દેવાસ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીના એક એવા દેવાસ જિલ્લામાં આવેલું એક મહત્વનું નગર છે. દેવાસમાં દેવાસ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.

દેવાસ શહેર ઇન્દૌરથી લગભગ ૩૦ કિમી ઉત્તરમાં આવેલું છે. અહીં આવેલ માતા કી ટેકરી પર માઁ દુર્ગા નું એક પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જ્યાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુ લોકો દૂર - દૂરના વિસ્તારોથી આવતા હોય છે. દેવાસ એક ઔદ્યોગિક નગર છે.

દેવાસ પહોંચવા માટે

ફેરફાર કરો

હવાઈ માર્ગ- અહીથી સૌથી નજીકનું હવાઈ મથક 'મધ્યપ્રદેશની વ્યાવસાયિક રાજધાની' કહેવાતા ઇન્દૌર શહેરમાં આવેલું છે.

સડક માર્ગ - દેવાસ શહેર આગ્રાથી મુંબઈ જતા સાથે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૩ સાથે જોડાયેલું છે. આ માર્ગ માતા કી ટેકરીની વિસ્તારની તળેટીમાંથી પસાર થાય છે. દેવાસથી નજીકનું મોટું શહેર ઇન્દૌર છે, જે અહીંથી માત્ર ૩૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. ઇન્દૌરથી આપ બસ અથવા અન્ય વાહન દ્વારા દેવાસ જઇ શકો છો.

રેલમાર્ગ - ઇન્દૌર શહેર સાથે રેલ્વે માર્ગ દ્વારા આસપાસના વિસ્તારો તેમ જ દેશના અન્ય વિસ્તારો સારી રીતે જોડાયેલા છે. પ્રથમ ઇન્દૌર પંહોચીને રેલ્વે માર્ગ દ્વારા દેવાસ જઇ શકાય છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  • દેવાસ ટેકરી - જ્યાં બિરાજે છે, ચામુંડા માતા અને તુળજા ભવાની માતા (વેબદુનિયા)