ધ પ્રોડિજિ
ધ પ્રોડિજિ એ 1990માં બ્રેઈનટ્રી, એસેક્સમાં લિયેમ હોવલેટ દ્વારા સ્થાપિત એક ઈંગ્લિશ ઈલેક્ટ્રોનિક નૃત્યસંગીત જૂથ છે. ફેટબોય સ્લિમ, ધ કેમિકલ બ્રધર્સ અને ધ ક્રિસ્ટલ મેથડ, તેમ જ અન્ય સંગીતનાટિકાઓથી, પ્રોડિજિના સદસ્યોએ મોટા તાલની શૈલી(બિગ બીટ જર્ન)ના સ્થાપકો તરીકેનું માન અંકે કર્યું હતું, જેને 1990 અને 2000ના દાયકામાં મુખ્ય ધારાની લોકપ્રિયતા મળી હતી, અને ઉચ્ચ-ગુણવત્તાના જીવંત પ્રદર્શનો માટે તેઓ જાણીતા બન્યા હતા. વિશ્વભરમાં તેમની 20 મિલિયન જેટલી રેકૉર્ડો વેચાઈ છે જે નૃત્યસંગીતના ઇતિહાસમાં હજી પણ બેજોડ છે.[૧]
The Prodigy | |
---|---|
The Prodigy performing at the Cokelive Festival in Romania on July 26, 2009. From left to right: Leo Crabtree, Maxim, Liam Howlett and Keith Flint. | |
પાર્શ્વ માહિતી | |
મૂળ | Braintree, Essex |
શૈલી | Electronica, big beat, breakbeat, synthpunk, hardcore techno |
સક્રિય વર્ષો | 1990–present |
રેકોર્ડ લેબલ | Take Me to the Hospital, Ragged Flag, Cooking Vinyl, XL, Beggars Banquet, Mute, Maverick, Warner Bros., Elektra, Shock |
વેબસાઇટ | www.theprodigy.com |
સભ્યો | Liam Howlett Keith Flint Maxim |
ભૂતપૂર્વ સભ્યો | Leeroy Thornhill Sharky |
જૂથના મોટા તાલના સંગીતની બ્રાન્ડમાં વિવિધ શૈલીઓનો ઉપયોગ થયો છે જે રેવ, હાર્ડકોર ટેકનો, ઔદ્યોગિક અને 1990ના પૂર્વાર્ધમાં બ્રેકબીટથી શરૂ કરીને પાછળથી પંક કંઠ્ય ઘટકો સાથેના ઈલેક્ટ્રોનિક રોક સુધી વિસ્તરેલી છે. બૅન્ડના વર્તમાન સદસ્યોમાં લિયેમ હોવલેટ (કંપોઝર/કીબોર્ડ્સ), કીથ ફ્લિન્ટ (નૃત્યકાર/ગાયક) અને મૅક્સિમ (એમસી(MC)/ગાયક)નો સમાવેશ થાય છે. તેમના શરૂઆતના ગાળામાં બૅન્ડને છોડી જનારી શાર્કી નામની નૃત્યાંગના/ગાયિકાની જેમ લીરોય થોર્નહિલ (નૃત્યકાર/ભાગ્યે જ ભાગ લેનાર જીવંત કીબોર્ડવાદક) 1990થી 2000 દરમ્યાન બૅન્ડનો સદસ્ય હતો. 1990ના દાયકાની શરૂઆતમાં ભૂગર્ભીય રેવ દૃશ્યમાં ધ પ્રોડિજિએ સૌથી પ્રથમ વખત બહાર આવ્યું હતું, અને ત્યારથી અત્યંત લોકપ્રિય અને વિશ્વભરમાં જાણીતું બન્યું હતું. તેમનાં કેટલાંક અત્યંત લોકપ્રિય ગીતો છે "ચાર્લી", "આઉટ ઓફ સ્પેસ", "નો ગુડ (સ્ટાર્ટ ધ ડાન્સ)", "વૂડૂ પીપલ", "પોઈઝન", "ફાયરસ્ટાર્ટર", "બ્રેથ", "સ્મૅક માય બિચ અપ", "ઓમેન", અને "વોરિયર્સ ડાન્સ."
આલ્બમના કવર પર પ્રદર્શિત નામ મ્યૂઝિક ફોર ધ જિલ્ટેડ જનરેશન અને 1997માં ધ ફેટ ઓફ ધ લૅન્ડ વચ્ચે "ધ પ્રોડિજિ"થી "પ્રોડિજિ"માં પરિવર્તિત થયું હતું અને 2004માં ઓલવેઝ આઉટનંબર્ડ, નેવર આઉટગન્ડ બહાર પડવાની સાથે ફરીથી "ધ પ્રોડિજિ" જ જોવા મળ્યું હતું. અલબત્ત, હોવલેટનું કહેવું છે કે તેમના બૅન્ડનું નામ હંમેશાં "ધ પ્રોડિજિ" જ રહ્યું છે. હોવલેટ મુજબ, જે બદલાવ જોવા મળ્યો તે માત્ર લોગોમાં નામને સમાવવા માટે કરવામાં આવેલો બદલાવ હતો.[૨][૩]
ઇતિહાસ
ફેરફાર કરોઆરંભ, શરૂઆતનાં વર્ષો અને પ્રથમ આલ્બમ (1990-1993)
ફેરફાર કરોએસેક્સ, ઈંગ્લેન્ડના એક રોનાલ્ડ ડબ્લ્યુ-૩૦(W-30) મ્યૂઝિક વર્કસ્ટેશનમાં એક સાથે મુકાયેલો, શરૂઆતનો 10-ટ્રેકનો ડેમો લિયેમ હાઉલેટે તૈયાર કર્યો હતો. એક મિટિંગમાં એક્સએલ (XL)ના વડા નિક હાલ્કીસ સમક્ષ હાઉલેટે અમુક ટ્રેક્સ વગાડ્યા તે પછી એક્સએલ(XL) રેકૉર્ડિંગ્સે તેમનો ડેમો લઈ લીધો અને ફેબ્રુઆરી 1991માં શરૂઆતનું "વોટ ઈવિલ લર્ક્સ"નું 12"નું પ્રેસિંગ (ગ્રામફોનની રેકર્ડ) બહાર પડ્યું. આ રીલીઝની અમુક હજારો ગેરકાયદેસર નકલો બહાર પડી હતી; જેમાં સિંગલ(ધ મેટ્રિક્સ)ની મધ્યમાં વિનાઈલમાં કોતરાયેલું "ધ એક્સચેન્જ" હોય તે ખરી પ્રત. ધ પ્રોડિજિ નામ એ લિયમે પોતાના પહેલા અનુરૂપ સિન્થિસાઈઝર, મૂગ પ્રોડિજિની પ્રશંસામાં પસંદ કરેલું એક પ્રતીક હતું.[સંદર્ભ આપો]
ધ પ્રોડિજિનો પ્રથમ જાહેર કાર્યક્રમ (જેમાં હોવલેટ સાથે નૃત્યકાર કીથ ફ્લિન્ટ અને લીરોય થોર્નહિલ પણ સામેલ હતા) લંડનના ડાલસ્ટનમાં ફોર એસિસ ખાતે (ત્યારનું "ક્લબ લેબીરિન્થ"નું ઠેકાણું) થયો હતો. છ મહિના પછી "ચાર્લી" બહાર પડ્યું, અને એ વખતે રેવ પ્રવેશકમાં મોટી સફળતા બન્યું, મહ્દ અંશે એએ(AA)-સાઈડના ટ્રેક "યોર લવ"ની લોકપ્રિયતાના કારણે, જે તે વખતના મુખ્ય પ્રવેશક કરતાં વધુ લોકપ્રિય હોવાનું કહેવામાં આવે છે. આ રીલીઝ યુકે(UK) સિંગલ્સના ચાર્ટમાં #3 પર પહોંચી, અને તેના કારણે બૅન્ડ મોટા પાયે લોકોના ધ્યાનમાં આવ્યું. કેઓસ થિયરી સંકલન શ્રેણીમાં તેમના ત્રીજા સિંગલ "એવ્રીબડી ઈન ધ પ્લેસ"માંના "જી(G) ફોર્સ (એનર્જી ફ્લો)"ને દર્શાવવામાં આવ્યું.[સંદર્ભ આપો]
સફળ સિંગલ "ચાર્લી" બહાર પડ્યા પછી, ચાર્ટ પર તો વિવિધ "હાર્ડકોર" રેવ ટ્રેક્સ ચમકવા માંડ્યા જેના તાલ પર ઝડપ અને તન્મયથી તરબતોળ બનેલા ક્લબ સદસ્યો આખી રાત નાચતા હતા, પણ તે પ્રસારમાધ્યમોમાંના સંગીત આલોચકો[કોણ?]ને આકર્ષતા નહોતા. અર્બન હાઈપનો "ટ્રિપ ટુ ટ્રુમ્પટન", અને સ્માર્ટ ઈનો (તેમ જ એક્સ્ટસીમાંના) "સીસમ્સ ટ્રીટ" જેવા કેટલાક ટ્રેક તેનું ઉદાહરણ છે, જે અનેક વિવેચકો, રેવર્સ અને પ્રવેશકના અનુયાયીઓ અનુસાર ભૂગર્ભીય "હાર્ડકોર રેવ" પ્રવેશક માટે પ્રસાર-દ્વારા-મૃત્યુને ઉત્તેજતાં હતાં.ઢાંચો:Or પરિણામે, બાળકોની જાહેર માહિતી અંગેની ફિલ્મોમાં તેના યાદગાર અંશ "ચાર્લી સેયઝ" સાથે "ચાર્લી" (કોકેન માટેનો એક સાંપ્રત સંદર્ભ) અને ધ પ્રોડિજિને વિવેચકોએ ટૂંકમાં "કિડ્ડી રેવ (બાળકોનું રેવ)" અથવા "ટોયટાઉન ટેક્નો" તરીકે ઓળખાવ્યું. સિંગલનું આલોચનાત્મક સ્વાગત એકંદરે મિશ્ર રહ્યું હતું.[૪][૫][૬][૭][સંદર્ભ આપો]
"ચાર્લી" પછી થોડા જ સમયમાં બૅન્ડનું પૂરી લંબાઈનું આલ્બમ, "એક્સપિરિયન્સ " આવ્યું, જે બ્રિટિશ રેવ સંગીતના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ રીલીઝ હતી. એક્સપિરિયન્સ પછી, જેના અંતિમ ટ્રેકમાં, રાગા એમસી (MC) બૅન્ડના સદસ્ય મૅક્સિમ રિયાલ્ટીને ચમકાવતું "ડેથ ઓફ ધ પ્રોડિજિ ડાન્સર્સ"ને પેશ કરતું હતું, અને તેની સાથેના એક પછી એક સિંગલો સાથે, ધ પ્રોડિજિ તેમની સાથે અત્યાર સુધી ચોંટેલી "કિડ્ડી રેવ"ની ખ્યાતિથી ઘણે દૂર આવી ગયું. રેવના હાર્ડકોર તબક્કામાંથી, ક્ષિતિજ પર ક્રિમિનલ જસ્ટિસ એક્ટના "રેવ-વિરોધી" ધારાના આગમન સાથે, હવે રેવ દૃશ્ય બદલાવાની શરૂઆત થઈ ચૂકી હતી.[સંદર્ભ આપો]
મ્યૂઝિક ફોર ધ જિલ્ટેડ જનરેશન (1993-1995)
ફેરફાર કરો1993માં, હાઉલેટે માત્ર "અર્થબાઉન્ડ આઈ" શીર્ષક ધરાવતું શ્વેત લેબલનું નનામું આલ્બમ બહાર પાડ્યું. તેના જકડી રાખનારા, હાર્ડ-એજ સંગીતે ભૂગર્ભમાં બહાલી હાંસલ કરી લીધી. જ્યારે છેવટે હાઉલેટે એ રૅકોર્ડ પોતાની છે એવું સ્વીકાર્યું ત્યારે બૅન્ડના કેટલાય ભૂતપૂર્વ આલોચકો ચકિત રહી ગયા. એ વર્ષે પાછળથી તે સત્તાવાર રીતે "વન લવ" તરીકે બહાર પડ્યું, અને યુકે(ઉક)માં ચાર્ટમાં #8 પર પહોંચ્યું. [૮] તેના પછીના વર્ષે, ધ પ્રોડિજિનું બીજું આલ્બમ, મ્યૂઝિક ફોર ધ જિલ્ટેડ જનરેશન બહાર પડ્યું, અને યુકે આલ્બમ ચાર્ટમાં #1 ક્રમાંકન પામ્યું. આ આલ્બમે હેવી ટેક્નો અને બ્રેકબીટ-આધારિત ટ્રેકો સાથે સંગીત શૈલીના વિશાળ પટને વણ્યો હતો, અને તેની સાથે ધ નાર્કોટિક સ્યૂટ ની કલ્પના માલિકા, અને રોક-અભિમુખ ધરાવતા ઝુકાવો પૂરક રૂપે રજૂ કર્યા હતા; તેનું એક ઉદાહરણ છે "ધેઅર લૉ", જેમાં પોપ વિલ ઈટ ઈટસેલ્ફને દર્શાવવામાં આવ્યા છે.
આ આલ્બમ મર્ક્યુરી મ્યૂઝિક પ્રાઈઝ માટે નામાંકન પામ્યું હતું છતાં હાઉલેટે ધ પ્રોડિજિને, વ્યાવસાયિક રીતે સફળ પણ કોઈ પણ સમાધાન વિના, એક 'હાર્ડ ડાન્સ બૅન્ડ' બનાવવા પ્રત્યેના પોતાના સમર્પણને ફરીથી સ્પષ્ટ કર્યું હતું. યુકે(UK)માં ટોપ ઓફ ધ પોપ્સ અથવા અન્ય ટીવી કાર્યક્રમોમાં હાજર રહેવાનું નકારતા રહીને બૅન્ડ પ્રસારમાધ્યમોમાં વધુ પડતી-પ્રસિદ્ધિથી દૂર રહેવાનું ચાલુ રાખ્યું હતું. આજની તારીખે, બ્રિટિશ ટેલિવિઝન પર તેમની એક માત્ર સ્ટુડિયો હાજરી તેઓ જ્યારે 1991માં બીબીસી2(BBC2) પર ડાન્સ એનર્જી શ્રેણીમાં "એવ્રીબડી ઈન ધ પ્લેસ"ના પ્રદર્શન સાથે પેશ થયા તે જ છે. આગામી વર્ષોમાં એમટીવી (MTV) યુરોપ દ્વારા તેમના વિડીઓને મજબૂત સમર્થન મળ્યું, જેના કારણે સમગ્ર ખંડ પર તેમની લોકપ્રિયતામાં વધારો થયો. 1995માં કીથ ફ્લિન્ટે જાતે એમટીવી શોના એપિસોડ 120 મિનિટ્સ નું સંચાલન કર્યું હતું.[સંદર્ભ આપો]
મ્યૂઝિક ફોર ધ જિલ્ટેડ જનરેશન ને મળેલી આંતરરાષ્ટ્રીય સફળતાના પગલે, 1995માં "ધેઅર લૉ," "બ્રેક એન્ડ એન્ટર 95" જેવા ટ્રેક માટે અને માત્ર જીવંત એવા ઈન્ટરલ્યૂડ્સ અને આવૃત્તિઓમાં સંગીત આપવા માટે, બૅન્ડમાં ગિટારવાદક જિમ ડેવિસનો ઉમેરો થયો, જે પાછળથી પિચશિફ્ટર જૂથમાં જોડાયા. થોડા જ વખતમાં તેમનું સ્થાન જાનુસ સ્ટાર્ક બૅન્ડના ગિઝ બટ્ટે લીધું, જે આવતાં ત્રણ વર્ષો સુધી બૅન્ડ સાથે રહ્યા.[સંદર્ભ આપો]
ધ ફેટ ઓફ ધ લૅન્ડ અને વિવાદો (1996-2002)
ફેરફાર કરો1996માં "ફાયરસ્ટાર્ટર" બહાર પડ્યું, જેમાં કીથ ફ્લિન્ટ નવા રૂપમાં પ્રથમ વખત રજૂ થયો તે માટે ગીતો હતાં, આ આલ્બમથી બૅન્ડે યુ.એસ. અને અન્ય વિદેશી બજારોમાં પ્રવેશ કર્યો, તથા યુકેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો. આ વર્ષે ધ પ્રોડિજિ પ્રતિષ્ઠિત લોલાપાલૂઝા મહોત્સવમાં પણ ચમક્યું. જેની ક્યારની રાહ જોવાઈ રહી હતી તે પ્રોડિજિનું ત્રીજું આલ્બમ, ધ ફેટ ઓફ ધ લૅન્ડ , 1997માં જ્યારે બૅન્ડે ગ્લાસ્ટોનબરી મહોત્સવની આરંભ રાત્રિએ પ્રદર્શન આપ્યું તેની સાથે રજૂ થયું. પોતાના પૂર્વગામી આલ્બમોની જેમ જ, આ આલ્બમ પણ બૅન્ડ અને મુખ્યધારાનો વ્યાપક નૃત્ય પટ, એમ બંને માટે સીમાચિહ્નરૂપ બન્યું. સરળ મધુર સુરાવલીઓ, સ્પાર્સર સેમ્પલિંગ, અને વધુ ઉપહાસાત્મક, આરોહ-અવરોહવાળા પંક-જેવા ગીતો (જે ફ્લિન્ટે બદલાયેલા આઘાતપ્રદ રૂપ સાથે પૂરા પાડ્યાં હતાં) ધરાવતા આલ્બમે હાડ-ધ્રુજાવનારા અને ગુંજારવ કરતા સિન્થ સુદ્ધાં આપ્યાં હતાં જે બૅન્ડની વિશિષ્ટ અભિવ્યક્તિ હતાં. આ આલ્બમે નૃત્ય શૈલીમાં આંતરરાષ્ટ્રીય રીતે, સૌથી સફળ નાટિકાઓ આપનારામાંથી એક તરીકે બૅન્ડનું સ્થાન નિશ્ચિત કર્યું, અને બ્રિટિશ અને અમેરિકન ચાર્ટ્સમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો.[૯]
પોતાના વિવાદાસ્પદ ટ્રેક "સ્મેક માય બિચ અપ (મારી કૂતરીને ફટકારો)"થી ધ પ્રોડિજિને રોક સ્ટેશનો પર નોંધપાત્ર હવાઈ-પ્રસારણ મળી રહ્યું હતું – અને સાથે એ ગીત માટે નકારાત્મક પ્રતિક્રિયાઓ પણ મળી રહી હતી. એ ગીત અને તેના સંગીત વિડીઓને મહિલાઓ માટેની રાષ્ટ્રીય સંસ્થા(નેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર વિમેન – NOW)એ સખત શબ્દોમાં વખોડી કાઢ્યું. ગીતમાં બોલ બહુ ઓછા હતા પણ તે સતત પુનરાવર્તિત થતા હતા (કુલ મળીને ગીતમાં બોલ હતા "ચેન્જ માય પિચ અપ, સ્મેક માય બિચ અપ"), NOWએ કહ્યું કે ગીતના શબ્દો "...મહિલાઓ સામે હિંસાની હિમાયત કરતો ભયંકર અને અપમાનકારક સંદેશો આપે છે." હાઉલેટે આ હુમલાઓનો પ્રત્યુત્તર આપતાં દાવો કર્યો કે ગીતના બોલનું ખોટું અર્થઘટન કરવામાં આવે છેઃ (ગીતનો અર્થ છે) "...કશુંક પણ તીવ્રતાથી, ઉત્કટતાથી કરવું, જેમ કે સ્ટેજ પર આવવું – આત્યંતિક ગાંડપણની ઊર્જા અનુભવવી." બૅન્ડે આ ગીત માટે બોલ લખ્યા નહોતા, પણ તેના બદલે ક્લાસિક અલ્ટ્રામેગ્નેટિક એમસી(MC)ના ટ્રેક "ગીવ ધ ડ્રમર સમ"માંથી ચૂંટ્યા હતા, જે ડર્ટચેમ્બર સેશન્સ પર દેખાય છે; તેમણે પોતાના પહેલેના "આઉટ ઓફ સ્પેસ" સિંગલમાં પણ બીજા એક અલ્ટ્રામેગ્નેટિક એમસી(MC)ના ગીત "ક્રિટિકલ બિટડાઉન"માંથી બોલ લીધા હતા.[૧૦]
મહિલાઓ માટેની રાષ્ટ્રીય સંસ્થાનું એમ પણ માનવું હતું કે આ ગીતના બોલ બીજી વ્યક્તિને હેરોઈન (સ્મેક) આપવાના સંદર્ભમાં છે. કેટલાક રેડિયો સ્ટેશનોએ ગીતનો પક્ષ લીધો, છતાં માત્ર રાતના જ તેઓ એ ટ્રેકને વગાડતા હતા.[૧૧] આ ગીતનો સંગીત વિડીઓ (જોનાસ અકેરલુન્ડ(Jonas Åkerlund) દ્વારા નિર્દેશિત) એક વ્યક્તિના આંખે દેખ્યાના અહેવાલમાં કોઈકને ક્લબમાં જતા જોવાનો, ખૂબ બધા ડ્રગ્સ અને દારૂમાં ધૂત થવાનો, પુરુષો સાથે હાથપાઈમાં ઊતરવોનો, સ્ત્રીઓને ગાળો આપવાનો અને એક લેપ નૃત્યાંગનાને લઈને તેની સાથે સેક્સ માણવાનો ચિતાર, એ બધું જ સ્પષ્ટપણે રજૂ કરે છે. વિડીઓના અંતે કેમેરો અરીસા તરફ મંડાય છે, મૂળ વ્યક્તિ તે એક મહિલા છે એવો રહસ્યોદ્ઘાટ કરે છે. એમટીવી(MTV) આ વિડીઓ માત્ર રાતે 1થી 5 વચ્ચે પ્રસારિત કરતું હતું. કોપનહેગનમાં એક રાત દારૂ પીવામાં અને પાર્ટી કરવામાં વીતાવ્યા બાદ, નિર્દેશકને આ વિડીઓની વિષયવસ્તુ માટે પ્રેરણા મળી હતી.
29 ઑગસ્ટ 1998ના રિડિંગ મહોત્સવ ખાતે પ્રદર્શન આપતી વખતે, મંચ પર આ ટ્રેક બાબતે ધ પ્રોડિજિ અને બીસ્ટી બોય્સ વચ્ચે અસહમતિ હતી, જેઓ ઘરેલૂ દુર્વ્યવહારનો ભોગ બન્યા હોય તેમને તે અપમાનકારક લાગી શકે માટે આ ગીતને સેટ પરથી બાકાત કરવું જોઈએ એવી બીસ્ટી બોય્સની વિનંતી હતી. બીસ્ટી બોય્સની આજીજીની અવગણના કરીને, મૅક્સિમે એવી ઘોષણા સાથે "સ્મેક માય બિચ અપ" વગાડવું શરૂ કર્યું કે "અમે આ અશ્લીલ ટ્યુન ન વગાડીએ એવું તેઓ ઇચ્છે છે. પણ જે રીતે માહોલ બન્યો છે, મને જે ગમે તે અશ્લીલ હું વગાડીશ".[૧૨] [૧૩][૧૪]આ ઘટના ત્યારથી મહોત્સવ પરંપરાનો હિસ્સો બની ગઈ છે, અને અત્યારે બંધ થઈ ગયેલા સિલેક્ટ મૅગેઝિને તેને અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ જીવંત ક્ષણોમાંની એક તરીકે જાહેર કરી હતી.
