દક્ષા વ્યાસ
ગુજરાતી વિવેચક
દક્ષા બળવંતરાય વ્યાસ (૨૬ ડિસેમ્બર ૧૯૪૧) ગુજરાતી ભાષાના સાહિત્યકાર અને વિવેચક છે.
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ વ્યારામાં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વ્યારામાં પૂર્ણ કર્યા પછી તેમણે ૧૯૬૨માં સુરતથી બી.એ., ૧૯૬૫માં એમ.એ. અને ૧૯૭૮માં પીએચ.ડી.ની પદવીઓ મેળવી. ૧૯૬૭થી ૧૯૭૩ સુધી ગુરુકૂળ મહિલા કૉલેજ, પોરબંદરમાં અને ૧૯૭૩થી વ્યારા કૉલેજમાં ગુજરાતીમાં અધ્યાપક રહ્યા હતા. હવે તેઓ નિવૃત્ત છે.
સર્જન
ફેરફાર કરોસ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પરિદર્શન (૧૯૮૧) એમનો શોધપ્રબંધ છે; ભાવપ્રતિભાવ (૧૯૮૧), સૌંદર્યદર્શી કવિઓ (૧૯૮૪) એમના સંશોધન-વિવેચનના ધ્યાનપાત્ર ગ્રંથો છે. સૌંદર્યદર્શી કવિઓમાં પાંચમા દાયકાના ચાર પ્રમુખ કવિઓ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉશનસ્ અને જયંત પાઠકની કાવ્યપ્રવૃત્તિનો ઉપરાંત પાછલા ત્રણની વિવેચનનો પણ સવિગત આલેખ મળી રહે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- દક્ષા વ્યાસ - સર્જન અથવા તેમના વિશે વધુ માહિતી ઇન્ટરનેટ અર્કાઇવ પર
- ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |