દલિતચેતના મનોજ પરમારના સંપાદન હેઠળ દર મહિનાની ૧૩ તારીખે પ્રકાશિત થતું એક ગુજરાતી ભાષાનું માસિક સામયિક છે. ગુજરાતી દલિત સાહિત્યને ખીલવાના હેતુથી આ સામયિકની સ્થાપના ૨૦૦૬ માં કરવામાં આવી હતી.[૧] [૨]

દલિતચેતના
સંપાદક(કો)મનોજ પરમાર
વર્ગદલિત સાહિત્ય
આવૃત્તિમાસિક
બંધારણPrint
પ્રકાશકમનોજ પરમાર
સ્થાપકમનોજ પરમાર
સ્થાપના વર્ષ૨૦૦૬
પ્રથમ અંક13 November 2006 (2006-11-13)
દેશભારત
મુખ્ય કાર્યાલયચાંદખેડા , ગાંધીનગર
ભાષાગુજરાતી
ISSN2319-7862

ઇતિહાસ ફેરફાર કરો

સામયિકનો પ્રથમ અંક ૧૩ નવેમ્બર ૨૦૦૬ ના રોજ ગાંધીનગરના ચાંદખેડાથી પ્રકાશિત થયો હતો. બાદમાં, તેણે વર્ષ દરમિયાન પ્રકાશિત શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ કવિતાને ઇનામ આપવાનું શરૂ કર્યું.[૨]

વિષયવસ્તુ ફેરફાર કરો

દલિતચેતના વિવિધ પ્રકારની સાહિત્યિક શૈલીઓ અને દલિત સાહિત્ય પર આધારિત લેખો પ્રકાશિત કરે છે જેમાં કવિતાઓ, ટૂંકી વાર્તાઓ, ટીકા, સંશોધન પત્ર અને નિબંધોનો સમાવેશ થાય છે.[૨]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "આપણા સામયિકો". Aksharnaad.com. 29 June 2012. મેળવેલ 12 February 2016.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Hasit Mehta (May 2012). Sahityik Samayiko: Parampara Ane Prabhav. Ahmedabad: Rannade Prakashan. પૃષ્ઠ 195. ISBN 978-93-82456-01-8.