મુખ્ય મેનુ ખોલો

નિયોડીમીયમ એ એક રાસાયણિક તત્વ છે તેની સંજ્ઞા Nd અને અણુ ક્રમાંક ૬૦ છે. આ એક મૃદુ ચળકતી ધાતુ છે જે હવામાં કુલ્લી રાખતાં ખવાણ પામે છે. મોન્ઝેનાઈટ અને બેસ્ટનાસાઈટમાં તે નોંધનીય પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. નિયોડીમીયમ એ પ્રાકૃતિક રીતે શુદ્ધ સ્વરૂપે કે અન્ય લેંથેનાઈડ તત્વોથી અમિશ્રિત રીતે નથી મળતી, તેને પ્રાય સામાન્ય ઉપયોગો માટે શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ ધાતુને બલે દુર્લભ પાર્થિવ તત્વ ગણવામાં આવતું હોય પણ તે કોબાલ્ટ , નિકલ અને તાંબાની ખનિજ કરતાં તો ઓછું દુર્લભ છે, અને પૃથ્વી પર ફેલાયેલી છે.[૧] વિશ્વનું મોટા ભાગનું ખનિજ ચીનમાં થી ખોદવામં આવે છે.

૧૯૨૭માં નિયોડીમીયમ સંયોજનો સૌ પ્રથમ વાણિજ્યિક ઉપયોગ કાંચમાં રંગ લાવવા માટે કરાયો. આજે પણ તે પ્રચલિત કાંચ રંગ દ્રવ્ય છે. નિયોડિમના સંયોજનો તેમાં રહેલા Nd(III) આયનોને કારણે લાશ પડતો જાંગુડિયો રંગ ધરાવે છે અને પ્રકાશ સ્ત્રોત અને ફ્લોરોસેંટ અસર અનુસાર રંગ પણ બદલે છે. અમુક નોયોડીમીયમ ધરાવતા કાંચનો ઉપયોગ ૧૦૪૭ થી ૧૦૬૨ નેનોમીટર ધરાવતી ઈન્ફ્રા રેડ પ્રકાશ છોડનરા લેસરમાં વપરાય છે. આનો ઉપયોગ અત્યંત ઉચ્ચ શક્તિ ઉપયોગ માટૅ થાય છે જેમકે આંતરિક બંદી સંમિલન.

આ સિવાય નિયોડીમીયમ અન્ય ઉપસ્તરીય સ્ફટીક તરીકે ઉપયોગમાં લેવાય છે દા.ત Nd:YAG લેસરમાં વપરાતું ઈટ્રીયમ અલ્યુમિનિયમ ગ્રેનેટ. Nd:YAG એ સૌથી સામાન્ય રીતે વપરાતું ઘન સ્થિતી લેસર છે.

આનો અન્ય મુખ્ય ઉપયોગ છે તે શુધા મુક્ત સ્વરૂપ તત્વ તરીકે મિશ્ર ધાતુમાં. આનો ઉપયોગ અત્યાર સુધીના જાણીતા એવા સૌથી શક્તિશાળી ચુંબક - નિયોડીમીયમ ચુંબક બનાવવા માટે થાય છે. આનો ઉપયોગ માઈક્રોફોનમાં, લાઉડ સ્પીકરમાં, કાનના હેડ ફોનમાં અને કોમ્પ્યુટર હાર્ડ ડીસ્કમાં થાય છે જ્યાં ઓછું દ્રવ્યમાન અને વધુ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. મોટી નોયિડીમીયમ ચુંબક એવી જગ્યાએ વપરાય છે જ્યાં વધુ શક્તિ અને ઓછા વજન ધરાવતી ઈલેક્ટ્રિલક મોટર, વિદ્યુત જનિત્ર (જનરેટર) (વિમાન, પવન ટર્બાઈન).[૨]

સંદર્ભોફેરફાર કરો