દીક્ષાભૂમિ
દીક્ષાભૂમિ (હિંદી: दीक्षाभूमि) એ બૌદ્ધ ધર્મનો ઐતિહાસિક સ્તુપ છે જ્યાં ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ના રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકરે ૩,૮૦,૦૦૦ અનુયાયીઓ સાથે હિંદુ ધર્મનો ત્યાગ કરી ને બૌદ્ધધર્મ અંગિકાર કર્યો હતો[૧]
દીક્ષાભૂમિ, નાગપુર | |
---|---|
દીક્ષાભૂમિ, નાગપુર | |
ધર્મ | |
જોડાણ | બૌદ્ધ ધર્મ |
જિલ્લો | નાગપુર |
તહેવાર | અશોક વિજિયા દશમી |
સંચાલન સમિતિ | ડૉ.બાબાસાહેબ આંબેડકર સ્મારક સમિતિ દીક્ષાભૂમિ |
સ્થાન | |
સ્થાન | નાગપુર |
રાજ્ય | મહારાષ્ટ્ર |
દેશ | ભારત |
સ્થાપત્ય | |
સ્થપતિ(ઓ) | શેઓ ડેન મલ |
સ્થાપના તારીખ | ૧૮ ડિસેમ્બર, ૨૦૦૧ |
લાક્ષણિકતાઓ | |
મંદિરો | ૧ |
સ્મારકો | ૨ |
વેબસાઈટ | |
http://www.deekshabhoomi.org |
સ્થાપત્ય
ફેરફાર કરોઇતિહાસ
ફેરફાર કરોઆ પવિત્ર દીક્ષાભૂમિના સ્તુપને પ્રખ્યાત આર્કિટેક 'શેઓ ડેન મલ' દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતું. સ્તુપનું બાંધકામ જુલાઇ ૧૯૭૮માં શરુ કરવામાં આવ્યુ હતું પણ બાંધકામ પુરુ કરવામાં ઘણો બધો સમય લાગ્યો હતો. મુંબઇના સાગર એન્ટરપ્રાઇઝે માળખાકીય કાર્ય પૂર્ણ કર્યુ હતુ. આ સ્તુપ લોકો માટે ૧૮ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ ત્યારનાં રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનના હસ્તે ઉદ્ઘાટન બાદ ખુલ્લુ મુક્વામા આવ્યુ હતુ.
સ્તુપ
ફેરફાર કરોઆ સ્તુપ એશિયાનો સૌથી મોટો સ્તુપ છે.[૨] દીક્ષાભૂમિના સ્તુપની ડિઝાઇન વિશ્વવિખ્યાત સાંચીના સ્તુપ ઉપરથી લેવામા આવી છે. સાંચીના સ્તુપની સરખામણીએ દીક્ષાભૂમિ સ્તુપ અંદરથી ખુબજ વિશાળ છે. અંદર મુખ્ય ખંડ ૨૧૧ x ૨૧૧ ચોરસ ફુટ છે.આ હોલની બરાબર વચ્ચે, ભગવાન બુદ્ધની મૂર્તિ રાખવામા આવેલ છે. આ મૂર્તિ નાગપુર યુનિવર્સિટીમાં ભણતા થાઈલેન્ડના વિદ્યાર્થીઓ દ્વારા દીક્ષાભૂમિ માટે દાન કરવામાં આવી હતી. સ્તુપની અંદર એક વાંચનાલય અને ગૌતમ બુદ્ધ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ના જીવન ઘટનાઓનું ફોટો પ્રદર્શન પણ છે. હોલની ઉપર મોટુ ગુંબજ છે.ગુંબજની ફરતી પાળી છે. ગુંબજની ફરતે ફુવારા પણ છે. આ ગુંબજ ઉપર, સ્લેબ અને થોડી શણગારેલી નાની છત્રી છે. સ્તુપ ના ફરસ માટે ધોલપુર રાજસ્થાનના ઊંચ્ચ ગુણવત્તા ધરાવતા આરસપહાણનો ઉપયોગ થયો છે. આ સ્તુપ ચાર દિશાઓ પર દરવાજા છે.આ દરવાજાઓ મોટા વણાકમા ખુલે છે, જેને અશોક ચક્રથી શણગારવામાં આવ્યા છે અને ઘોડા, હાથી, અને સિંહની પ્રતિમાઓથી પ્રાચીન દેખાવ આપે છે. આ સ્તુપની ફરતે બગીચો છે, જે નાગપુર સુધારણા ટ્રસ્ટ દ્વારા જાળવવામાં આવે છે. ડૉ.બાબાસાહેબ આંબેડકર અને ગૌતમ બુદ્ધ મૂર્તિઓ સ્તુપના સામેના ભાગમાં આવેલી છે.
બુદ્ધ વિહાર અને બોધિ વૃક્ષ
ફેરફાર કરોઆ સ્તુપ સામે, જમણી બાજુ પર, બુદ્ધ વિહાર છે જેમા ભગવાન બુદ્ધની બ્રોન્ઝ/કાંસ્ય મૂર્તિ છે.અહિયા બૌદ્ધ ભિક્ષુઓ માટે રહેવાની પણ વ્યવ્સ્થા છે.વિહારની બાજુમાં બોધિ વૃક્ષ છે.જે પવિત્ર ઝીંણા ઝીંણા સંખ્યાબંધ બીજવાળું વૃક્ષ છે. આ બોધિ વૃક્ષ ભદંત આનંદ કૌશલ્યાન 'અનુરધાપુરમ' શ્રીલંકા થી ત્રણ ડાળીઓ ભગવાન બુદ્ધના જ્ઞાનપ્રાપ્તી ની યાદો તરીકે અહીં લાવ્યા હતા.
પ્રવાસન
ફેરફાર કરોદીક્ષાભૂમિએ ભારતીય અને વિદેશી પ્રવાસીઓ માટે જાણીતુ પ્રવાસન સ્થળ છે. ખાસ કરીને ધમ્મચક્રપરિવર્તન (અશોક વિજ્યાદસમી) દિવસે દર વર્ષે હજારો પ્રવાસીઓ દીક્ષાભૂમિની મુલાકાતે આવે છે. વિદેશી પ્રવાસીઓ મુખ્યત્વે બૌદ્ધ દેશોમાંથી આવે છે જેમ કે ચીન, જાપાન, થાઇલેન્ડ વગેરે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ આ આંકડો ડૉ.બાબાસાહેબ આંબેડકરે પોતે આપેલો છે, જે તેમણે દેવપ્રિયા વાલીસિન્હાને ૩૦ ઓક્ટોબર ૧૯૫૬ના દિવસે લખેલા પત્રમાં જણાવ્યો હતો. The Maha Bodhi Vol. 65, p.226, quoted in Dr. Ambedkar and Buddhism સંગ્રહિત ૨૦૧૫-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન by Sangharakshita.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-10-02 પર સંગ્રહિત. મેળવેલ 2012-05-26.