ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી

ગાંધીનગર, ગુજરાતમાં આવેલી એક ટેકનોલોજી શિક્ષણ સંસ્થા

ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી (ડીએ-આઇઆઇસીટી), એ જાણીતી પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલય છે, જે ભારત ના ગુજરાત રાજ્યમાં આવેલ ગાંધીનગર શહેરમાં સ્થિત છે. આ વિશ્વવિદ્યાલયનું નામ જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ અને  રીલાયન્સ ગ્રુપના સંસ્થાપક ધીરજલાલ હિરાચંદ અંબાણીના ઉપરથી રાખવામાં આવ્યુ છે. આ સંસ્થા ધીરુભાઇ અંબાણી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે અને એની દેખરેખ અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.

ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી
મુદ્રાલેખજ્ઞાન એજ આગેવાની છે
પ્રકારખાનગી
સ્થાપનાઓગસ્ટ ૬, ૨૦૦૧
પ્રમુખઅનિલ અંબાણી
ડિરેક્ટરડો. આર. નાગરાજ [૧]
શૈક્ષણિક સ્ટાફ
૪૫
સંચાલન સ્ટાફ
૭૦
વિદ્યાર્થીઓ૧,૧૧૦
સ્નાતક વિદ્યાર્થીઓ૧૦૨૦
અનુસ્નાતક વિદ્યાર્થીઓ૧૫૦
ડોક્ટરેટ વિદ્યાર્થીઓ
૧૦
સરનામુંઘ-૦ પાસે, ગાંધીનગર, ગુજરાત
કેમ્પસ60 acres (240,000 m2)
એથ્લેટિક નામડીએ-આઇઆઇસીટી
વેબસાઇટhttp://www.daiict.ac.in

Coordinates: 23°11′18″N 72°37′41″E / 23.18833°N 72.62806°E / 23.18833; 72.62806

આ સંસ્થામાં ઓગસ્ટ, ૨૦૦૧ થી ૨૪૦ ઉપસ્નાતક છાત્રો માટે બેચલર ઓફ ટેક્નોલોજી (બી.ટેક.), ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી (આઇ.સી.ટી) નામક અભ્યાસક્રમમાં દાખલ કરવામાં અાવ્યો છે. અહીં બી.ટેક. ની સાથે બીજા ઘણા અનુસ્નાતક અભ્યાસક્રમ પણ છે, જેમાં માસ્ટર ઓફ ટેક્નોલોજી (એમ.ટેક.) ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી (આઇ.સી.ટી), માસ્ટર ઓફ સાયન્સ (એમ.એસ.સી.) ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી, માસ્ટર ઓફ સાયન્સ (આઇ.સી.ટી) એગ્રિકલ્ચર એન્ડ રુરલ ડેવલોપમેન્ટ, માસ્ટર ઇન ડિઝાઇન (એમ.ડેસ.), ૫ વર્ષનો સ્નાતક કાર્યક્રમ અને પીએચ.ડી. જેવા અભ્યાસક્રમનો સમાવેશ થાય છે.

પ્રવેશફેરફાર કરો

દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ માટે અરજી કરે છે. બી.ટેક. ના વિદ્યાર્થીઓને જોઇન્ટ એટરન્સ ટેસ્ટ (JEE) ના આધારે પ્રવેશ આપવામાં આવે છે. થોડી બેઠકો પ્રવાસી ભારતીય અને વિદેશી નાગરિકો માટે અનામત રાખવામાં આવી છે.

શૈક્ષણિક કાર્યક્રમોફેરફાર કરો

ડીએ-આઇઆઇસીટી ભારતનું પ્રથમ વિશ્વવિદ્યાલય છે જે ઉપસ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીમાં ડિગ્રી આપે છે.[સંદર્ભ આપો]

  • બી.ટેક. ઓનર્સ (સી.એસ*) અને બી.ટેક (આઇ.સી.ટી) - બેચલર ઓફ ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી
આ સંસ્થાનો મુખ્ય અભ્યાસક્રમ બેચલર ઓફ ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી ૪ વર્ષનો અભ્યાસક્રમ જે જુલાઈ અથવા ઓગસ્ટમાં શરુ થાય છે. આ અભ્યાસક્રમમાં ૮ સત્ર હોય છે. વિદ્યાર્થીઓ ઉપસ્નાતક કક્ષા એ પહેલાં ૨ વર્ષ કોમ્પ્યુટર વિજ્ઞાન, ઈલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશના વિષયનું જ્ઞાન અનુસરે છે. ત્રીજા વર્ષથી વિદ્યાર્થીઓ વૈકલ્પિક તેમજ ફરજિયાત વિષયનું જ્ઞાન અનુસરે છે. અમુક વૈકલ્પિક વિષય જે ઓપન વર્ગમાં આવે છે, તે બધા ઉપસ્નાતક વિધ્યાર્થી માટે ફરજિયાત હોય છે. ઉપસ્નાતક વિદ્યાર્થીઓને ઉનાળામાં અથવા શિયાળામાં ઇન્ટર્નશિપ કરવાની હોય છે, જેમાં તેઓ આઇ.ટી. સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરી શકે છે. બધા બી.ટેકના વિદ્યાર્થીઓને છાત્રાલય (હૉસ્ટેલ) માં રહેવું ફરજિયાત છે.
  • એમ.ટેક (આઇ.સી.ટી) - માસ્ટર ઓફ ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી (આઇ.સી.ટી)
આ ૨ વર્ષનો બધા સ્નાતક વિદ્યાર્થીઓ માટેનો અભ્યાસક્રમ છે, જેઓએ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી, કોમ્પ્યુટર વિજ્ઞાન, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, આઇ.ટી., ઇલેક્ટ્રિકલ એન્જનીરિંગ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રમેન્ટેશન અથવા આના પર્યાય જેમ કે એમ.એસ.સી. ની ડિગ્રી પ્રાપ્ત કરી હોય. જે વિદ્યાર્થીઓને ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં કામ કરવુ હોય એના માટેની બધી જ જરૂરિયાત આ અભ્યાસક્રમ પુરી પાડે છે.
  • એમ.એસ.સી (આઇ.ટી.) - માસ્ટર ઓફ સાયન્સ, ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી
આ ૨ વર્ષનો બધા સ્નાતક વિદ્યાર્થીઓ માટેનો અભ્યાસક્રમ છે. અરજદાર એ ઉપસ્નાતક અભ્યાસક્રમમાં ઓછામાં ઓછા ૨ વિષય ગણિત અથવા આંકડાશાસ્ત્રના કરેલા હોવા જોઇએ અને ઓછામાં ઓછો એક વિષય કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ઉપર કરેલો હોવો જોઇએ. આ અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓને આઇ.ટી. ક્ષેત્રનું જ્ઞાન મળે છે, જેનાથી તેઓ સારા સોફટવેર ડેવલપર બની શકે છે.[સંદર્ભ આપો] આ અભ્યાસક્રમમાં કમ્યુનિકેશન, પ્રોગ્રામિંગ, અલ્ગોરિધમ, નેટવર્કીંગ, સોફટવેર એન્જનીરિંગ જેવા વિવિધ વિષયોનો સમાવેશ કરવા મા અવ્યો છે.
  • એમ.એસ.સી (આઇ.ટી.- એ.આર.ડી)-માસ્ટર ઓફ સાયન્સ, એગ્રિકલ્ચર એન્ડ રુરલ ડેવલોપમેન્ટ
આ ૨ વર્ષ નો બધા સ્નાતક વિદ્યાર્થીઓ માટેનો અભ્યાસક્રમ છે, જેઓ એ સ્નાતક ડિગ્રી કૃષિવિષયક વિજ્ઞાન, એન્જનીરિંગ અથવા મળતા ક્ષેત્રમાં પૂરી કરી હોય. આ અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓને આઇ.ટી. અને કૃષિવિષયક વિજ્ઞાન ક્ષેત્રનું જ્ઞાન મળે છે.
  • એમ.ડેસ. - માસ્ટર ઇન ડિઝાઇન
આ ૨ વર્ષ નો બધા સ્નાતક વિદ્યાર્થીઓ માટેનો અભ્યાસક્રમ છે.
  • પીએચ.ડી. - ડૉક્ટર ઓફ ફિલોસોફી
આ અભ્યાસક્રમ ૩ થી ૫ વર્ષ નો છે. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને સંશોધન કરવાની તક આપે છે.

સંદર્ભફેરફાર કરો

  1. TNN, Jan 17, 2015, 07.31pm IST (2015-01-17). "DA-IICT replaces director ahead of convocation". The Times of India. 2015-01-20 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: multiple names: authors list (link)

બાહ્ય કડીઓફેરફાર કરો