નાનાલાલ (મૅકર્સ ઑફ ઈન્ડિયન લિટરેચર)

નાનાલાલગુજરાતી કવિ નાનાલાલ વિશે સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા મૅકર્સ ઑફ ઈન્ડિયન લિટરેચર (ભારતીય સાહિત્યનાં નિર્માતા) ગ્રંથમાળા અંતર્ગત પ્રગટ થયેલ અંગ્રેજી પુસ્તિકા છે. યુ. એમ. મણિયાર દ્વારા લિખિત આ પુસ્તિકા ઈ.સ. ૧૯૭૭માં પ્રગટ થઈ હતી.[]

પુસ્તક સાર

ફેરફાર કરો

૮૮ પૃષ્ઠ ધરાવતી આ પુસ્તિકા ૬ પ્રકરણમાં વિભાજીત છે. લેખકે પુસ્તકની શરૂઆતમાં પિતા દલપતરામની અસર હેઠળ નાનાલાલના સાહિત્યક્ષેત્રે પ્રવેશ વિશે વાત કરી છે. ત્યારબાદ નાનાલાલની કવિતાઓ 'વસંતોત્સવ', 'કુરુક્ષેત્ર'; નાટકો 'ઈન્દુકુમાર', 'જયા જયંત', 'પ્રેમભક્તિ' વગેરે કૃતિઓનો ટૂકો પણ આલોચનાત્મક આલેખ આપ્યો છે.[]

સમીક્ષક બસવરાજ એસ. નાઈકર લખે છે કે લેખક દ્વારા આલેખીત નાનાલાલની વિશિષ્ઠતાઓ — જેવીકે તેમના લખાણોની વૈવિધ્યતા, તેમાં જોવા મળતાં પુરાકથાથી માંડીને સામાજિક જેવા જુદાં જુદાં વિષયો, નાનાલાલનો જીવન પરત્વે કૌતુકરાગી (રૉમેન્ટિક) અભિગમ વગેરે બાબતો યું એમ. મણિયારની વિવેચનાત્મક ચોક્સાઈની સૂચક છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ Naikar, Basavaraj S. (January–February 1978). "Review: [Untitled]". Indian Literature. New Delhi: Sahitya Akademi. 21 (1): 121–122. JSTOR 23333182.  

બાહ્ય કડીઓ

ફેરફાર કરો