નવજીવન ઇન્ડિયાધી એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ દ્વારા પ્રકાશિત એક ભારતીય વર્તમાન પત્ર છે. તેની સ્થાપના ૧ નવેમ્બર ૧૯૪૭ ના રોજ થઈ.[] તેની અગાઉ નવજીવન નામનું છાપું ગાંધીજી વડે પ્રકાશિત થતું હતું આથી તેમની પરવાનગી લઈ એસોસિયેટ જર્નલ્સએ નવજીવન નામનું વર્તમનપત્ર શરૂ કર્યું.[]

નવજીવન
પ્રકારદૈનિક
માલિકધી એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ[]
સ્થાપકમહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ[]
સંપાદકઝફર આગા[][]
સ્થાપના૧ નવેમ્બર ૧૯૪૭

નેશનલ હેરાલ્ડ અને કૌમી આવાઝની જેમ જ નવજીવનની શરૂઆત મહાત્મા ગાંધીની સ્વતંત્રતા ચળવળના સિદ્ધાંતો અને આધુનિક ભારતના જવાહરલાલ નેહરુના દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. અખબારનો મુખ્ય ઉદ્દેશ લોકશાહી, ઉદાર અને આધુનિક ભારતની રચનાને વેગ આપવાનો હતો. અખબારનું લક્ષ્ય ભારતીય સ્વતંત્રતા ચળવળના સામાજિક સુસંવાદિતાને પ્રોત્સાહન આપવાનું છે.

અખબારનો ઉદ્દેશ ગાંધીજીના મૂલ્યો, સ્વતંત્રતા ચળવળની આધુનિક, લોકશાહી, ન્યાય-પ્રેમાળ, ઉદાર અને સામાજિક સંવાદિતતાને વેગ આપવાનું હતું.

દૈનિક નવજીવન અને ઉર્દૂ અખબાર કોમી અવાઝે તેમના પ્રભાવશાળી નેતાઓને એક એવા રાષ્ટ્રની રચના કરવાના પ્રયાસોને ધ્વની આપ્યો હતો કે જે વૈજ્ઞાનિક અને તાર્કિક માપદંડ[] ને આધારે વિશ્વ શાંતિ મેળવવા માગતો હતો.

સત્તાવાર પુનઃપ્રકાશન

ફેરફાર કરો

માર્ચ ૨૦૧૬માં, એસોસિયેટેડ જર્નલ્સ લિ. દ્વારા આ પ્રકાશનને ડિજિટલ સ્વરૂપમાં ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો. ૧ ઓક્ટોબર, ૨૦૧૬ ના રોજ, આ છાપાંએ નેશનલ હેરાલ્ડ ગ્રુપ[] [] ના ચીફના સંપાદક - નીલભ મિશ્રાની નિમણૂકની જાહેરાત કરી હતી.

  1. Harveen Ahluwalia & Priyanka Mittal. "Congress to resume publication of 'Navjivan' and 'National Herald'". Livemint. મેળવેલ 2018-08-11.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "About Us | Navjivan". Navjivanindia.com. મેળવેલ 2018-08-11.
  3. "The Associated Journals Limited Announces Editorial Leadership Team of National Herald, Navjivan and Qaumi Awaz". Exchange4media. મૂળ માંથી 2018-08-11 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-11.
  4. "National Herald: Congress to relaunch National Herald from Karnataka - The Economic Times". Economictimes.indiatimes.com. મેળવેલ 2018-08-11.
  5. ANI. "Congress to relaunch 'National Herald' today | Business Standard News". Business-standard.com. મેળવેલ 2018-08-11.