પાછળથી વૉલ-માર્ટ અને કેમાર્ટે ધ ફેટ ઓફ ધ લૅન્ડ ને પોતાની અભરાઈઓ પરથી પાછું ખેંચી લેવાની જાહેરાત કરી હતી. એલપી(LP) તેમના સ્ટોરની અભરાઈઓ પર 20 અઠવાડિયાંઓથી વધુ વખત રહી હતી તે હકીકત છતાં, અને તેમણે એ આલ્બમની કુલ મળીને 150,000 નકલો વેચી હોવાની હકીકત છતાં, આ બે સ્ટોરને નવા સિંગલ "ઓફેન્સિવ"ની રિલીઝ માટેનું માર્કેટિંગ અભિયાન મળ્યું હતું.[સંદર્ભ આપો]
2002ના મધ્યમાં, એમટીવી2(MTV2) પર, એમટીવી પર પ્રસારિત અત્યાર સુધીના સૌથી વિવાદાસ્પદ વિડીઓના કાઉન્ટડાઉનના એક વિશેષ કાર્યક્રમના ભાગ રૂપે તદ્દન કાપકૂપ વિનાના વિડીઓ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ કાઉન્ટડાઉનને તેમાંના "સ્મેક માય બિચ અપ" અને અન્ય કેટલાક વિડીઓમાંના ચિત્ર નિરૂપણના કારણે માત્ર મોડી રાત્રે જ પ્રસારિત કરવામાં આવતા હતા. ખાસ કરીને આ વિડીઓને એમટીવી(MTV) દ્વારા "સૌથી વિવાદાસ્પદ વિડીઓ" ગણવામાં આવ્યો હતો અને કાઉન્ટડાઉનમાં તેને #1 ક્રમાંક પર દર્શાવવામાં આવ્યો હતો.
1999માં ધ પ્રોડિજિનું ધ ડર્ટચેમ્બર સેશન્સ વોલ્યુમ વન , બ્રિટિશ રેડિયો 1 પર મહેમાન કલાકાર તરીકેની સફળ હાજરીના અધિકૃત રૅકોર્ડ તરીકે ઉત્પાદિત, હોવલેટ દ્વારા એક ડીજે (DJ) મિક્સ આલ્બમ બહાર પડ્યાં. આ વર્ષે જૂનમાં જ્યારે બૅન્ડ કથિતપણે પોતાની વ્યવસાયિક સફળતાની ટોચ પર પહોંચ્યું હતું ત્યારે તેઓ ગિટારવાદક ગિઝ બટ્ટથી છૂટા પડ્યા.
2002માં, પ્રવાસ અને રૅકોર્ડિંગમાંથી થોડો વિરામ લીધા બાદ, વિવેચકોને નિરાશા આપતું સિંગલ "બેબીઝ ગોટ અ ટેમ્પર" બહાર પડ્યું. એ ગીત કીથ ફ્લિન્ટના સાઈડબૅન્ડ, ફ્લિન્ટે લખ્યું હતું, અને તેમાં જિમ ડૅવિસને પણ રજૂ કરવામાં આવ્યા હતા. હાઉલેટે તેને પ્રોડ્યુસ કર્યું હતું. ફરી એકવાર, બૅન્ડે ગીતના બોલમાં તથાકથિત "ડેટ રેપ(સાથી દ્વારા બળાત્કાર)" ડ્રગ રોહીપ્નોલનો ઉલ્લેખ સામેલ કરીને વિવાદને વહોરી લીધો, અલબત્ત, બૅન્ડ ડ્રગનો "મહિમા ગાય" છે કે તેની નકારાત્મક બાજુ રજૂ કરે છે તે સ્પષ્ટ નહોતું. એ જ વર્ષે, જો કે, ''ક્યુ(Q)'' મૅગેઝિને ધ પ્રોડિજિને "50 બૅન્ડ્સ ટુ સી બિફોર યૂ ડાઈ (મરતાં પહેલાં જોવા લાયક 50 બૅન્ડ)"માંનું એક ગણાવ્યું હતું.[૧૫]
ઓલવેઝ આઉટનંબર્ડ, નેવર આઉટગન્ડ (2004-2008)
ફેરફાર કરોધ પ્રોડિજિનું ચોથું સ્ટુડિયો આલ્બમ, ઓલવેઝ આઉટનંબર્ડ, નેવર આઉટગન્ડ 23 ઑગસ્ટ 2004ના, અને યુએસએ(USA)માં 14 સપ્ટેમ્બર 2004ના બહાર પડ્યું. અગ્રગીત અને પ્રાયોગિક સિંગલ, "મેમ્ફિસ બેલ્સ", બહુ મર્યાદિત સંખ્યામાં બહાર પાડવામાં આવ્યું હતું, અને તેના પછી પરંપરાગત સિંગલ "ગર્લ્સ" હતું. આ સ્ટુડિયો આલ્બમની યુ.એસ. આવૃત્તિમાં એક બોનસ ટ્રેક હતો; "મોર ગર્લ્સ" શીર્ષક સાથે "ગર્લ્સ"નું રિમિક્સ. ટૂર થકી આ આલ્બમનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો, આ ટૂર લગભગ 2 વર્ષ ચાલી હતી.
ઈન્ટરનેટ પરથી "મેમ્ફિસ બેલ્સ"ની 5,000 ડિજિટલ પ્રતો વેચાઈ હતી. દરેક પ્રત, ગ્રાહકની પસંદગીના વાદ્યસંગીત, તાલ, અને રાગના વિકલ્પો અનુસારનું સંયોજન હતી, અને આવી 39,600[૧૬] પસંદગીઓ મોજૂદ હતી. પાંચ મિક્સ ત્રણ ફાઈલ ફોર્મેટમાં, ડબ્લ્યુએવી(WAV), બે ઓડિયો મિક્સ એમપી3(MP3)માં, અને એક 5.1 ડીટીએસ(DTS) સરાઉન્ડ સાઉન્ડ મિક્સ અને આ તમામ ડિજિટલ અધિકાર વ્યવસ્થાપનથી મુક્ત હતા. આ પ્રયોગ સફળ રહ્યો હતો, અને માંગના કારણે સર્વરની સમસ્યાઓ થઈ હોવા છતાં માત્ર 36 કલાકમાં તેની 5,000 પ્રત વેચાઈ હતી.
2005માં, તેમણે એક સંકલન, Their Law: The Singles 1990-2005 , બહાર પાડ્યું, જેમાં "આઉટ ઓફ સ્પેસ" (ધ "ઓડિયો બુલીઝ રિમિક્સ") અને "વૂડૂ પીપલ" (ધ "પેન્ડયુલમ રિમિક્સ") ગીતોના નવા રિમિક્સ ધરાવતું એક સિંગલ હતું. તેમાંના બીજા પર એસેક્સની રોમફોર્ડ માર્કેટમાં એક સંગીત વિડીઓ પણ ઉતારવામાં આવ્યો હતો, જેને સંકલનની ડીવીડી (DVD) પર પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જૂથની એક માત્ર મહિલા સદસ્ય, શાર્કીને વિડીઓમાં દોડમાં દોડતી અને જીતતી દર્શાવવામાં આવી છે.
4 ઑગસ્ટ 2008ના, ધ પ્રોડિજિના પહેલા બે આલ્બમોની (1992ના "એક્સપિરિયન્સ" અને 1994ના "મ્યૂઝિક ફોર ધ જિલ્ટેડ જનરેશન") વિસ્તૃત, ડિલક્સ આવૃત્તિઓ બહાર પાડવામાં આવી[૧૭]. મૂળને ફરીથી બનાવવામાં આવી હોવાથી, નવા પૅકેજોમાં મિક્સિસ, દુર્લભ અને જીવંત ટ્રેકોને એક બોનસ ડિસ્ક સાથે આપવામાં આવ્યા હતાં. સંગીત નવી વિષયવસ્તુ ઉપરાંત આ બંને આલ્બમો વિસ્તૃત આર્ટવર્ક પણ દર્શાવતા હતા.
ઈનવેડર્સ મસ્ટ ડાઈ અને વર્તમાન કાર્યક્રમો (2008-આજ સુધી)
ફેરફાર કરો13મી જુલાઈના ધ પ્રોડિજિએ ઓક્સીજેન મહોત્સવ ખાતે 4 નવા ગીતો રજૂ કર્યાં; ત્યાં જે ટ્રેક પ્રિવ્યૂ કરવામાં આવ્યા તે હતા "વર્લ્ડસ ઓન ફાયર", "વોરિયર્સ ડાન્સ", "મેસ્કલીન" અને "ફર્સ્ટ વોર્નિંગ", જે તાજેતરમાં જ ધાડપાડુની ફિલ્મ "સ્મોકિંગ એસિસ"માં અને Need for Speed: Undercover રમતમાં સાઉન્ટટ્રેક તરીકે રજૂ થયું છે.
5 નવેમ્બર 2008ના, બૅન્ડના પાંચમા સ્ટુડિયો આલ્બમનું નામ ઈનવેડર્સ મસ્ટ ડાઈ હશે અને તે બૅન્ડના નવા લેબલ, ટેક મિ ટુ ધ હૉસ્પિટલ પર બહાર પડશે એવું ઘોષિત કરવામાં આવ્યું. 2004ના ઓલવેઝ આઉટનંબર્ડ, નેવર આઉટગન્ડ પછીનું બૅન્ડનું પહેલું સ્ટુડિયો આલ્બમ હતું અને 1997ના ધ ફેટ ઓફ ધ લૅન્ડ પછીનું પહેલું પ્રોડિજિ આલ્બમ હતું જેમાં બૅન્ડના ત્રણે સદસ્યો હતા.[૧૮] યુએસએ(USA)માં 3 માર્ચ 2009ના[૧૯]
આ આલ્બમમાં ડ્રમવાદક ડૅવ ગ્રોહ્લને "રન વિથ ધ વુલ્વ્સ" માટે ડ્રમ પર બતાવાયા છે. ટોચના પાંચમાં સ્થાન મેળવનાર "ઓમેન" અને "ઈનવેડર્સ મસ્ટ ડાઈ" ટ્રેકનું ડઝ ઈટ ઓફેન્ડ યૂ, યાહ? ફ્રન્ટમૅન જેમ્સ રુશેન્ટ સાથે સહ-નિર્માણ કરવામાં આવ્યું હતું. રૅકર્ડ પરના લખાણમાં એએન્ડઆર(A&R) માટે નિક હાલ્કીસનો ઋણસ્વીકાર દર્શાવવામાં આવ્યો છે, જેમણે એક્સએલ (XL) સાથે ભજવણી અંગે હસ્તાક્ષર કર્યા હતા, અને આમ આલ્બમ પરના સ્પષ્ટ સંદર્ભોને, રેવ સંસ્કૃતિ અને ઓલવેઝ આઉટનંબર્ડ આલ્બમમાં જે ઓછી વર્તાઈ હતી તે પ્રોડિજિના 'ક્લાસિક' સંગીતની હાજરી સાથે સંભવતઃ સાંકળે છે. બૅન્ડે કહ્યું કે આ આલ્બમ તેમનાં "જૂની શાળાના પણ તીક્ષ્ણ ધાર"નાં મૂળિયાં તરફ પાછું ફરે છે. આ આલ્બમ એક સીડી (CD), સીડી/ડીવીડી (CD/DVD) સેટ, ડબલ વાઈનીલ, ડિજિટલ ડાઉનલોડ અને પાંચ 7-ઈંચની, સીડી ડીવીડી, બોનસ સીડી, પોસ્ટર, સ્ટીકરો અને સ્ટેન્સિલો ધરાવતા એક 7-ઈંચના લક્ઝરી વાઈનીલ બોક્સ સેટ તરીકે બહાર પાડવામાં આવ્યું હતું.
ઈનવેડર્સ મસ્ટ ડાઈ ઓસ્ટ્રેલિયામાં 21 ફેબ્રુઆરી 2009ના અને યુરોપમાં 23 ફેબ્રુઆરી 2009ના બહાર પડ્યું હતું, જે પહેલા અઠવાડિયાના 97,000થી વધુ વેચાણ સાથે યુકે(UK)માં પ્રથમ ક્રમાંકન પર પહોંચ્યું હતું – આ આંકડો ઓલવેઝ આઉટનંબર્ડ... અથવા તેમનાં સિંગલ્સના સંકલનો કરતાં ઊંચો હતો. આ આલ્બમે જર્મની અને ઓસ્ટ્રેલિયામાં ટોચના 5માં અને નોર્વે તેમ જ બીજા કેટલાક યુરોપિયન દેશોમાં ટોચના 10માં સ્થાન મેળવ્યું હતું. આલ્બમ બહાર પડ્યાની સાથે જ, બૅન્ડ યુકે(UK) પ્રવાસ પર, નવ તારીખ માટે ઊપડી ગયું, જેમાં તેમને ડિઝ્ઝી રાસ્કલ, નોઈસિયા, હેર્વે અને ડીજે (DJ) કિસ્સી સેલ આઉટનો ટેકો હતો. 25 ફેબ્રુઆરી 2009ના અઠવાડિયાના કૅનેડિયન સિંગલ્સના ચાર્ટ પર સિંગલ "ઓમેને" #1 પર ધમાકેદાર પ્રવેશ કર્યો હતો અને પાછળથી તે બૅન્ડનું સૌથી લોકપ્રિય ગીત બન્યું હતું. ઈનવેડર્સ મસ્ટ ડાઈ ને મળેલો શરૂઆતનો આલોચનાત્મક પ્રતિભાવ કંઈક અંશે મિશ્ર હતો. મુખ્ય ધારાના વિવેચકોના રીવ્યૂઓને 100માંથી સામાન્ય રેટિંગ આપનાર, મેટાક્રિટિક ખાતે, આ આલ્બમને 60નો સરેરાશ સ્કોર મળ્યો હતો. જો કે, ચાહકોએ ઓલવેઝ આઉટનંબર્ડ... ની સરખામણીમાં આ આલ્બમને સરસ રીતે વધાવ્યું હતું.[સંદર્ભ આપો]
11 મે 2009ના સિંગલ "વોરિયર્સ ડાન્સ" બહાર પડ્યું. ટ્રેકના સમૂહગાનમાં ટ્રુ ફેઈથ સાથે ફાયનલ કટ કૃત "ટેક મિ અવે"ના અંશો હતા. તેમાં એડિસ પોસ્સી કૃત "લેટ ધ વોરિયર્સ ડાન્સ"માંથી પણ શ્રેષ્ઠ અંશો લેવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં આ ડિજિટલ ગીત 17 એપ્રિલ 2009ના, વિશેષ રૂપે માત્ર આઈટ્યુન્સ (iTunes) પર બહાર પડ્યુ, અલબત્ત એક પણ રિમિક્સ વિનાનું તેની "એડિટ (સુધારી શકાય તેવી)" આવૃત્તિ પણ ઉપલબ્ધ છે. ઓસ્ટ્રેલિયામાં જ્યારે તે આઈટ્યુન્સ પર બહાર પડ્યું, ત્યારે ગીતનું શીર્ષક ખોટી રીતે લખાયું હતું અને ડાઉનલોડ થતું ગીત એ ખરેખર પ્લેસબોનું હતું, આ સમસ્યાને પાછળથી સુલઝાવવામાં આવી હતી. પ્રોડિજિની વેબસાઈટ પરથી, એમપી3 (MP3) ફોર્મેટમાં ડિજિટલ ડાઉનલોડ તરીકે, "વોરિયર્સ ડાન્સ"ની ત્રણ રિમિક્સ આવૃત્તિઓ પણ વેચવામાં આવી હતી. તે સિવાયનું એક વધારાનું રિમિક્સ એ માત્ર આઈટ્યુન્સ (iTunes) માટે હતું. યુકે(UK) સિંગલના ચાર્ટ પર આ ગીતે #9 ક્રમાંક મેળવ્યો હતો.
31 ઑગસ્ટ 2009ના સિંગલ "ટેક મિ ટુ ધ હૉસ્પિટલ" બહાર પડ્યું. સિંગલની સીડી(CD) સબ ફોકસ રિમિક્સ ધરાવે છે અને 12" સિંગલ પણ એક રુસ્કો રિમિક્સ ધરાવે છે. આ ગીતનું "વ્રેકેજ" મિક્સ બનાવવા માટે હાઉલેટે, જોશ હોમ સાથે પણ કામ કર્યું હતું. આ ગીત બૅન્ડના રૅકોર્ડ લેબલોમાંનું એક છે. આ ટ્રેક પીપી ડિલક્સના "સલામી ફિવર"માંના અને એશર ડી અને ડેડી ફ્રેડીના "રાગામફિન ડ્યુઓ ટેક ચાર્જ"માંના અંશો દર્શાવે છે. "ટેક મિ ટુ ધ હૉસ્પિટલ"નો સંગીત વિડીઓ પૂરો થઈ ગયો હતો અને 4 ઑગસ્ટના તે વિશિષપણે માત્ર પ્લેસ્ટેશન 3 પર વિડઝોન(VidZone) એપ્લિકેશનથી જોવા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. આ વિડીઓને 5 ઑગસ્ટના બૅન્ડની અધિકૃત વેબસાઈટ અને યૂટ્યુબ ચેનલ પર પણ મૂકવામાં આવ્યો હતો. 90ના દાયકાની શાળાનો દેખાવ આપવા માટે તેને ડિજિટલ રૅકોર્ડિંગના સાધનોને બદલે વીએચએસ (VHS) પર ફિલ્માવવામાં આવ્યો છે.
