દાનીયેલબાઇબલના જુના કરારનાં પુસ્તક દાનીયેલનું મુખ્ય પાત્ર છે. તે અત્યંન્ત બુદ્ધિશાળી વ્યક્તિ હતો, જે સપનાના અર્થો કહી બતાવતો હતો. ભગવાનનાં માનીતા લોકો જ્યારે તેમને ન અનુસરવા લાગ્યા ત્યારે ભગવાને તેમને શિક્ષા કરવાનું વિચાર્યુ, તેથી તેમણે બેબીલોનીયા પર નેબુખદનેઝર રાજાને હુમલો કરવા કહ્યું. તેથી તેમણે ત્યાંના લોકોને ભગાડી દીધા અને તેમની પ્રજા ત્યાં રહેવા લાગી. બેબીલોનીયા તેમના વતનથી ઘણુ દૂર હતું.

દાનિયેલ

બેબીલોનીયામાં રહેનારા લોકોમાં દાનીયેલ નામક એક યુવાન પણ હતો. દાનીયેલનાં પુસ્તકના પહેલા ભાગમાં દાનીયેલ અને તેના મિત્રોની વાર્તા આપેલી છે. બેબીલોનીયાના લોકો ઘણી વખત સાચા ઇશ્વરને ભુલીને ખોટા દેવતાને પૂજતા હતા તેથી ઘણી વખત બેબીલોનીયાના લોકોએ દાનીયેલ તથા તેના મિત્રોને મારી નાંખવાના પ્રયત્નો કર્યા, કારણ કે તેઓ ફક્ત સાચા ઇશ્વરને માનતા હતા અને ખોટા દેવતાનો વિરોધ કરતા હતા. દાનીયેલ બેબીલોનીયાની સરકારમાં એક મહત્વનો વ્યકિત હતો.

દાનીયેલનાં પુસ્તકના બીજા ભાગમાં દાનીયેલના સ્વપ્નોની વાતો છે. તેને વિચીત્ર સ્વપ્નો આવતાં હતાં. ક્યારેક તે સ્વપ્ન જોતાજોતા ઝબકીને જાગી જતો. ભગવાન દ્વારા મોકલવામાં આવતા આ વિશેષ સપનાથી તે જાણી શકતો હતો કે ભવિષ્યમાં શું બનવાનુ છે.