નોકરી

કર્મચારી અને માલિક વચ્ચેનો સંબંધ

નોકરી એ એક આર્થિક પ્રવૃત્તિ છે. કોઇપણ વ્યક્તિ કોઇપણ સરકારી, અર્ધસરકારી અથવા ખાનગી સંસ્થાઓ, પેઢી, ગોડાઉન, ઘર, ખેતર, બગીચા કે દુકાન ખાતે જરૂરી કાર્યો કરવા માટે નીયત કરેલા સમય માટે નિયનિતપણે ફરજ બજાવે છે, જે માટે તે વ્યક્તિને નક્કી કરવામાં આવેલી ચોક્કસ રકમ મહેનતાણા રૂપે મળે છે. આ રીતે મળતી આવકમાંથી વ્યક્તિ પોતાનો જીવનનિર્વાહ કરે તેને નોકરી કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં આ એક મધ્યમ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ ગણાય છે.

બાંધકામ મજૂર.

સરકારી નોકરી

ફેરફાર કરો

ભારત દેશમાં સરકારી નોકરી મુખ્યત્વે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે અને તેથી તેના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી કે કેન્દ્ર સરકારના કર્મચારી કહેવામાં આવે છે. કલેક્ટર, મામલતદાર, પંચાયતો સહિત રાજ્ય સરકારના વહિવટ હસ્તકની કચેરીમાં કર્મચારી તરીકે કામ કરનારાઓને રાજ્ય સરકારના કર્મચારીઓ કહેવામાં આવે છે. જ્યારે ટપાલખાતું, ભારતીય સંચાર નિગમ, રેલ્વે, આયકર, વગેરે વિભાગના કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓ તરીકે ઓળખવામાં આવે છે.