દાસ વાઘો રવિ-ભાણ સંપ્રદાયના સંત કવિ છે.

જીવન ફેરફાર કરો

તેમનો સમયકાળ ઇસ. ૧૭૯૨ થી ૧૮૨૫ સુધીનો ગણાય છે. તેમનો જન્મ રાજકોટ જીલ્લાના, ગોંડલ તાલુકાના વાછરા ગામે વાલ્મિકી (રૂખી) જ્ઞાતિના સદગૃહસ્થશ્રી પાતાભાઈને માતા લક્ષ્મીબાઈની કૂંખે થયો હતો. શ્રી વાઘા ભગત દાસી જીવણના પ્રિય શિષ્ય એવા પ્રેમ સાગર સાહેબ (કોટડા સાંગાણી)ના શિષ્ય હતા. તેઓએ રવિભાણ સંપ્રદાયની પરંપરા પ્રમાણેની ઘણી વાણીઓ રચી છે. જેમાં પ્રેમલક્ષણા ભક્તિપદ અને યોગપરક ભજનો નોંધપાત્ર છે. તેમનું ચુંદડી નામનું પદ ખૂબ જ લોકપ્રિય થયું છે. વાઘા ભગતના શિષ્યો અંગે કોઈ જાણકારી મળેલ નથી, પણ તેઓશ્રીની સમાધિ ગોંડલ પાસેના ખરેડા ગામે આવેલી છે. તેમણે ૧૮૨૫ની સાલમાં સમાધિ લીધેલી તેવું સંતવાણીના વિદ્વાનો નિરંજન રાજ્યગુરુ અને ડૉ. નાથાલાલ ગોહિલ વગેરે નોંધે છે. એ જોતાં સંતશ્રી વાઘા ભગતે માત્ર ૩૩ વર્ષની ટૂંકી અવાસ્થામાં જ સમાધિ લઇ લીધેલી.