નડિયાદની હવેલી, જેને બાબુભાઈ દેસાઈની હવેલી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નડીઆદ શહેર ખાતે આવેલ એક હવેલી છે. વર્ષ ૧૭૮૩માં બંધાયેલ આ મકાન ૨૪૯ ઓરડાઓ[૧] લાકડાની કોતરણી, વરસાદ-જળ સંગ્રહની સગવડ, ડઝનબંધ ચોગાનો તેમ જ ચાંદીમઢેલા ઝરોખાઓ ધરાવે છે.

નડિયાદની હવેલી
સામાન્ય માહિતી
સ્થાનનડીઆદ, ગુજરાત, ભારત
પૂર્ણ૧૭૮૦

તાત્યા ટોપેએ વર્ષ ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ દરમિયાન અહીંં આશ્રય લીધો હતો એમ કહેવાય છે.[૧] સ્વામી વિવેકાનંદ આ ઘર ખાતે વર્ષ ૧૮૯૨માં રોકાયા હતા[૨] અને આધ્યાત્મિક વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. મહાત્મા ગાંધીએ વર્ષ ૧૯૧૭માં એક સભા સંબોધિત કરી હતી. ભારતીય ચિકિત્સક ઝંડુ ભટ્ટ અહીં મૃત્યુ પામ્યા હતા.[૧]

ભાઉસાહેબ તરીકેના હુલામણા નામથી ઓળખાતા રાવ બહાદુર વિહારીદાસ દેસાઈ, તેમના વડવાના સમયથી ચાલી આવતી દેસાઈગીરી (મુઘલો માટે કર ઉઘરાવવાનું કાર્ય)નું કાર્ય કરતા હતા. ભાઉસાહેબના બે પુત્રો હરીદાસ વિહારીદાસ દેસાઈ અને બેચરદાસ વિહારીદાસ દેસાઈએ ભૂતપૂર્વ જૂનાગઢ રાજ્યના દિવાન તરીકે પદ સંભાળ્યું ત્યાર પછી પણ આ જ વ્યવસ્થા અંગ્રેજ શાસન દરમિયાન પણ ચાલુ રહી હતી.

એમ કહેવાય છે કે આ હવેલી ભારતમાં ઓરડાઓની દ્રષ્ટિએ રાષ્ટ્રપતિ ભવન પછી બીજા ક્રમમાં આવે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Nadiad haveli that has 249 rooms - Times of India". The Times of India. મેળવેલ ૧૨ જૂન ૨૦૧૮.
  2. Letters of Swami Vivekananda, Swami Vivekananda, Published by Vedanta Press and Catalogue