દલિત

અનાર્ય થી દલિત સુધીનો ઈતિહાસ

દલિત એક ભારતીય જાતિ-સમૂહ છે.

Dalits

ચિત્ર:RettamalaiSrinivasan.JPG
Sri Ravidas · B. R. Ambedkar · Ilaiyaraja
Rettamalai Srinivasan · Ayyankali · K.R. Narayanan
Regions with significant populations
 ભારત~166 million[]
   Nepal~4.5 Million (2005)[]
 પાકિસ્તાન~2.0 Million (2005)[]
 શ્રીલંકાUnknown (2008)
 BangladeshUnknown (2008)
Languages
Languages of India
Religion
Hinduism · Sikhism · Islam · Buddhism · Christianity
Related ethnic groups
Indo-Aryan, Dravidian, Munda

ભારતીય બંધારણ[] હેઠળ વર્ણ વ્યવસ્થાને નાબૂદ કરવામાં આવી હોવા છતાં દક્ષિણ એશિયામાં દલિતો વિરૂદ્ધ ભેદભાવ અને પૂર્વગ્રહો પ્રવર્તે છે.[] ભારતના સ્વાતંત્ર્યથી અત્યાર સુધીમાં દલિતોને નોકરીઓ અને શિક્ષણમાં તકો પુરી પાડવા માટે મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારીની તકો વઘારી દલિતોની સ્થિતિમાં સુધારો લાવવા ઘણી સામાજીક સંસ્થાઓ બદલાવની તજવીજને પ્રોત્સાહન આપ્યું છે.

નામની વ્યુત્પત્તિ

ફેરફાર કરો

દલિત શબ્દ મરાઠી ભાષામાંથી આવ્યો છે અને તેનો અર્થ "તળિયું", "દબાયેલું", "કચડાયેલું" અને "તૂટેલા ટુકડા" થાય છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ઓગણીસમી સદીમાં જ્યોતિરાવ ફુલેએ કર્યો હતો. દ્વિજ હિંદુઓની અગાઉની અછુત જાતો દ્વારા સહન કરવામાં આવેલ દમનના સંદર્ભે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.[]

વિક્ટર પ્રેમસાગરના જણાવ્યા અનુસાર આ શબ્દ જાતિની "નબળાઈ, ગરીબી અને ભારતીય સમાજમાં ઉંચી જાતો દ્વારા થતાં અપમાનને વ્યક્ત કરે છે."[] મોહનદાસ ગાંધીએ અગાઉના અસ્પૃશ્યોની ઓળખમાં હરીજન શબ્દ આપ્યો હતો. જેનો અંદાજીત અર્થ "ભગવાનના બાળકો" થાય છે. પહેલાના અસ્પૃશ્યો અને આદિવાસીઓને ગણવા ભારતના સરકારી દસ્તાવેજોમાં તેમને "અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ" (એસસી/એસટી)શબ્દનો ઉપયોગ થાય છે. જો કે, વર્ષ 2008માં નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટે નોંધ્યું હતું કે દલિત શબ્દનો ઉપયોગ સત્તાવાર શબ્દ શેડ્યૂલ કાસ્ટ સાથે પરસ્પર થતો હતો. તેમણે આ શબ્દને ગેરબંધારણીય ગણાવીને રાજ્ય સરકારોને તેના ઉપયોગનો અંત લાવવા માટે જણાવ્યું હતું. આદેશ બાદ, છત્તિસગઢ સરકારે દલિત શબ્દના સત્તાવાર ઉપયોગનો અંત લાવી દીધો હતો.[]

સત્તાવાર દસ્તાવેજોમાં પહેલાના અસ્પૃશ્યોનો ઉલ્લેખ કરવા માટે તમિલનાડૂ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અનુક્રમે "આદી દ્રવિડ", આદિ કર્ણાટક અને આદિ આંધ્રા શબ્દોનો ઉપયોગ થાય છે. આ શબ્દો અને તેમાં મુખ્યત્વે "આદિ" શબ્દ રાજ્યના મૂળ નિવાસીનો નિર્દેશ કરે છે.[]

દલિતોનો સામાજીક દરજ્જો

ફેરફાર કરો

પરંપરાગત હિન્દુ સમાજના સંદર્ભમાં, દલિતના હોદ્દાને ઐતિહાસિક રીતે કર્મકાંડ પ્રમાણે અપવિત્ર વ્યવસાયો સાથે વારંવાર જોડવામાં આવે છે. આ અપવિત્ર વ્યવસાયોમાં ચર્મકાર્ય, અથવા ગંદકીને સાફ કરવી, પશુઓના હાડપિંડર અને કચરાના નિકાલ સાથે જોડાયેલ કાર્યોનો સમાવેશ થાય છે. દલિતો હાથથી મેલું ઉપાડતાં મજુર તરીકેનું કાર્ય કરે છે. તેઓ માર્ગો, સંડાસ અને મળમૂત્ર સાફ કરે છે.[૧૦] આ કાર્યો સાથે સંકળાયેલ વ્યક્તિ બીજાને પ્રદુષિત કરી શકે તેમ માનવામાં આવતું હતું અને આ પ્રદુષણ ચેપી ગણાતું હતું. તેના પરીણામ સ્વરૂપે દલિતોને અલગ મુકવામાં આવતા અને હિન્દુ સામાજીક જીવનમાં સંપૂર્ણપણે ભાગ લેવા તેમના પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. દા.ત. તેઓ મંદીર કે શાળામાં પ્રવેશી શકતા ન હતા અને તેમને ગામડાની બહાર રહેવું ફરજીયાત હતું. દલિતો અને અન્ય જાતિના લોકો વચ્ચે અચાનક સંપર્ક થતો અટકાવવા માટે ક્યારેક ઝીણવટ ભરી અગમચેતી રાખવામાં આવતી હતી.[૧૧] ગ્રામ્ય વિસ્તારોના ખાનગી ક્ષેત્રોમાં રોજબરોજની બાબતોમાં દલિત સાથેનો ભેદભાવ હજુ પણ યથાવત છે. જેમ કે તેમને શાળા, મંદીરો અને પાણીના સ્ત્રોતોમાં જતા અટકાવાય છે.[૧૨] શહેરી વિસ્તારો અને જાહેર ક્ષેત્રોમાં તે મોટા ભાગે ભેદભાવ જોવા નથી મળતો.[૧૩] કેટલાક દલિતો સફળતાપૂર્વક શહેરી ભારતીય સમાજમાં જોડાઈ ગયા છે. જ્યાં જાહેર જીવનમાં જાતિનું મૂળ ઓછુ સ્પષ્ટ અને ઓછુ મહત્વનું હોય છે. ગ્રામીણ ભારતમાં જાતિય વ્યવસ્થા વધારે સહેલાઈથી જોઈ શકાય છે અને દલિતોને મોટા ભાગે સ્થાનિક ધાર્મિક જીવનથી બાકાત રાખવામાં આવે છે. જો કે કેટલાક ગુણાત્મક ચિહ્નો સૂચવે છે કે તેની ઉગ્રતામાં ઝડપી ઘટાડો થઈ રહ્યો છે.[૧૪][૧૫]

આનુવંશિકતા

ફેરફાર કરો

તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે ઉચ્ચ અને નીચલી જાતિઓ વચ્ચે કોઈ જનિન તફાવત નથી. ભારતમાં જાતિનો તફાવત સામાજીક બંધારણ પ્રમાણે ગણવામાં આવે છે અને તેનો આધારે જનિનો પ્રમાણે નથી તે દર્શાવે છે.[૧૬] જનિનોની તપાસ વધુમાં સૂચવે છે કે ભારતીય જનિનોનો સમૂદાય કોઈ પણ બીન-દક્ષિણ એશિયાઈ સમૂદાયો સાથે સગપણ સબંધ દર્શાવતો નથી.[૧૬]

દલિતો અને ધર્મ

ફેરફાર કરો

2006નો સચર સમિતીના અહેવાલમાં જાણવા મળ્યું હતું કે ભારતની અનુસૂચિત જાતિ અને આદિવાસીઓ હિન્દુ ધર્મ પુરતા મર્યાદીત નથી. એનએસએસઓના 61માં તબક્કાના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ભારતમાં દસમાંથી નવમાં ભાગના બુદ્ધો, ત્રણમાંથી એક ભાગના શિખો અને ત્રણમાંથી એક ભાગના ખ્રિસ્તીઓ બંધારણની અધિસુચિત અનુસૂચિત જાતિઓ અને આદિવાસીઓના સમુદાયના છે.

અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ
બૌદ્ધવાદ 89.50% 7.40%
ખ્રિસ્તી ધર્મ 9.00% 32.80%
શીખવાદ 30.70% 0.90%
હિન્દુવાદ 22.20% 9.10%
પારસી ધર્મ - 15.90%
જૈનવાદ - 2.60%
ઈસ્લામ ધર્મ 0.80% 0.50%

[૧૭]

હિન્દુ ધર્મ

ફેરફાર કરો

દેશમાં બહુમતિ દલિતો હિન્દુ છે તેમ છતાં મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં દલિતો બુદ્ધવાદમાં પરિવર્તિત થયા છે. તેમને મોટા ભાગે નવ્ય-બુદ્ધવાદી તરીકે ઓળખવામાં આવે છે.[૧૮] શ્રીલંકામાં દલિતો બુદ્ધવાદી હોઈ શકે છે.

ઐતિહાસિક દ્રષ્ટિકોણ

ફેરફાર કરો

1936 અને 1947 દરમિયાન કેરળના રજવાડી રાજ્યો દ્વારા તમામ હિન્દુઓને મંદીરોમાં પ્રવેશવા અંગે કરવામાં આવેલી જાહેરાત છતાં પણ કેરળમાં અછુતપણાની વ્યવસ્થાનો અંત લાવવામાં ઘણો લાંબો સમય લાગ્યો હતો. કેરળની પરંપરા મુજબ દલિતોને બળજબરી પૂર્વક નમ્બૂથીરીઓથી 96 ફીટનું અંતર, નાયરોથી 64 ફીટનું અંતર અને અન્ય ઊંચી જાતિયોથી (જેમ કે મારન અને આર્ય વૈશ્ય)થી 48 ફીટનું અંતર રાખવું પડતું, કારણ કે તેવી માન્યતા હતી કે દલિતો તેમને દૂષિત કરે છે.[૧૯] "એક નાયરથી આશા રાખવામાં આવતી કે તે તિઅર, કે મુકુઆ જાતિના કોઇ વ્યક્તિ જે નાયરને અડીને તેની દૂષિત કરે તેને તરત જ કાપી દે ; તેવો જ વ્યવહાર તે ગુલામોની સાથે કરવામાં આવતો હતો, જે તે રસ્તા પરથી ખસે નહીં, જે રસ્તા પરથી એક નાયર પસાર થતો હોય"[૨૦] ઐતિહાસિક રીતે નાયડી, કનિસાન અને મુક્કુવાન જેવી જાતિઓ પર પ્રતિબંધ લગાવી તેમને નમ્બુથીરીથી દુર રાખવામાં આવતી. આજે અછુતપણા જેવો કોઈ વ્યવહાર કરવામાં આવતો નથી; હવે તેને ફોજદારી ગુના તરીકે ગણવામાં આવે છે.[૨૧] જો કે, કેરળમાં દલિતો માટે શૈક્ષણિક તકો ઘણી મર્યાદીત છે.[૨૨]

સુધારણા ચળવળો

ફેરફાર કરો

અન્ય હિન્દુ જૂથો પણ સમાધાન માટે દલિતો સમુદાયોનો સંપર્ક સાધ્યો હતો. ઓગસ્ટ 2006માં દલિત કર્મશિલ નામદેવ ધશલ પણ કુહાડી બાળવાના પ્રયત્નરૂપે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે મંત્રણા યોજી હતી. હિન્દુ મંદીરો વધુને વધુ દલિત સંતોને ગ્રહણ કરી રહ્યાં છે. જે કાર્ય અગાઉ બ્રાહ્મણો માટે અનામત હતું.[૨૩][૨૪][૨૫] દા.ત. સુર્યવંશી દાસ બિહારમાં ઉલ્લેખનિય મંદીરના પૂજારી છે.[૨૬] છુટક પ્રસંગોના પુરવા દર્શાવે છે કે હિન્દુ દલિત વિરૂદ્ધના ભેદભાવમાં ધીમો પણ સ્થિર ઘટાડો થઈ રહ્યો છે.[૧૪][૨૭][૨૮] દા.ત. દલિત લેખક ચંદ્રભાણ પ્રસાદ દ્વારા થયેલા અનૌપચારીક અભ્યાસ અને ન્યુયોર્ક ટાઈમ્સ/1} [૨૯]માં નોંધ્યું છે તેમ: ગ્રામ્ય આઝમગઢ જિલ્લામાં [ ઉત્તર પ્રદેશરાજ્યમાં] આશરે તમામ દલિત પરીવારો કહે છે કે તમામ વરકન્યાઓ તેમના લગ્ન સમયે કારમાં આવે છે. જેની સંખ્યા 1990માં 27 ટકા હતી. ભુતકાળમાં દલિતોને તેમની નવવધૂને મળવા માટે ઘોડા પર સવારી કરીને જવાની પણ પરવાનગી ન હતી; તેને ઉચ્ચ જાતિનો વિશેષાધિકાર માનવામાં આવતો હતો.

ઘણાં હિન્દુ દલિતોને સમાજમાં સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. જો કે, કરોડો દલિતો હજુ ગરીબ છે. ખાસ કરીને ચંદ્રભાણ પ્રસાદ જેવા કેટલાક બૌદ્ધિકો એવી દલિલ કરે છે કે 1991ના આર્થિક ઉદારીકરણ બાદ ઘણાં દલિતોનું જીવન ધોરણ સુધર્યું છે અને ઘણાં ગુણાત્મક સર્વેક્ષણો મારફતે તેમના દાવાને સમર્થન મળ્યું છે.[૨૯][૩૦] ભારતમાં જાતિ સબંધિત હિંસાની તાજેતરની ઘટનાઓ દલિત સમુદાય પર પ્રતિકૂળ અસર પાડી છે. શહેરી ભારતમાં દલિત વિરોધી ભેદભાવ સારા એવા પ્રમાણમાં ઘટ્યું છે પરંતુ ગ્રામ્ય દલિતો તેમની જાતને ઉપર લાવવા સંઘર્ષ કરી રહ્યાં છે.[૩૧] સરકારી સંસ્થાઓ અને એનજીઓ દલિતોને ન્યાય અપાવવા સક્રિય છે અને ઘણી હિન્દુ સંસ્થાઓ પણ તેમની તરફેળમાં બોલે છે.[૩૨][૩૩] કેટલાક જૂથો અને હિન્દુ ધર્મના વડાઓ પણ જાહેરમાં જાતિ વ્યવસ્થાની વિરોધમાં બોલે છે.[૩૪][૩૫] જો કે, દલિતો માટે મંદિર પ્રવેશના હકોની લડાઈ હજુ બંધ થઈ નથી અને હજુ પણ નવા વિવાદો ચાલુ છે.[૩૬][૩૭] સુબ્રમણ્યમ ભારતી જેવા બ્રાહ્મણોએ દલિતોમાં બ્રાહ્મણપણું લાવ્યા હતા અને શિવાજીના મરાઠા સામ્રાજ્યમાં દલિત હિન્દુ યોદ્ધા હતા. (મહાર રેજિમેન્ટ)અનેસિંધિયા દલિત રાજ્ય. આધુનિક સમયમાં રામચંદ્ર વિરપ્પા અને ડૉ. સુરજ ભાણ જેવા ભારતીય જનતા પક્ષના નેતાઓ છે.

તાજેતરમાંજ નેપાળમાં દલિતોને પૂજારીના કામકાજ માટે સ્વિકારવામાં આવ્યાં છે. (જે પરંપરાગત રીતે બ્રાહ્મણો માટે અનામત છે). દલિત પૂજારીના આદેશને "પાન્દરમ" કહેવાય છે.[૩૮]

ઈસ્લામ ધર્મ

ફેરફાર કરો

ભારતમાં મુસ્લિમ સમાજ પણ અનેક જાતિ જેવા જૂથોમાં વિભાજીત છે. ઈસ્લામના બોધથી વિપરીત ઈસ્લામમાં પરિવર્તિત થયેલા નીચી જાતિના વંશજોને "નોબલ" અને "અશરફ" દ્વારા ભેદભાવનો સામનો કરવો પડે છે.[૩૯] આ મુસ્લિમો આરબ, ઈરાનિયન અને મધ્ય એશિયાના મુસ્લિમોને પોતાના પૂર્વજો તરીકે ગણે છે. દેશમાં એવા ઘણાં સમુદાયો છે જે દલિત મુસ્લિમોને ઉચ્ચ-જાતિના મુસ્લિમોના ભેદભાવથી મુક્તિ અપાવવા કાર્યરત છે.[૪૦][૪૧]

શિખવાદ જાતિ વ્યવસ્થાના વિચારને નકારે છે તેમ છતાં જાતિની ઓળખને નાબૂદ કરવા માટે દલિતોને સમાન અટક આપવામાં ઘણો લાંબો સમય લગાવ્યો છે. ઘણાં પરીવારો અને તેમાં પણ ખાસ કરીને જે ભારત સાથે નિકટતમ જોડાણ ધરાવતા હોય તેઓ જુદી જુદી જાતિઓ સાથે લગ્ન કરતા નથી. ઈર્વિન ભૈયા 20મી સદીના સૌથી પ્રખ્યાત દલિત છે. શિખ સમુદાયના દલિતોએ પરંપરાગત જાતિ વ્યવસ્થા અનુસાર તેમના સમાજની ગોઠવણ કરી છે. કાશિ રામ પોતે શિખ પાશ્વભૂમિ ધરાવે છે જો કે તેઓએ ધર્માંતરણ કર્યું હતું કારણકે તેઓ માનતા હતા કે શિખ સમાજ દલિતોનો આદર કરતો નથી અને તેથી તેઓ નવ્ય-બોદ્ધ બન્યા હતા. તાજેતરમાંજ જલંધર નજીક તલ્હાન ગામના ગુરુદ્વારામાં એક વિવાદ થયો હતો જ્યાં જાટ અને મઝ્હબી શિખ અને રવિદાસિયા શિખ વચ્ચે સંઘર્ષ થયો હતો. હાલમાંજ એક પંજાબી ગામમાં કેટલાક દલિતોને ગુરુદ્વારામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આદિ-ધર્મિસ જેવા કેટલાક સંપ્રદાયો છે જેઓએ શિખ મંદીરોનો બહિષ્કાર કર્યો છે. તેઓ રવિદાસી જેવા છે અને રવિદાસને તેમના ગુરુ માને છે. તેઓ દાઢી રાખતા ન હોવાથી મુખ્ય પ્રવાહના શિખો તેમનો વિરોધ કરે છે. સંત રામ આ સમુદાયના છે અને આર્ય સમાજના સભ્ય છે તેમણે આદિ-ધર્મિસના સંચાલન માટે પ્રયત્ન કર્યો હતો. અન્ય શિખ જૂથોમાં જ્હિવાર, બાઝિગર, રાઈ શિખ (તેમાંથી ઘણાં રવિદાસિયા છે) નો સમાવેશ થાય છે. હિન્દુ દલિતોની જેમ શિખ દલિતોની વિરૂદ્ધ હિંસા થાય છે.

ખ્રિસ્તી ધર્મ

ફેરફાર કરો

ભારતભરમાં ઘણા ખ્રિસ્તી સમુદાયો હજુ પણ જાતિ વ્યવસ્થાનું પાલન કરે છે. ઘણી વખત સામાજીક વ્યવસ્થામાં કોઈ ફેરફાર થતા નથી અને ગોઅન કેથોલિકના સમુદાયની જેમ કેટલાક સમુદાયોમાં હિન્દુ વ્યવસ્થાની સરખામણીએ વ્યવસ્થા જુદી જુદી હોય છે. ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થવાથી દલિતો જાતિ વ્યવસ્થાની મુક્ત નથી થતા. 1992માં તમિલનાડૂમાં કેથોલિક અંગે કરવામાં આવેલા એક અભ્યાસ[૪૨] પરથી જાણવા મળ્યું હતું કે દલિત ખ્રિસ્તીઓ અલગ ચર્ચો, સ્મશાન, સેવાઓ અને સરઘસની અલગ વ્યવસ્થાનો સામનો કરી રહ્યાં હતા. ખ્રિસ્તી બોધપાઠ છતાં ઉચ્ચ-જાતિના પાદરીઓ અને સંન્યાસિનીઓના ભેદભાવને લીધે દલિતો આર્થિક અને સામાજીક કષ્ટોનો સામનો કરે છે બામા ફોસ્ટિનાનું ઉપનામ ધરાવતા ખ્રિસ્તી દલિત કર્મશિલે પુસ્તકો લખ્યા છે જેમાં દક્ષિણ ભારતમાં ઉચ્ચ જાતિના પાદરીઓ અને સંન્યાસિનીઓ દ્વારા થતા ભેદભાવ અંગે પ્રત્યક્ષ વર્ણન કરવામાં આવ્યું છે. સામાજીક ઉદ્ધારના પગલાંની વાત આવે છે ત્યારે દલિત ખ્રિસ્તીઓને હિન્દુ અને નવ્ય-હિન્દુઓ સમાન દરજ્જો નથી ધરાવતા. તાજેતરના વર્ષોમાં ચર્ચ સત્તાઓ અને બોર્ડ્સના સમર્થન સાથે દલિત ખ્રિસ્તીઓએ માંગણી કરી હતી કે તેમને અન્ય દલિતોની જેમ સમાન લાભો મળવા જોઈએ.

બૌદ્ધ ધર્મ

ફેરફાર કરો

મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને તમિલ નાડૂ તેમજ અન્ય કેટલાક વિસ્તારોમાં દલિતો આંબેડકર દ્વારા શરૂ કરવામાં આવેલ નવ્ય-બુદ્ધવાદની ચળવળના પ્રભાવ હેઠળ આવ્યા છે 1950માં આંબેડકર આંબેડકરે બુદ્ધ ધર્મ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને બુદ્ધ વિદ્વાન પંડિતો તેમજ મઠવાસીઓના સંમેલનમાં હાજરી આપવા માટે શ્રી લંકા (સીલોન) ફર્યા હતા. પૂણે ખાતે નવું બુદ્ધિસ્ટ વિહાર સમર્પિત કરતા આંબેડકરે જાહેરાત કરી હતી કે તેઓ બૌદ્ધ ધર્મ પર પુસ્તક લખી રહ્યાં છે અને તે પૂર્ણ થઈ જાય ત્યારબાદ તેઓ બુદ્ધવાદમાં ઔપચારીક ધર્મ પરિવર્તન કરવાની યોજના કરી રહ્યાં છે.[10] આંબેડકરે 1954માં મ્યાનમારની (બર્મા) બે વખત મુલાકાત લીધી હતી; બીજી વખત તેઓ રંગુનમાં વર્લ્ડ ફેલોશિપ ઓફ બુદ્ધિસ્ટના ત્રીજા સંમેલનમાં ભાગ લેવા ગયા હતા. 1955માં તેમણે ભારતીય બુદ્ધ મહાસભા અથવા બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી હતી. 1956માં તેમણે ધ બુદ્ધા એન્ડ હીઝ ધમ્મા પરનું આખરી કાર્ય પૂર્ણ કર્યું હતું. જે તેમના મૃત્યુ બાદ પ્રકાશિત થયું હતું.

શ્રી લંકાના બુદ્ધિસ્ટ સાધુ હમ્માલવા સધ્ધતિસા[11] સાથેની મુલાકાત બાદ આંબેડકરે 14 ઓક્ટોબર, 1956ના રોજ નાગપુર ખાતે પોતાના અને પોતાના સમર્થકો માટે જાહેર ઔપચારીક વિધિનું આયોજન કર્યું હતું. બુદ્ધિસ્ટ સાધુઓ પાસેથી પરંપરાગત રીતે ત્રણ રેફ્યુજી અને પાંચ ઉપદેશોનો સ્વિકાર કર્યા બાદ આંબેડકરે ધર્મ પરિવર્તન કર્યું હતું. ત્યારબાદ ત્યાં એકઠા થયેલા અંદાજીત 5,00 ,000 જેટલા તેમના અનુયાયીઓના ધર્મપરિવર્તન માટે તેમણે વિધિ કરી હતી.[10] 22 શપથો લઈને આંબેડકર અને તેમના સમર્થકોએ સ્પષ્ટપણે હિન્દુવાદ અને હિન્દુ તત્વજ્ઞાનને વખોડી તેનો અસ્વિકાર કર્યો હતો. ત્યારબાદ તેઓ નેપાળમાં કાઠમંડૂ ખાતે ચોથી વિશ્વ બુદ્ધિસ્ટ પરીષદમાં હાજરી આપવા ગયા હતા. ૨ ડિસેમ્બર, 1956ના રોજ તેમણે તેમની આખરી હસ્તલેખિત પુસ્તક ધ બુદ્ધા ઓર કાર્લ માર્ક્સ પૂર્ણ કરી હતી.

નેપાળ જેવા સત્તાવાર હિન્દુ દેશમાં કેટલાક દલિતો અને અન્ય સમુદાયો વૈદિક હિન્દુવાદમાંથી બુદ્ધવાદમાં ધર્મપરિવર્તન કરે છે. જાતિ વ્યવસ્થાની પ્રતિક્રિયારૂપ અને અહિંસાના સ્વિકારને પગલે તેઓ બુદ્ધ ધર્મમાં પરિવર્તન માટેનું કારણ આપે છે. ધર્મ પરિવર્તનના પગલે બુદ્ધ વસ્તીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે (0.1% થી 0.8%) જ્યારે હિન્દુ ધર્મનું પાલન કરતાં લોકોની સંખ્યા 1961માં 83% હતી તે ઘટીને 80% થઈ છે.

ધ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટિઝ એક્ટ

ફેરફાર કરો

ધ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટિઝ એક્ટ (POA) એ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચિત સેવા છે જેમાં જાતિગત સબંઘોને હિંસા, બંને આકસ્મિક અને પદ્ધતિસર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે.[૪૩] 1989માં ભારત સરકારે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટિઝ એક્ટ પસાર કર્યો હતો જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (દલિત) વિરૂદ્ધ થતાં ચોક્કસ ગુનાઓ અંગે “એટ્રોસિટિઝ” પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવી હતી અને આ પ્રકારના કાર્યો સામે વ્યુહરચનાઓ અને સજાઓ તૈયાર કરવામાં આવી હતી. આ એક્ટનો હેતુ દલિતો સામે થતાં અત્યાચારોને કાબુમાં લાવવા અને તેને સજા આપવાનો છે. સૌપ્રથમ તે સ્પષ્ટતા કરીએ કે એટ્રોસિટીઝ એટલે શું: નુકશાન અને અપમાન એમ બંનેના ચોક્કસ બનાવો. જેમ કે, નુકશાનકારક પદાર્થ દબાણપૂર્વક ખવડાવવો અને દલિતો હજુ પણ જેનો સામનો કરી રહ્યાં છે તે શારીરિક અત્યાચાર. ખાસ કરીમે ગ્રામ્ય વિસ્તારોમાં તેનું પ્રમાણ વધારે છે. આ પ્રકારના શારીરિક અત્યાચારમાં દબાણપૂર્વકની મજુરી, પાણી પીવા અને અન્ય જાહેર સુવિધાઓનો ઉપયોગ કરવાની મનાઈ અને દલિત મહિલા ઉપર શારીરિક છેડછાડનો સમાવેશ થાય છે. બીજું, આ પ્રકારના કેસોને પીઓએ હેઠળ નોંધવાના પ્રયત્નરૂપે એક્ટ અંતર્ગત વિશેષ અદાલતોની રચના કરવામાં આવી છે. ત્રીજું, ઉચ્ચ સ્તરની જાતિ આધારીત હિંસા (“એટ્રોસિટી-પ્રોન”) ની તપાસ તેમજ ન્યાય અને કાયદો જાળવવા માટે સરકાર તેનો ઉપયોગ કરી લાયક અધિકારીઓની નિમણુક કરી શકે છે. પીઓએ દલિતોની ફરિયાદોનું નિવારણ કરે છે પરંતુ માત્ર બે રાજ્યોએ કાયદાનુસાર અલગ અદાલતોની રચના કરી છે. એક્ટનું સંપૂર્ણ પાલન નિષ્ફળ નિવડ્યું છે. પોલિસ અધિકીરીઓએ આ એક્ટ હેઠળ અપરાધની નોંધણી કરવામાં સતત અનિચ્છા દર્શાવી છે. આંશિક રીતે એક્ટ અંગેના અજ્ઞાન અને ઉચ્ચ વર્ગના બચાવ માટે આ એક્ટ હેઠળ નોંધણી કરવામાં અનિચ્છા પ્રવર્તે છે. 1999ના અભ્યાસ અનુસાર આ એક્ટના અમલ માટે જવાબદારી સોંપવામાં આવી હતી તેમાંના ચોથા ભાગના અધિકારીઓ આ એક્ટના અસ્તિત્વ અંગે અજાણ હતા.[૪૩]

દલિતો અને સમકાલીન ભારતીય રાજકારણ

ફેરફાર કરો
ચિત્ર:Mayawati newsstand.jpg
2007ની ચૂંટણીમાં કલકત્તાના છાપાએ ઉત્તર પ્રદેશમાં માયાવતીના પક્ષની આશ્ચર્યજનક બહુમતીની જાહેરાત કરી.

ભારતીય બંધારણમાં

દલિતોના સામાજિક અને આર્થિક કલ્યાણ માટે વિશેષ જોગવાઇઓ કરવામાં આવી છે, જેમાં કહેવાતા અનુસૂચિત જાતિ અને જનજાતિઓનો સામાજિક ગતિશીલતાને ઉપર લઇ જવામાં હેતુથી સમાવેશ કરવામાં આવ્યો છે, આ છૂટછાટ ફક્ત હિન્દુ રહેલા દલિતો સુધી જ મર્યાદિત છે. અન્ય ધર્મોનો અંગિકાર કરનારા દલિતોમાં આવી માગ ઉઠી છે કે કાયદાકીય લાભો તેમના સુધી પણ પહોંચવા જોઇએ કે જેથી તેઓ "ઉપર ઉઠી શકે" અને ઐતહાસિક અન્યાયથી દુર રહી શકાય.[૪૧]

ભારતીય રાજકારણમાં હિન્દુત્વ (હિન્દુ રાષ્ટ્રીયતા)ના ઉદય સાથે રાજકીય રંગે રંગાયેલો અન્ય એક મુખ્ય મુદ્દો ધર્માંતરણ છે. રાજકીય ચળવળ એવો આરોપ મુકે છે કે દલિતોનું ધર્માંતરણ કોઇ સમાજિક કે ધાર્મિક આસ્થાને કારણે નહીં પરંતુ શિક્ષણ અને નોકરની લાલચ આપીને કરવામાં આવે છે. વિવેચકો[કોણ?] એવી દલીલ કરે છે કે કાયદાઓ ધર્માંતરણ પર પ્રતિબંધ મુકતા હોવાથી આ બાબત સાચી છે, અને રાહતોને ભારતીય સમાજના આ નીચલા વર્ગ સુધી સિમીત રાખવાની બાબતને રૂપાંતર કર્યું હોય તેમના માટે પાછી ખેંચી લેવામાં આવી હતી. દલિત રાજકારણી, બાંગારૂ લક્ષ્મણ એ હિન્દુત્વ ચળવળના એક મહત્ત્વના સભ્ય હતા.

સરકારી નોકરીઓ અને એડમિશનોમાં ક્વોટા દ્વારા દલિતોના ઉદ્ધાર માટે સરકાર દ્વારા લેવામાં આવેલા હકારાત્મક પગલા એ અન્ય એક રાજકીય મુદ્દો છે. રાષ્ટ્રીય અને રાજ્યોની સંસદોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આશરે 8 ટકા બેઠકો અનામત છે, બી.આર. આંબેડકર અને અન્ય દલિત આગેવાનકારોએ રાજકારણમાં દલિતોના સમાન હક માટે આ પગલા લેવાની માગ કરી હતી.

ઘણા જૂથો દલિત-વિરોધી પૂર્વગ્રહ ધરાવે છે, જેમાં ભારતના રાજ્ય બિહારમાં ઉચ્ચ-જાતિના જમીનદારો દ્વારા સંચાલિત ઉગ્રવાદી સંગઠન રણવીર સેનાનો સમાવેશ થાય છે. તેઓ દલિતોને અપાતી એકસમાન તકોનો વિરોધ કરે છે અને દલિતોને દબાવવા માટે તેઓ હિંસાનો આશરો પણ લે છે. ભારત સરકાર દ્વારા રણવીર સેનાને આંતકવાદી સંગઠન માનવામાં આવે છે.[૪૪]

1997માં, કે.આર. નારાયણન પ્રથમ દલિત રાષ્ટ્રપતિ બન્યા. 2008માં, બહુજન સમાજ પક્ષની દલિત મહિલા, માયાવતી ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા. તેમના રાજકીય આધારને દલિતોથી આગળ લઇ જવાના પ્રયત્નોને કારણે તેમની જીત થઇ, જેમાં મુખ્યત્વે ઉત્તર પ્રદેશના બ્રાહ્ણણોનો સમાવેશ થાય છે.[૪૫][૪૬] માયાવતી અને તેમના રાજકીય ગુરૂ કાંશિ રામે જોયું કે સરેરાશ દલિત (જેમાંથી મોટા ભાગના જમીનવિહોણા ખેતમજૂરો હતા) ઉત્તર પ્રદેશમાં મોટા ભાગની ખેતીની જમીન ધરાવતા યાદવ જાતિ જેવી મધ્યમ કક્ષા સાથે હિતનો સંઘર્ષ ધરાવતા હતા, નહીં કે શહેરમાં રહેતા ઉચ્ચ વર્ગના લોકો સાથે.[૪૭][૪૮] દલિતો અને ઉચ્ચ વર્ગના લોકોને એકઠા કરવાની તેમની સફળતાને કારણે જ તેમને ભારતના વડા પ્રધાન પદના સંભવિત ઉમેદવાર તરીકે રજુ કરવામાં આવે છે.[૪૯]

અનુસૂચિત જાતિના કેટલાકો દલિતો સ્વતંત્રતા-બાદના ભારતને અપનાવવામાં સફળ રહ્યા અને તેઓ વ્યાપાર અને રાજકારણમાં ઉચ્ચ કક્ષા સુધી પહોંચ્યા છે. આ ઉપરાંત, દલિતોની કેટલીક પેટાજાતો આર્થિક રીતે સદ્ધર થઇ છે. ભેદભાવ-વિરોધી કાયદાઓ અમલમાં હોવા છતાં, ઘણા દલિતો હજુ પણ સામાજિક લાંછન અને રાજકીય ભેદભાવનો સામનો કરી રહ્યા છે. દેશનો પાયો નાંખનાર બિનસંપ્રાદાયિકતા, લોકશાહી જેવા સિદ્ધાંતો સાથે ભારતનું ન્યાયતંત્ર અને બંધારણ દલિતો[૫૦] સાથે ભેદભાવ નથી કરતું.[૫૧] ખાનગી ક્ષેત્રમાં રોજગારી/નોકરી અને ગતિશીલતાના સંદર્ભે દલિતો સામેનો ભેદભાવ સ્પષ્ટ રીતે દેખાય છે અને જાહેર ક્ષેત્રમાં દલિત સામુદાયિક હિતો સામે વિભાજનાત્મક રાજનૈતિક ભાગીદારી દ્વારા પણ તે જોઈ શકાય છે. સમૃદ્ધ થઈ રહેલા દલિતો સામેની નારાજગી અને દલિતો સામેના પુર્વગ્રહો જાતિય વિચારધારા દ્વારા પ્રબલિત થયા છે જે પગલે દલિત પ્રજા અને બીન-દલિત પ્રજા વચ્ચે નૃવંશ સંઘર્ષ થાય છે. આ તમામ બાબતો જાતિ સબંધિત હિંસામાં સ્પષ્ટ રીતે દેખાય છે. જેમાં મોટે ભાગે દલિતો ભોગ બનતા હોય છે. દલિતોને સામાન્ય રીતે શિક્ષણના અધિકાર, મકાન, સંપત્તિના હકો, ધર્મ સ્વાતંત્ર્ય, રોજગારીની પંસદગી અને ન્યાયતંત્રમાં સમાનતાથી અલિપ્ત રખાય છે.[][૫૨][૫૩][૫૪][૫૫][૫૬] 2006માં ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે તેમણે જોયેલી અછુતપણા અને રંગભેદ વચ્ચેની સમાનતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.[] જો કે, દલિત પ્રજાને સ્થિતિને સંબોધવા સરકાર સલંગ્ન સકારાત્મક પગલાની નીતિઓને લીધે આ સમાનતાને કેટલાક શિક્ષણશાસ્ત્રીઓએ અને નૃવંશશાસ્ત્રીઓએ નકારી છે[૫૦]

દલિત સાહિત્ય

ફેરફાર કરો

દલિત સાહિત્ય એ ભારતીય સાહિત્યનો મહત્ત્વનો અને વિશિષ્ટ હિસ્સો છે.[૫૭][૫૮] મદેરા ચેન્નૈહા પ્રથમ દલિત લેખકોમાના એક હતા, જેઓ પશ્ચિમ ચાલુક્યવંશના શાસનકાળ દરમિયાન રહેતા 11મી સદીના મોચી-સંત હતા અને તેમને ઘણા વિદ્વાનો "વચન કવિતાના પિતા" તરીકે પણ ગણાવે છે. અન્ય જાણીતા કવિ દોહારા કેક્કૈહા હતા, જેઓ જન્મથી દલિત હતા અને તેમની છ કન્ફેશનલ કવિતાઓ જીવિત છે.[૫૯]

આધુનિક દલિત સાહિત્ય

ફેરફાર કરો

આધુનિક યુગમાં, દલિત સાહિત્ય માટે મહારાષ્ટ્રમાં મહાત્મા ફુલે અને આંબેડકર જેવા નેતાઓનું આગમન પ્રથમ પ્રેરણા સાબિત થઇ હતી, જેઓ તેમના કાર્યો અને લેખન દ્વારા દલિતોના પ્રશ્નોને સામે લાવ્યા હતા; તેને પગલે દલિતોમાં લેખન માટેનું વલણ ઉભું થયું અને ઘણા દલિતોને મરાઠી, હિન્દી, તામિલ અને પંજાબીમાં લેખન માટે પ્રોત્સાહન પ્રાપ્ત થયું.[૬૦]