યુરોપિયન રિલિઝમાં 11 ટ્રેકની ઓડિયો સીડી (CD) અને એક ડીવીડી (DVD) ડિસ્ક ધરાવતી હતી, જેમાં "ઈનવેડર્સ મસ્ટ ડાઈ," "ઓમેન"ના વિડીઓ અને "વર્લ્ડ્સ ઓન ફાયર" અને "વોરિયર્સ ડાન્સ"ની જીવંત વિડીઓ આવૃત્તિઓ તથા "ઈનવેડર્સ મસ્ટ ડાઈ"ના વિડીઓની કમ્પ્યૂટર પર વાંચી શકાય તેવી (માઈક્રોસોફ્ટ વિન્ડોઝ અને મૅક ઓએસ એક્સ (OS X) માટેનો એચડી (HD) ડેટા) એચડી (HD) આવૃત્તિ સામેલ હતી. તેની સ્પેશિયલ એડિશનમાં, આલ્બમના ચોથા સિંગલમાં, "ઈનવેડર્સ મસ્ટ ડાઈ (લિયેમ એચ રીમપેડ આવૃત્તિ)"માં, "મેસ્કલીન" શીર્ષકનો એક નવો ટ્રેક, અને કેટલાક રિમિક્સ સામેલ હતા.[૨૦]
5 માર્ચ 2010ના એ વાતને પુષ્ટિ મળી હતી કે ધ પ્રોડિજિ 2010ના વી (V) મહોત્સવમાં પ્રદર્શન આપશે, જે ઑગસ્ટ 21 અને 22ના વેસ્ટોન પાર્ક, સ્ટાફફોર્ડશાયર અને હાયલૅન્ડ્સ પાર્ક, ચેલ્મ્સફોર્ડ ખાતે આયોજિત થવાની હતી. [૨૧] તે ઉપરાંત માર્ચ 2010માં, બેસ્ટીવલ માટે ધ પ્રોડિજિ શીર્ષ ભજવણી કરવાનું છે એવો પણ રહસ્યોદ્ધાટ થયો હતો, જે સપ્ટેમ્બર 9-12ના, આઈલ ઓફ વાઈટ ખાતે આયોજિત થવાનો છે.[૨૨] પેન્ડયુલમના રોબ સ્વિરના એક ઈન્ટર્વ્યૂમાં, તેમણે જણાવ્યું હતું કે પેન્ડયુલમના ત્રીજા આલ્બમ, ઈમર્સન માટે ધ પ્રોડિજિ તેમની સાથે સહયોગમાં કામ કરી રહ્યું છે. હોવલેટ ઈમ્યુનાઈઝ ગીતના સહ-નિર્માતા હતા. માત્ર યુકે(UK)માં જ, ધ પ્રોડિજિના 3,420,000 સિંગલ્સ અને 3,777,000 આલ્બમોનું વેચાણ થયું છે.[સંદર્ભ આપો]
બૅન્ડના સદસ્યો
ફેરફાર કરો
|
|
ડિસ્કોગ્રાફી
ફેરફાર કરો- સ્ટુડિયો આલ્બમો
- 1992: એક્સપિરિયન્સ
- 1994: મ્યૂઝિક ફોર ધ જિલ્ટેડ જનરેશન
- 1997: ધ ફેટ ઓફ ધ લૅન્ડ
- 2004: ઓલવેઝ આઉટનંબર્ડ, નેવર આઉટગન્ડ
- 2009: ઈનવેડર્સ મસ્ટ ડાઈ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Amazon.de: ધ પ્રોડિજિ – મ્યૂઝિક ઈન રીવ્યૂઃ ધ પ્રોડિજિઃ ડીવીડી (DVD)
- ↑ હોવલેટ એલ , નિકોઝાઈન ઓનલાઈન ઝાઈન (નવેમ્બર 2005), આંદ્રેય શનેફ દ્વારા લિયેમ હોવલેટના ઈન્ટર્વ્યૂમાં નામમાંના બદલાવનો ઉલ્લેખ થયો હતો, છેલ્લે 25 મે 2005ના જોવામાં આવ્યું હતું (લિન્ક)
- ↑ જેમ્સ એમ , પ્રોડિજિ પુસ્તક (2002), પૃ. 44, સેન્ચુરી પબ્લિશિંગ, લિયમે તેના મૂગ સિન્થની પ્રશંસામાં નામ પસંદ કર્યું હતું તેવો ઉલ્લેખ કરે છે.
- ↑ http://www.dooyoo.co.uk/music-records/their-law-the-singles-1990-2005-the-prodigy/1019226/
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-05-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-21.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-10-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-21.
- ↑ http://amiestreet.com/music/the-prodigy/charly/
- ↑ TheProdigy.info » પ્રોડિજિ ડિસ્કોગ્રાફી » પ્રોમોઝ » વન લવ
- ↑ બિલબોર્ડ 1997
- ↑ આઉટ ઓફ સ્પેસ સિંગલ અને એક્સપિરિયન્સ આલ્બમમાંથી લાઈનર નોટ્સ
- ↑ "મેટ્રોપોલિસ સામયિકનો પાછળનો અંક #409". મૂળ માંથી 2011-08-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-21.
- ↑ રોક ઓન ધ નેટઃ ધ બીસ્ટી બોય્સ
- ↑ ક્લોસ્ટ્રોફોબિક પ્રોડિજિ પૃષ્ઠ – હકીકતો – ધ રીડિંગની ઘટના
- ↑ રોક ઓન ધ નેટઃ પ્રોડિજિ
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2006-01-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-21.
- ↑ ત્યાં કુલ 660,000 પસંદ ઉપલબ્ધ હતી, પણ તેમાંથી માત્ર 39,600 લેવામાં આવી.
- ↑ "ધ પ્રોડિજિ પોતાના પહેલા બે આલ્બમોને ફરીથી બહાર પાડે છે અને નવાં ગીતોનું જીવંત પ્રદર્શન આપે છે". મૂળ માંથી 2012-06-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-21.
- ↑ Howlett, Liam (11 March 2010). "Take Me to the Hospital". મૂળ માંથી 14 માર્ચ 2008 પર સંગ્રહિત. મેળવેલ 6 July 2008. Check date values in:
|year=
/|date=
mismatch (મદદ) - ↑ "Invaders Must Die new release date". Idiomag.com. 30 January 2009. મેળવેલ 5 February 2009.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-11-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-21.
- ↑ "News: Prodigy For V Festival". idiomag. મેળવેલ 5 March 2010.
- ↑ "The Prodigy Will Headline Bestival". idiomag. મેળવેલ 15 March 2010.