ના માર્કા સાથે માર્ચ ૨૦૦૩ માં ચાલુ કરી હતી.

એમ્ટેલ કંપનીએ પહેલી થ્રીજી નેટ આફ્રિકામાં ચાલુ કરી હતી.

જુન ૨૦૦૭ સુધીમાં ૨૦ કરોડ થ્રીજી ગ્રાહકો થઇ ગયા હતા. ૩ અબજ મોબાઈલ ફોનના ગ્રાહકોમાંથી આ માત્ર ૬.૭ ટકા જ છે. પણ જાપાન અને દક્ષિણ કોરિયામાં થ્રીજી સેવા પહેલા શરૂ થઇ હોવાથી ત્યાં થ્રીજીનો પ્રવેશ ૭૦ ટકાથી વધારે છે. યુરોપમાં ઇટલી એક તૃતીયાંશ કરતા વધારે ગ્રાહકોથી પહેલા નંબરે આવે છે. બીજા આગળ પડતા દેશોમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલીયા અને સિંગાપોર ૨૦ ટકા ગ્રાહકો સાથે છે. જો આપણે વનએક્ષઆરટીટી પદ્ધતિના ગ્રાહકોને થ્રીજીના ગ્રાહકો માનીએ તો આંકડા ગૂંચવાય છે અને એ રીતે જુન ૨૦૦૭ સુધીમાં ૧૫.૮ ટકા થાય છે.

થ્રીજીનો સ્વીકાર

ફેરફાર કરો

ડીસેમ્બર ૨૦૦૭ સુધીમાં ૪૦ દેશોમાં ૧૯૦ થ્રીજી નેટ વપરાતી હતી. ૧૫૪ એચએસડીપીએ નેટ ૭૧ દેશોમાં ચાલુ હતી. આ આંકડા ગ્લોબલ મોબઈલ સપ્લાયરસ એસોસિએશન (જીએસએ) થી મળ્યા છે. એશિયા, યુરોપ, કેનેડા અને અમેરિકામાં કંપનીઓ ડબલ્યુ-સીડીએમએ પદ્ધતિ વાપરે છે અને થ્રીજી માટે ૧૦૦ થી વધારે ફોન ડીઝઇનો ઉપલબ્ધ છે.

ઘણા દેશોમાં થ્રીજી નેટ મોડી થઇ છે અને એનું કારણ વધારાના રેડીઓ કંપનના રંગપટની અતિશય મોંઘી લાઈસન્સ ફી છે. ઘણા દેશોમાં થ્રીજી નેટ ટુજી નેટ ના રેડીઓ કંપનના રંગપટ ને વાપરી શકતી નથી અને એ કારણે તેમને નવું માળખું બનાવવું પડે છે અને નવા રેડીઓ કંપનના રંગપટના લાઈસન્સ લેવા પડે છે. એમાં અપવાદ છે અમેરિકા જ્યાં થ્રીજી અને ટુજી એક જ રેડીઓ કંપનના રંગપટને વાપરે છે. યુરોપમાં ઘણા દેશોમાં લાઈસન્સસો ઘણા મોંઘા હતા. ત્યાની સરકારોએ ઓછા લાઈસન્સો અને મહોર છાપેલા પરબીડીયાવાળી હરાજી રાખી હતી અને અધૂરામાં પૂરું તે વખતે થ્રીજીની ઉત્તેજના પણ બહુ જ હતી.

યુરોપમાં બધા ગ્રાહકો માટેની થીજી સેવા માર્ચ ૨૦૦૩ માં ૩ (હચીન્સન વામ્પોઆ) એ ઇંગ્લેન્ડ અને ઇટલી માં કરી હતી. યુરોપિયન યુનિયન કાઉન્સીલે સૂચવ્યું છે કે થ્રીજી કંપનીઓએ ૮૦ ટકાથી વધુ યુરોપની વસ્તીને ૨૦૧૫ સુધીમાં આવરી લેવી.

કેનેડામાં બેલ મોબિલીટી, સાસ્કટેલ અને ટેલસએ ઇવીડીઓ નેટ ૨૦૦૫ માં શરૂ કરી હતી. રોજર્સ વાયરલેસે પહેલવહેલા યુએમટીએસ સેવા ચાલુ કરી હતી. અને એણેજ એચએસડીપીએ સેવા પૂર્વ કેનેડામાં ૨૦૦૬ ના પાછલા ભાગમાં શરૂ કરી હતી. ૨૦૧૦ ની શીતકાલીન ઓલ્મપીક્સ આવતા બેલ અને ટેલસ ને પ્રતીતિ થઇ કે એમને બહારના વિસ્તારની ફી નહિ મળે અને આ કારણસર બેઉએ ભેગા થઈને સીમેન્સ અને નોકિયાના ઉપકરણો લઇ એચએસડીપીએ સેવા ચાલુ કરી.

મોબીટેલ ઈરાકે વ્યાવસાયિક રીતે ફેબ્રુઆરી ૨૦૦૭ માં થ્રીજી સેવા ચાલુ કરી.

તુર્કસેલ, એવીઆ અને વોડાફોને જુલાઈ ૨૦૦૯ માં થ્રીજી સેવા એક સાથે ચાલુ કરી. તુર્ક્ચેલ અને વોડાફોને આ સેવા બધા રાજ્યોમાં ચાલુ કરી જયારે એવીઆએ ૧૬ રાજ્યોમાં. પહેલું પગથીયું એ હતું કે તુર્કીનો મોબાઈલની ઈજારાશાહી ધરાવતી તુર્કસેલ મોબાઈલના આંકડાની લેણદેણ સ્વીકાર કરે. એણે આ કર્યું તે પછી બીજી કંપનીઓએ રેડીઓના કંપનના રંગપટની હરાજીમાં ભાગ લીધો. તુર્કસેલને એ પટ, વોડાફોનને બી અને એવીઆને સી પટ મળ્યા. હાલમાં તુર્કસેલ અને વોડાફોનની સેવા તુર્કીના મોટાભાગના શહેરોમાં છે.

ફિલિપિન્સ

ફેરફાર કરો

ડીસેમ્બર 2૦૦૮ થી થ્રીજી સેવા ઉપલબ્ધ છે.

એમટીએન સીરીયાએ આ સેવા મે ૨૦૧૦ માં ચાલુ કરી.

મે ૨૦૦૮ માં ચીને સંદેશવ્યવહાર ક્ષેત્રની ગોઠવણ બદલી અને નવી ઘોષણા કરી. સૌથી મોટી કંપની ચાઈના મોબાઈલ બધા જુના જીએસએમ ગ્રાહકોને રાખશે. ચાઈના યુંનીકોમ એના જુના જીએસએમ ગ્રાહકોને રાખશે પણ એણે એના સીડીએમએ૨૦૦૦ ગ્રાહકોને એણે છોડવા પડશે. અને વધારામાં ચાઈના યુંનીકોમ ડબલ્યુ-સીડીએમએ (યુએમટીએસ) સેવા શરૂ કરશે. ચાઈના યુંનીકોમના સીડીએમએ૨૦૦૦ના ગ્રાહકો ચાઈના ટેલિકોમમાં જશે અને એ કંપની સીડીએમએ૨૦૦૦ ની ઇવીડીઓ પદ્ધતિ અપનાવશે. આ રીતે ચીનમાં ત્રણેય મુખ્ય થ્રીજી પદ્ધતિ વ્યાવસાયિક રીતે ચાલુ રહેશે. અંતમાં જાન્યુઆરી ૨૦૦૯માં માહિતી અને ઉદ્યોગ ખાતાની ઘોષણા પ્રમાણે ટીડી-એસસીડીએમએનું લાઈસન્સ ચાઈના મોબાઈલને, ડબલ્યુ-સીડીએમએનું લાઈસન્સ ચાઈના યુંનીકોમને અને સીડીએમએ૨૦૦૦નું લાઈસન્સ ચાઈના ટેલિકોમને મળશે. આ શરૂઆત ૧ ઓક્ટોબર ૨૦૦૯માં થઇ જે પીપલ્સ રીપબ્લિક ઓફ ચીનના જન્મની સાઠમી વર્ષગાંઠ હતી.

ઉત્તર કોરિયા

ફેરફાર કરો

ઉત્તર કોરિયામાં ૨૦૦૮ વર્ષ થી થ્રીજી સેવા છે, એનું નામ ક્રોયોલીંક છે. ક્રોયોલીંક કોરિયાના ટપાલ અને સંદેશ્વ્યહાવાર કોર્પોરેશન (કેપીટીસી) અને ઈજીપ્તની ઓરાસ્કોમ ટેલિકોમ હોલ્ડિંગ નું સંયુક્ત સાહસ છે. કેપીટીસી ઉત્તર કોરિયાની એકમેવ થ્રીજી કંપની છે. ઉત્તર કોરિયામાં માત્ર બે જ મોબાઈલ કંપની છે. ઓરાસ્કોમના બિઝનેસવીકમાં કહેવા પ્રમાણે મે ૨૦૧૦ માં ક્રોયોલીંકના ૧,૨૫,૬૬૧ ગ્રાહકો હતા. ઓરાસ્કોમ ક્રોયોલીંકની ૭૫ ટકા માલિક છે. ઓરાસ્કોમ ઉભરતા દેશોમાં પૈસા રોકવા માટે જાણીતી છે. આ ક્રોયોલીંક સેવા પ્યોન્ગ્યાંગ, પાંચ બીજા શહેરો, આઠ ઘોરી રસ્તાઓ અને રેલ્વેયમાં ઉપલબ્ધ છે. ક્રોયોલીંકનો એકમાત્ર પ્રતિસ્પર્ધી સંનનેટ જીએસએમ પદ્ધતિ વાપરે છે અને અવાજની ખરાબ ગુણવત્તા અને કનેક્શન તૂટવાની મુશ્કેલીઓ માટે જાણીતી છે. આ નેટના ફોનના આંકડા +૮૫૦ (૦)૧૯૨ થી ચાલુ થાય છે.

આફ્રિકા

ફેરફાર કરો

થ્રીજી પદ્ધતિ વાપરી પહેલો ચલચિત્ર કોલ વોડાકોમના નેટ પર નવેમ્બેર ૨૦૦૪માં જોહ્હાનીસ્બર્ગમાં થયો હતો. પહેલી વ્યાવસાયિક સેવા એમ્ટેલે ૨૦૦૪ માં મોરેસિયસ માં ચાલુ કરી હતી. માર્ચ ૨૦૦૬ માં એક નવી કંપની વાનાએ મોર્રોક્કોમાં આ સેવા ચાલુ કરી. પૂર્વ આફ્રિકા (તાન્ઝાનિયા) માં વોડાકોમ તાન્ઝાનિયાએ ૨૦૦૭ માં આ સેવા ચાલુ કરી.

ભારતમાં થ્રીજીની શરૂઆત ૨૦૦૮ માં ભારત સરકારની પોતાની કંપની ભારત સંચાર નિગમ લીમીટેડ (બીએસએનએલ) થી થઇ. થોડા સમય પછી એમટીએનએલે દિલ્હી અને મુંબઈ માં આ સેવા ચાલુ કરી. આખા ભારત માટે થ્રીજીના રેડિયો કંપનના રંગપટ માટેની હરાજીની ઘોષણા એપ્રિલ ૨૦૧૦ માં થઇ. પહેલી ખાનગી ક્ષેત્રની કંપની ટાટા ડોકોમોએ નવેમ્બર ૫, ૨૦૧૦ ના દિવસે થ્રીજીની શરૂઆત કરી. બીજી ખાનગી ક્ષેત્ર ની કંપની રીલાયન્સે ડીસેમ્બર ૧૩, ૨૦૧૦ ના દિવસે શરૂઆત કરી. બીજી કંપનીઓ જેવીકે ભારતી એરટેલ, વોડાફોન, આઈડીયા અને એરસેલ જાન્યુઆરી ૨૦૧૧ સુધીમાં શરૂઆત કરશે.

લાક્ષણીકતા

ફેરફાર કરો

માહિતીની ગતિ

ફેરફાર કરો

આઈટીયુએ થ્રીજીમાં ગ્રાહકોને કેટલી માહિતીની ગતિ મળશે એનો ચોખ્ખો માપદંડ આપ્યો નથી. ગ્રાહકો કોઈ માનક બતાવી શકતા નથી કે જે કહે કે આટલી ગતિ તો હોવીજ જોઈએ. આઈટીયુ ટિપ્પણીમાં કહે છે "આઈએમટી-૨૦૦૦ ૨૦ લાખ બીટ પ્રતિ સેકંડ ઉભા કે ચાલતા અને ૩.૮૪ લાખ બીટ પ્રતિ સેકંડ ચાલતા વાહનોમાં મળશે." કોઈ માપદંડ ના હોવાને કારણે કંપનીઓ કોઇપણ માહિતીની ગતિ સૂચવે છે.

સુરક્ષિતતા

ફેરફાર કરો

થ્રીજી ટુજી કરતા વધારે સુરક્ષિત છે. ગ્રાહકના હાથમાં જે ફોન છે તે એની સાથે જોડાયેલી નેટની પ્રમાંણભૂતતાની ચકાસણી કરી શકે છે અને એથી ચોરીની નેટને તરત પકડી શકાય છે. થ્રીજી નેટ કેએએસયુએમઆઇ સંકેત માનક વાપરે છે જે ટુજીમાં વાપરતા જુના એએસ-૧ સંકેત માનક કરતા વધુ સુરક્ષિત છે. આમ છતાં કેએએસયુએમઆઇના સંકેત માંનકમાં ખામીઓ શોધાઈ ગઈ છે.

થ્રીજી નેટની આ સુરક્ષિતતાની સાથે સાથે અંતિમ ભાગ થી અંતિમ ભાગ ની સુરક્ષિતતા અઈએમએસ જેવા પ્રોગ્રામોને પણ આપે છે.

પ્રોગ્રામો

ફેરફાર કરો

થ્રીજીની માહિતીની વધારે ગતિ અને તમે ક્યાં છો એ ચોક્કસ સ્થળ બતાવવાની પાત્રતાને લીધે એવા ઘણા પ્રોગ્રામો છે કે જે પહેલા ગ્રાહકોને મળ્યા નહોતા પણ હવે મળશે.

એવા કેટલાક પ્રોગ્રામો આ રહ્યા:

મોબાઈલ ટીવી – મોબાઈલ કંપની કે પ્રોગ્રામની કંપની ટીવી ચેનલને ગ્રાહકના ફોનમાં મોકલે. ચલચિત્ર માંગો – મોબાઈલ કંપની કે પ્રોગ્રામની કંપની ચલચિત્રને ગ્રાહકના ફોનમાં મોકલે. ચલચિત્ર ફોન જોડાણ – ગ્રાહકો એક બીજાને જોતજોતા વાત કરે. દૂર-દવા – દૂર દૂર રહેતા ગ્રાહકોનો ઈલાજ બીજે છેડે બેઠેલા ડોક્ટર આપે. સ્થળ સંકલિત સેવાઓ – મોબાઈલ કંપની કે પ્રોગ્રામની કંપની તમને હવામાન અને ટ્રાફિક ફોન પર બતાવે, અથવા તો તમને આજુબાજુના ધંધાકીય સ્થળો કે આજુબાજુન તમારા મિત્રો ક્યાં છે તે બતાવે.

થ્રીજીપીપી અને થ્રીજીપીપી૨ પુરેપુરી આઈપી નેટ અને એમાઆઈએમઓ વાપરીને થ્રીજી માંનાકની નવી વિસ્તૃતી પર કામ કરી રહી છે. આ માનક અત્યારેજ અઈએમટી-પ્રગતિ (ફોરજી) જે થ્રીજીની વારસ છે. પણ આ બધી પદ્ધતિઓ માહિતીની ગતિમાં પાછી પડે છે. ફોરજીમાં માહિતીની ગતિ ૧ અબજ બીટ પ્રતિ સેકંડ ઉભા અને ચાલતા અને ૧૦ કરોડ બીટ પ્રતિ સેકંડ ચાલતા વાહનોમાં મળવી જોઈએ. અને આ કારણે આ માનકોને ૩.૯ જી કે પૂર્વ-ફોરજી કહે છે.

થ્રીજીપીપી ફોરજીના આ લ્ક્ષ્યને એલટીઇ-પ્રગતિથી મેળવશે. ક્વોલ્કોમે પણ એલટીઇને ધ્યાનમાં લઇ યુએમબી પરનું કામકાજ બંધ કર્યું છે.

૧૪ ડીસેમ્બર ૨૦૦૯ ના દિવસે ટેલીઆ સોનેરાએ ઘોષણા કરી કે "અમને ઘણો ગર્વ છે કે અમે પહેલી કંપની છીએ કે જેણે ગ્રાહકોને ફોરજી સેવા આપી છે. એમની એલટીઇ નેટની શરૂઆત તેઓએ સ્ટોકહોમ, સ્વીડન અને ઓસ્લો, નોર્વેમાં કરી છે.