1960ના દાયકા સુધીમાં, દલિત સાહિત્યમાં બાબુરાવ બાગુલ, બંધુ માધવ [૬૧] અને શંકરરાવ ખરાટ જેવા ઘણા નવા લેખકોનો પ્રવેશ થયો, જોકે તેમણે ઔપચારિક રીતે પ્રારંભિક મેગેઝિન ચળવળથી શરૂઆત કરી હતી.[૬૨] શ્રી લંકામાં ડોમિનીક જીવા જેવા દલિત લેખકે 1960ના દાયકાના અંત ભાગમાં મુખ્ય ધારામાં લોકપ્રિયતા હાંસલ કરી હતી.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Census of India - India at a Glance : Scheduled Castes & Scheduled Tribes Population". Censusindia.gov.in. મેળવેલ 2010-08-12.
  2. Damal, Swarnakumar (2005). "Dalits of Nepal: Who are Dalits in Nepal" (PDF). International Nepal Solidarity Network. મૂળ (PDF) માંથી 2008-12-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08. Cite journal requires |journal= (મદદ)
  3. Satyani, Prabhu (2005). "The Situation of the Untouchables in Pakistan". ASR Resource Center. મેળવેલ 2008-09-27.
  4. "Excerpts from The Constitution of India". Left Justified. 1997. મૂળ માંથી 2010-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08. Cite journal requires |journal= (મદદ)
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "ઇન્ડિયા: ‘હિડન એપેર્થિડ’ ઓફ ડિસ્ક્રીમીનેશન અગેઇન્સ્ટ દલિત્સ"
  6. ઓલિવર મેન્ડેલ્સોહ્ન, મેરિકા વિક્ઝીઆની. ધી અનટચેબલ્સ: સબોર્ડિનેશન, પોવર્ટી, એન્ડ ધી સ્ટેટ ઇન મોડર્ન ઇન્ડિયા , 1998: કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, પેજ. 4 ISBN 0521556716, 9780521556712
  7. વિક્ટર પ્રેમસાગર ઇન ઇન્ટરપ્રિટીવ ડાયરી ઓફ એ બિશપ: ઇન્ડિયન એક્સપિરીયન્સ ઇન ટ્રાન્સ્લેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ સમ બિબ્લીકલ પેસેજીસ (ચેન્નાઇ: ક્રિશ્ચીયન લિટરેચર સોસાયટી, 2002), પાનુ. 108.
  8. "Dalit word un-constitutional says SC". Express India. 2008-01-18. મૂળ માંથી 2009-09-22 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-27.
  9. Leslie, Julia (2004). Authority and Meaning in Indian Religions. Ashgate Pub Ltd. પૃષ્ઠ 46. ISBN 0754634310.
  10. "Manual scavenging - the most indecent form of work". Anti-Slavery.org. 2002-05-27. મૂળ માંથી 2011-08-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-10.
  11. "India: "Hidden Apartheid" of Discrimination Against Dalits". Human Rights Watch. 2002-05-27. મૂળ માંથી 2012-07-12 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-27.
  12. "Untouchability still prevalent in rural Gujarat: survey". The Hindu. 2010-01-28. મેળવેલ 2010-04-01.[હંમેશ માટે મૃત કડી]
  13. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2006-10-28 પર સંગ્રહિત. મેળવેલ 2006-10-28.
  14. ૧૪.૦ ૧૪.૧ "હિન્દુઓએ તમિલનાડુંમાં દલિત ઉમેદવારને ટેકો આપ્યો". મૂળ માંથી 2011-10-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  15. ક્રૂસેડર સીઝ વેલ્થ એઢ ક્યુટ ફોર કાસ્ટ બાયસ
  16. ૧૬.૦ ૧૬.૧ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2014-01-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  17. Sachar, Rajindar (2006). "Minority Report" (PDF). Government of India. મૂળ (PDF) માંથી 2008-12-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-27.
  18. "Cultural Diversity, Religious Syncretism and People of India: An Anthropological Interpretation" (PDF). મેળવેલ 2010-08-12.
  19. http://sih.sagepub.com/cgi/reprint/9/2/187.pdf?ck=nck
  20. કાસ્ટ્સ એન્ડ ટ્રાઇબ્સ ઓફ સધર્ન ઇન્ડિયા, વોલ્યુમ 7 એડગેર થર્સ્ટન, કે. રંગાચેરી દ્વારા, પાનુ.251
  21. "www.nairs.in". www.nairs.in. મેળવેલ 2010-08-12.
  22. Aaliya Rushdi. "In Kerala, Dalit students facing difficulties to get educated". મેળવેલ 25 March 2010.
  23. "લો-કાસ્ટ હિન્દુ હાયર્ડ એઝ પ્રિસ્ટ". મૂળ માંથી 2007-09-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  24. "દલિત્સ: કાંચી લીડ્ઝ ધ વે". મૂળ માંથી 2012-02-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  25. ધી ન્યૂ હોલિ ઓર્ડર
  26. પટનાઝ મહાવીર ટેમ્પલ એક્સેપ્ટ્સ દલિત પ્રિસ્ટ[હંમેશ માટે મૃત કડી]
  27. "`કલ્યાનમસ્તુ' બ્રેક્સ બેરિયર્સ". મૂળ માંથી 2012-04-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  28. તિરૂપતી ટેમ્પલ રિચીસ આઉટ ટુ દલિત્સ
  29. ૨૯.૦ ૨૯.૧ ક્રૂસેડર સીઝ વેલ્થ એઝ ક્યોર ફોર કાસ્ટ બાયસ
  30. ઇન એન ઇન્ડિયન વિલેજ, સાઇન્સ ઓફ ધી લુઝનીંગ ગ્રીપ ઓફ કાસ્ટ
  31. બિઝનેસ એન્ડ કાસ્ટ ઇન ઇન્ડિયા
  32. આરએસએસ ફોર દલિત હેડ પ્રિસ્ટ્સ ઇન ટેમ્પલ
  33. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન ડિનાઉન્સીસ ટેમ્પલ એન્ટ્રી બેન ઓફ હરિજન્સ (દલિત્સ) ઇન ઓરિસ્સા[હંમેશ માટે મૃત કડી]
  34. "બેક ટુ ધી વૈદિક ફેઇથ". મૂળ માંથી 2011-07-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  35. "ટીટીડી પ્રિસ્ટ્સ ડુ સેવા ઇન દલિત વિલેજ". મૂળ માંથી 2008-09-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  36. ટેમ્પલ રિલેન્ટ્સ, બાર ઓન દલિત એન્ટ્રી એન્ડ્સ[હંમેશ માટે મૃત કડી]
  37. ટેમ્પલ્સ ઓફ અનમોડર્ન ઇન્ડિયા
  38. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2008-05-13 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  39. "Hindu Wisdom - Caste_System". hinduwisdom.info. મેળવેલ 2008-06-20. [મૃત કડી]
  40. "Dalit Muslims". www.deshkalindia.com. મૂળ માંથી 2008-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-20. Text "Dalit Muslims Organisations" ignored (મદદ); Text "Muslim Society" ignored (મદદ); Text "Marginalisation of Dalit Muslims" ignored (મદદ); Text "Population of Dalit Muslims" ignored (મદદ)
  41. ૪૧.૦ ૪૧.૧ Sikand, Yoginder. "The 'Dalit Muslims' and the All-India Backward Muslim Morcha". www.indianet.nl. મેળવેલ 2008-06-20.
  42. "India". Indianhope.free.fr. મેળવેલ 2010-08-12.
  43. ૪૩.૦ ૪૩.૧ "ધી પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ: અનયુઝ્ડ એમ્યુનિશન". મૂળ માંથી 2010-09-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  44. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  45. ""માયાવતી બેટ્સ ઓન બ્રાહ્મિણ-દલિત કાર્ડ ફોર યુ.પી. પોલ્સ" ધી હિન્દુ, માર્ચ 14 2007". મૂળ માંથી 2007-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  46. "બ્રાહ્મિણ વોટ હેલ્પ્સ ઓફ લો કાસ્ટ વીન ઇન ઇન્ડિયા" ધી ન્યૂ યોર્ક ટાઇમ્સ, મે 11 2007
  47. "ધી વિક્ટરી ઓફ કાસ્ટ એર્થમેટિક", રેડિફ ન્યૂઝ, મે 11 2007
  48. "વ્હાય માયાવતી ઇઝ વુઇંગ ધી બ્રાહ્મિણ્સ" રેડિફ ન્યૂઝ, માર્ચ 28 2007
  49. "માયાવતી પ્લાન્સ ટુ સીક ઇન્ડિયાઝ પ્રિમીયર પોસ્ટ", ધી વોલ સ્ટ્રિટ જર્નલ, ઓગસ્ટ 11 2008
  50. ૫૦.૦ ૫૦.૧ કેવિન રિલી, સ્ટીફન કોફમેન, એન્જેલા બોડિનો, રેસિઝમ: એ ગ્લોબલ રિડર પાનુ21, એમ.ઇ. શાર્પે, 2003 ISBN 0-7656-1060-4. વાક્ય:"જાતિવાદ હાલમાં ભારતમાં રંગભેદ પર આધારિત નથી. વાસ્તવિકતામાં, અશ્પૃશ્ય, તેમજ આદિવાસી લોકો અને ભારતમાં નીચી જાતિના સભ્યો હકારાત્મક એક્શન પ્રોગ્રામમાંથી લાભ મેળવે છે અને તેઓ ઘણી રાજકીય સત્તા ધરાવે છે."
  51. બીબીસી (BBC) પ્રોફાઇલ, ભારત
  52. "વર્ડ્ઝ ધેટ ટચ ઇન્ડિયાઝ દલિત રાઇટર્સ કમ ઇન ટુ ધેઅર ઓન"
  53. "એ બ્રોકન પિપલ ઇન બુમિંગ ઇન્ડિયા"
  54. ઇન્ડિયાઝ હિડન અપાર્થેડ
  55. હાર્વર્ડ સ્ટડી ઓન ધી ડિફરન્સ બિટવીન ધી સ્ટ્રગલ ઓફ આફ્રિકન-અમેરિકન્સ એન્ડ ઓફ દલિત્સ [૧]
  56. ડિસ્પેર ઓફ ધી ડિસ્ક્રીમિનેટેડ દલિત્સ
  57. "દલિત સાહિત્ય". મૂળ માંથી 2010-08-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  58. "દલિત સાહિત્યની ટુંકી ઓળખ". મૂળ માંથી 2009-01-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-08.
  59. પશ્ચિમ ચાલુક્ય સાહિત્ય#ભક્તિ સાહિત્ય.
  60. દલિત્સ પેસેજ ટુ કોન્સિયસનેશ ધી ટ્રિબ્યૂન , સપ્ટેમ્બર 28, 2003
  61. દલિત લિટરેચર ઇઝ નોટ ડાઉન એન્ડ આઉટ એની મોર[હંમેશ માટે મૃત કડી] ટાઇમ્સ ઓફ ઇન્ડિયા , જુલાઇ 7, 1989
  62. એ ક્રિટીકલ સ્ટડી ઓફ દલિત લિટરેચર ઇન ઇન્ડિયા સંગ્રહિત ૨૦૦૮-૧૦-૩૧ ના રોજ વેબેક મશિન ડો. જુગલકિશોર મિશ્રા

વધુ વાંચન

ફેરફાર કરો
  • દલિત - ધી બ્લેક અનટચેબલ ઓફ ઇન્ડિયા , વી.ટી. રાજશેખર દ્વારા. 2003 - બીજી પ્રિન્ટ, ક્લેરિટી પ્રેસ, ઇન્ક. ISBN 0-932863-05-1.
  • અનટચેબલ

!: વોઇસીસ ઓફ ધી દલિત લિબરેશન મુવમેન્ટ, બાર્બરા આર. જોષી દ્વારા, ઝેડ બુક્સ, 1986. ISBN 978-0143028543

  • એન એન્થોલોજી ઓફ દલિત લિટરેચર , મુલ્ક રાજ આનંદ દ્વારા. 1992, ગ્યાન બુક્સ. ISBN 8121204194, ISBN 9788121204194.
  • દલિત્સ એન્ડ ધી ડેમોક્રેટિક રિવોલ્યુશન - ડો. આંબેડકર એન્ડ દલિત મુવમેન્ટ ઇન કોલોનિયલ ઇન્ડિયા , ગેઇલ ઓમવેડ્ટ દ્વારા. 1994, સેગ પબ્લિકેશન્સ. ISBN 8170363683
  • ધી અનટચેબલ્સ: સબોર્ડિનેશન, પોવર્ટી એન્ડ ધી સ્ટેટ ઇન મોડર્ન ઇન્ડિયા , ઓલિવર મેન્ડેલ્સોહ્ન, મેરિકા વિકઝીયાની દ્વારા, કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, 1998, ISBN 0521556716, 9780521556712.
  • દલિત આઇડેન્ટિટી એન્ડ પોલિટીક્સ , રણબિર સમદ્દારા, ઘનશ્યામ શાહ દ્વારા, સેગ પબ્લિકેશન્સ, 2001. ISBN 978-0143028543
  • જર્નીઝ ટુ ફ્રિડમ: દલિત નેરેટિવ્ઝ , ફર્નાન્ડો ફ્રેન્કો, જ્યોત્સના મેકવાન, સુગુણા રામનાથન દ્વારા. પોપ્યુલર પ્રકાશન, 2004. ISBN 8185604657, 9788185604657.
  • ટુવર્ડ્ઝ એન એસ્થેટિક ઓફ દલિત લિટરેચર , શરણકુમાર લિમ્બાલે દ્વારા. 2004, ઓરિએન્ડ લોન્ગમેન. ISBN 8125026568.
  • ફ્રોમ અનટચેબલ ટુ દલિત - એસેઝ ઓન ધી આંબેડકર મુવમેન્ટ , ઇલેનોર ઝિલિઓટ દ્વારા. 2005, મનોહર. ISBN 8173041431.
  • દલિત પોલિટીક્સ એન્ડ લિટરેચર , પ્રદિપ કે. શર્મા દ્વારા. શિપ્રા પબ્લિકેશન્સ, 2006. ISBN 8175412712, 9788175412712.
  • દલિત વિઝન્સ: ધી એન્ટી-કાસ્ટ મુવમેન્ટ એન્ડ ધી કન્સ્ટ્રક્શન ઓફ એન ઇન્ડિયન આઇડેન્ટિટી , ગેઇલ ઓમવેડ્ટ દ્વારા. ઓરિએન્ટ લોન્ગમેન દ્વારા, 2006. ISBN 8125028951, 9788125028956.
  • દલિત્સ ઇન મોડર્ન ઇન્ડિયા - વિઝન એન્ડ વેલ્યુઝ , એસ એમ માઇકલ દ્વારા. 2007, સેગ પબ્લિકેશન્સ. ISBN 9780761935711.
  • દલિત લિટરેચર : એ ક્રિટીકલ એક્સ્પ્લોરેશન , અમર નાથ પ્રસાદ અને એમ.બી. ગૈજન દ્વારા. 2007. ISBN 8176258172.