દેબ ગુપ્તા
દેબ ગુપ્તા અથવા દેવ ગુપ(ડિસેમ્બર ૧૯૧૧ - ૬ મે ૧૯૩૦) ઉર્ફે દેબા પ્રસાદ ગુપ્તા એક બંગાળી ક્રાંતિકારી હતા જેઓ ચિત્તાગોંગ શસ્ત્રાગાર હુમલામાં જોડાયા હતા. ૬ મે ૧૯૩૦ના દિવસે બ્રિટિશ પોલીસ સાથે કાલારપોલ એન્કાઉન્ટરમાં તેમનું મૃત્યુ થયું હતું.
ક્રાંતિકારી પ્રવૃત્તિઓ
ફેરફાર કરોદેબ ગુપ્તાનો જન્મ ડિસેમ્બર ૧૯૧૧માં ઢાકામાં થયો હતો, તેમના પિતાનું નામ જોગેન્દ્રનાથ ગુપ્તા (મોના) હતું. કૉલેજમાં અભ્યાસ કરતી વખતે તેઓ સૂર્ય સેન અને તેમના ક્રાંતિકારી જૂથના સંપર્કમાં આવ્યા. તેમણે ભારતીય રિપબ્લિકન આર્મીના નેતૃત્વમાં ચિત્તાગોંગ ક્રાંતિમાં ભાગ લીધો હતો. તેમણે ૧૮ એપ્રિલ ૧૯૩૦ના દિવસે શસ્ત્રાગાર દરોડામાં અને ૨૨ એપ્રિલ ૧૯૩૦ના દિવસે જલાલાબાદ ટેકરીના સશસ્ત્ર જપજપીમાં ભાગ લીધો હતો. તે જપાજપી પછી, તેઓ તેમના મિત્રો સાથે, સફળતાપૂર્વક પોલીસ અને લશ્કરી નજરોથી બચી મોટી મુશ્કેલી સાથ એક ગામમાં પેસ્યા. [૧]
મૃત્યુ
ફેરફાર કરો૬ મે ૧૯૩૦ના દિવસે બ્રિટીશ પોલીસે તેમનો પીછો કર્યો અને આખરે તેમને ઘેરી લીધા. ગુપ્તા અને તેમના ત્રણ સાથીઓએ કર્ણફુલી નદીની બાજુમાં આવેલા ગામમાં આશ્રય લીધો હતો. તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો અને ચિત્તાગોંગ જિલ્લાના કાલારપોલમાં વાંસના વાડામાં પ્રવેશ કર્યો. જ્યારે પોલીસ આવી, ત્યારે તીવ્ર બંદૂકો ચલાવવામાં આવી. ગુપ્તા, રજત સેન અને મોનોરંજન સેનનું અવસાન થયું. ચોથા સ્વદેશરંજન રેનું બીજા દિવસે પોલીસના તાબામાં અવસાન થયું. [૨] [૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Vol - I, Subodh Chandra Sengupta & Anjali Basu (2002). Sansada Bangalai Charitavidhan (Bengali). Kolkata: Sahitya Samsad. પૃષ્ઠ 216. ISBN 81-85626-65-0.
- ↑ "Full text of "The Footprints On The Road To Indian Independence". મેળવેલ February 4, 2018.
- ↑ Kalicharan Ghosh (2012). Chronological Dictionary of India's Independence. Kolkata: Sahitya Samsad. પૃષ્ઠ 137. ISBN 978-81-86806-20-3.