નવનીત સમર્પણ
નવનીત સમર્પણ ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવતું જીવન, સાહિત્ય, કળા અને સંસ્કારનું માસિક છે. આ સામાયિકમાં ઉચ્ચ કક્ષાનું ગુજરાતી સાહિત્ય જોવા મળે છે. કાવ્યો, નવલિકાઓ, ધારાવાહી નવલકથાઓ, જીવનચરિત્રો, બોધકથાઓ, ચિંતન, નિબંધ, લોકકથાઓ, ટુચકાઓ થકી આ સામાયિક સમૃધ્ધ છે.
નવનીત સમર્પણ એ નવનીત (સ્થાપના: ૧૯૬૨) અને સમર્પણ (સ્થાપના: ૧૯૫૯) એમ બે સામાયિકોનાં જોડાણથી બનેલું માસિક (સ્થાપના: ૧૯૮૦) છે, જેના સ્થાપકો અનુક્રમે શ્રીગોપાલ નેવટિયા અને કનૈયાલાલ મુનશી હતા. નવનીત સમર્પણનું પ્રકાશન ભારતીય વિદ્યાભવન દ્વારા કરવામાં આવે છે.[૧]
નવનીત સમર્પણ ડિજીટલ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "નવનીત સમર્પણ - ગુજરાતી માસિક". www.bhavans.info. ભારતીય વિદ્યા ભવન. મૂળ માંથી 2014-04-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૮-૧૧-૨૪.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |