થ્રેશિંગ અથવા ખળવું ((અંગ્રેજી: threshing)) એ એક કૃષિ પ્રક્રિયા છે, જેમાં કાપણી પછી પાકમાંથી છોડાં સાથેનું બીજ છૂટું પાડવામાં આવે છે. આ લણણી અને છડવાની વચ્ચેની પ્રક્રિયા છે. આ ક્રિયામાં કાપેલા પાકને કોઇ પણ પ્રકારે ઝૂડવા કે છૂંદવામાં આવે છે, જેથી પાકમાંથી છોતરા સાથેના દાણા અલગ થઈ જાય.

પ્રાણીઓ વડે સંચાલિત થ્રેશર નામનું સાધન

પહેલા કાપેલા પાકને ખળીમાં એક કડક તળ પર પાથરી બળદ અથવા ઘોડાને તેના પર ગોળગોળ ફેરવવામાં આવે છે. વારંવાર આ પશુ પાક પર ફરતાં છોતરાં સાથેના દાણા અલગ થાય છે. આજકાલ આ કાર્ય કરવા માટે મશીન પણ આવી ગયાં છે જેને 'થ્રેશર' કહેવામાં આવે છે. ક્યારેક પાકા રોડ પર પાકને પાથરી તેના પર ટ્રેક્ટર કે તેવાં અન્ય વાહનો ચલાવી પણ આ દાણા છૂટા કરવામાં આવે છે.

પણ જુઓ ફેરફાર કરો

  • થ્રેશર