ધીરા પ્રતાપ બારોટ
ગુજરાતના ભક્તકવિ
ધીરા પ્રતાપ બારોટ અથવા ધીરો ભગત ગુજરાતના ભક્તકવિ હતા.[૧]
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ઈ.સ. ૧૭૫૩ના વર્ષમાં વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા ગોઠડા ગામે થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપ બારોટ અને માતાનું નામ દેવબા હતું.[૧] ધીરા ભગતનું મન નાનપણથી ભક્તિ તરફ વળ્યું હતું. સાધુ-સંન્યાસીઓની સેવા કરતાં એમણે જુદા જુદા શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો હતો.
ઇ.સ. ૧૮૨૫માં તેમનું અવસાન થયું હતું.
સર્જન
ફેરફાર કરોતેમના પદો કાફી નામના રાગમાં ગવાતા હોઈ તે કાફી તરીકે જાણીતાં થયા હતા.[૧] એમણે પદોમાં સંસારની તથા કાયાની નિરર્થકતા વ્યક્ત કરી છે. તેમની રચનાઓમાં સ્વરૂપની કાફીઓ, મતવાદી, આત્મબોધ, જ્ઞાનકક્કો, યોગમાર્ગ, છૂટક પદ-ગરબી-ધોળ, પ્રશ્ર્નોત્તરમાલિકા, અવળવાણીનો સમાવેશ થાય છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "જ્ઞાનમાર્ગી કવિતાનું એક અલગ સ્વરૂપ દર્શાવતો ઉત્તમ ગ્રંથ". મુંબઈ સમાચાર. મેળવેલ 2020-01-24.[હંમેશ માટે મૃત કડી]
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |