વ્યારા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

વ્યારા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનું નગર તેમ જ વ્યારા તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા નગરનું શાસન નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવે છે.

વ્યારા
—  નગર  —
વ્યારાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°06′32″N 73°23′37″E / 21.1088°N 73.3937°E / 21.1088; 73.3937
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો તાપી
વસ્તી ૩૯,૭૮૯[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૭૫ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 69 metres (226 ft)

ઇ.સ. ૧૭૨૧ થી ૧૯૪૯ દરમિયાન વ્યારા ગાયકવાડના શાસન હેઠળ બરોડા રાજ્યમાં આવતું હતું, તેમજ આ વિસ્તાર ઇ.સ. ૧૭૮૧ દરમિયાન વાંસદા રજવાડા હેઠળ પણ હતો. ૧૦ જૂન ૧૯૪૮ના રોજ તે ભારત સંઘમાં ભળી ગયું હતું.

વ્યારા 21°07′N 73°24′E / 21.12°N 73.4°E / 21.12; 73.4 પર સ્થિત છે.[૨] તેની સરેરાશ ઉંચાઇ ૬૯ મીટર છે. વ્યારા સુરત-ભુસાવલ (તાપ્તી લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત-ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર સુરતથી ૬૫ કિમીના અંતરે આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી, આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે.

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

વ્યારામાં ઘણા બાગ જેમ કે જલ-વાટીકા, અમર-વન વગેરે આવેલા છે.

અહીં આવેલો ફતેહ બુર્જ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-182) છે.

જાણીતા વ્યક્તિઓ

ફેરફાર કરો
  1. "Vyara Population, Caste Data Tapi Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-02-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ મે ૨૦૧૭.
  2. Falling Rain Genomics, Inc - Vyara