મુંબઇ સમાચાર
ગુજરાતી દૈનિક
મુંબઇ સમાચાર એશિયા ખંડનું સૌથી જૂનું અને વિશ્વનું ચોથા ક્રમાંકનું સૌથી જૂનું દૈનિક વર્તમાનપત્ર છે,[૨] જે ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવે છે. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ દૈનિકની કચેરી મુંબઈમાં આવેલી છે.
પ્રકાર | દૈનિક વર્તમાનપત્ર |
---|---|
માલિક | કામા કુટુંબ |
સ્થાપક | ફરદુનજી મર્ઝબાન |
સંપાદક | નિલેશ દવે[૧] |
સ્થાપના | ૧ જુલાઇ, ૧૮૨૨ |
ભાષા | ગુજરાતી |
વડુમથક | હોર્નિમલ સર્કલ, ફોર્ટ, મુંબઈ |
ઇતિહાસ
ફેરફાર કરો-
મુંબઈ સમાચારના પ્રથમ અંકનું પહેલું પાનું
-
મુંબઈ સમાચારના કાર્યાલયની ઇમારત
-
મુંબઈ સમાચારના કાર્યાલયની ઇમારત
મુંબઇ સમાચાર જુલાઇ ૧૮૨૨માં સૌ પ્રથમ ત્રણ નાની ૧૦ ઇંચ x ૮ ઇંચની પ્રિન્ટમાં ૧૪ પાનાંઓમાં પ્રકાશિત થયું હતું.
આ સમાચારપત્ર વિવિધ માલિકો હેઠળ પસાર થઇને છેવટે હાલના માલિક કામા કુટુંબ પાસે ૧૯૩૩માં આવ્યું હતું અને હાલમાં હોરમુસજી એન. કામા તેના પ્રકાશન માલિક છે.[૩]
૧૪ જૂન ૨૦૨૨ ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવ માં ભાગ લીધો હતો અને અખબારની ૨૦૦ વર્ષની ઉજવણીની સ્મૃતિમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.[૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Jain, Aditya (૨ જુલાઇ ૨૦૧૬). "Mumbai Samachar is 195". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ ૭ જૂન ૨૦૧૮.
- ↑ "Newspaper readers in Mumbai prefer sports to business: MRUC survey". agencyfaqs!. 4 December 2003. મૂળ માંથી 10 April 2013 પર સંગ્રહિત. મેળવેલ 22 March 2013.
- ↑ "Leisure: Vintage journey". Pune Mirror. 22 March 2013. મૂળ માંથી 12 April 2013 પર સંગ્રહિત. મેળવેલ 22 March 2013.
- ↑ "PM participates in Dwishatabdi Mahotsav of Mumbai Samachar – a newspaper which has been published continuously for 200 years". www.pmindia.gov.in. 14 Jun 2022. મેળવેલ June 14, 2022.
આ પણ જુઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- મુંબઈ સમાચાર, ગુજરાતી વેબસાઇટ
- મુંબઈ સમાચાર, ઇ-સમાચાર પત્ર આવૃત્તિ સંગ્રહિત ૨૦૧૮-૦૫-૦૭ ના રોજ વેબેક મશિન
- ગુજરાતી વિશ્વકોશમાં મુંબઇ સમાચાર.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |