દાશરાજ્ઞ અથવા દશ રાજાઓનું યુદ્ધ એ એક પૌરાણીક વૈદિક સમયમાં થયેલું યુદ્ધ છે કે જેનો ઉલ્લેખ ઋગ્વેદના સાતમા મંડળમાં (૭:૧૮, ૭:૩૩ અને ૭:૮૩:૪-૮)માં જોવા મળે છે. આ યુદ્ધ વૈદિક સમયના રાજવી દિવોદાસના પૌત્ર સુદાસ અને દશ રાજાઓ વચ્ચે થયું હતું. દશ રાજાઓમાં અલીન, અનુઓ, ભૃગુઓ, ભાલનો, દસ્યુઓ, દ્રુહ્યુઓ, મસ્ત્યો, પરસુ, પુરૂઓ અને પનીઓના રાજાઓનો સમાવેશ થતો હતો. આ દશ રાજાઓના સૈન્યનો મુખ્ય સરદાર પુરુઓનો રાજા હતો તથા તેમના સલાહકાર વિશ્વામિત્ર ઋષી હતા જ્યારે બીજી બાજુ ભરત (ભરતો)નો કબીલો હતો કે જેમનો નેત્રુત્વ તૃત્સુઓના રાજા સુદાસ કરી રહ્યા હતા તથા તેમના સલાહકાર વસિષ્ઠ ઋષી હતા. આ યુદ્ધમાં સુદાસની જીત થઈ હતી અને પરિણામે ઉત્તર ભારતિય ઉપમહાદ્વીપ પર ભરતોનું પ્રભુત્વ સ્થાપિત થયું હતું.[][]

એવું કહેવામાં આવે છે કે આ યુદ્ધનું મુખ્ય કારણ વિશ્વામિત્ર અને વસિષ્ઠ વચ્ચેની અંગત દુશ્મની હતી.[]

  1. શાસ્ત્રી, કે. કા. (૧૯૯૭). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૯. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૮૮.
  2. ૨.૦ ૨.૧ S. Devadas Pillai (૧૯૯૭). Indian Sociology Through Ghurye, a Dictionary. Mumbai: Popular Prakashan. પૃષ્ઠ 157. ISBN 978-81-7154-807-1. મેળવેલ 13 September 2017.