ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા ઐતિહાસિક એવા બિકાનેર નગરથી પાંચ માઇલ જેટલા અંતરે પૂર્વ દિશામાં દેવીકુંડ નામનું સ્થળ આવેલું છે. આ જગ્યા પર રાવ કલ્યાણસિંહથી માંડીને મહારાજા ડૂંગરસિંહ સુધીના રાજાઓ તથા એમની રાણીઓ તેમજ કુંવરો વગેરેની યાદગીરીમાં સ્મારક તરીકે રાજસ્થાની પરંપરા મુજબ છત્રીઓ બનાવવામાં આવેલી છે. જેમાંથી કેટલીક છત્રીઓ તો ખુબજ સુંદર છે. પહેલાંના સમયના રાજાઓ તથા અન્ય્ રાજપરિવારના સભ્યોની છત્રીઓ દુલમેરા ખાતેથી લાવવામાં આવેલા લાલ પત્થરોમાંથી બનાવવામાં આવેલી છે. આ છ્ત્રીઓની વચ્ચે બેસાડવામાં આવેલા મકરાણાના સંગમરમરની તકતીઓ પર લેખ કોતરાયેલા જોવા મળે છે. ત્યારબાદ બનાવવામાં આવેલી છત્રીઓ પૂરેપૂરી સંગેમરમરમાંથી બનાવવામાં આવેલી છે. આ પૈકી કેટલીક છત્રીઓમાં મધ્ય શિલાઓ પર અશ્વારુઢ રાજાઓની મૂર્તિઓ કોતરવામાં આવેલી છે, જેની આગળ લાઇનમાં ક્રમાનુસાર એમની સાથે સતી થયેલી રાણીઓની આકૃતિ બનાવવામાં આવેલી છે. આમૂર્તિઓની નીચેના ભાગમાં ગદ્ય અને પદ્યમાં જે તે વ્યક્તિની પ્રશંસા માટેના લેખ કોતરવામાં આવેલા છે, જેના પરથી કેટલાક વર્તમાન સિવાયના વ્યક્તિઓના સ્વર્ગવાસનો નિશ્ચિત સમય જાણી શકાય છે,

આ બધામાં મહારાજા રાજસિંહની છત્રી ઉલ્લેખનીય છે કેમ કે એમની સાથે ચિતામાં સળગી ગયેલા સંગ્રામસિંહ નામના એક વ્યક્તિનો પણ ઉલ્લેખ છે. આ સ્થાન પર સતી થનાર અંતિમ મહિલાનું નામ દીપકુંવારી હતું, જે મહારાજા સૂરત સિંહના બીજા પૂત્ર મોતી સિંહની પત્ની હતી તથા પોતાના પતિનું મૃત્યુ થતાં ઇ. સ. ૧૮૨૫માં સતી થઈં હતી. તેની સ્મૃતિમાં વર્તમાન સમયમાં પણ પ્રતિવર્ષ ભાદરવા મહીનામાં અહીં મેળો ભરાય છે. ત્યાર બાદ બીજી કોઈ મહિલા સતી નથી થઈ, કેમ કે સરકારના પ્રયત્નને કારણે આ પ્રથા ખત્મ થઈ ગઇ. રાજપરિવારના અતિથિઓને મુકામ કરવા માટે તળાવની નજીકમાં એક ઉદ્યાન અને કેટલાક મહેલ બનાવવામાં આવેલાં છે.

દેવીકુંડ અને બિકાનેર નગરના મધ્ય ભાગમાં, મુખ્ય સડક માર્ગના દક્ષિણ ભાગમાં મહારાજા ડૂંગરસિંહ દ્વ્રારા બનાવડાવવામાં આવેલું શિવ મંદિર છે. આ મંદિરની નજીકમાં જ એક જળાશય, ઉદ્યાન અને મહેલ આવેલા છે. આ મંદિરનું શિવલિંગ બરાબર મેવાડના પ્રસિદ્ધ એકલિંગજીની મૂર્તિ સમાન છે. અહીં પ્રતિવર્ષ શ્રાવણ માસમાં ભારે મેળો ભરાય છે. આ સ્થાનને શિવવાડી કહેવામાં આવે છે.

ઢાંચો:બીકાનેર શહેર તેમજ જિલ્લો