નાઇટ્રોજન
અણુ ક્રમાંક ૭ ધરાવતો એક વાયુ
(નત્રલવાયુ થી અહીં વાળેલું)
નાઇટ્રોજન (અન્ય નામ: નત્રલવાયુ) તત્વ આવર્ત કોષ્ટકનો મહત્વનો વાયુ છે. નાઇટ્રોજન ની આણ્વીક સંખ્યા ૭ અને તેનું ચિહ્ન N છે. આ એક રંગહીન, ગંધહીન અને સ્વાદહીન વાયુ તરીકે બે પરમાણુ વડે બનતા અણુના સ્વરૂપમાં જોવા મળે છે. પૃથ્વી ના વાતાવરણ ના ૭૮.૧ % જેવા મોટા જથ્થામાં મળી આવતો નાઇટ્રોજન સજીવ પેશીઓ માં રહેલા ઍમિનો ઍસિડ નો મહત્વનો એકમ છે.આ વાયુ પ્રમાણમા ઓછો સક્રિય છે. તેનો એક મહત્વનો ઉપયોગ હેબર પધ્ધતિ દ્વારા એમોનિયા બનાવવા થાય છે.
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |