પકોડી એ એક ઉત્તર ભારતીય વાનગી છે. આ શીધ્ર બનતી વાનગી છે. તે દહીં સાથે સ્વાદિષ્ટ લાગે છે, માટે તેને દહીં પકોડી પણ કહેવાય છે. પકોડા (ભજીયાં) પરથી આ નામ ઉતરી આવ્યું છે. પકોડા કરતાં પકોડી પ્રમાણમાં નાનકડી હોવાથી પકોડી કહેવાય છે.

બનાવવાની રીત

ફેરફાર કરો
  • ચણાના લોટમાં મીઠું અને હિંગ નાખીને ભજીયાં પડે તેટલું પાતળું ખીરું બનાવો.
  • તેમાં ગરમ તેલનું મોણ ઉમેરો.
  • હવે તેને ધીમા તાપે તળી લેવાં.
  • તળાઈ જાય કે સીધાં જ ગરમાગરમ પકોડીઓને પાણીમાં નાખવી.
  • અમુક સમય પાણીમાં રાખી હળવા હાથે દબાવી પાણી નીચોવી લેવું.
  • પકોડી પોચી અને હલકી હોવી જોઈએ.
  • પકોડી નરમ કરવા ખીરામાં સોડા નાખી શકાય પણ એના કારણે તેને તળતી વખતે તેલ વધુ જોઇશે.
  • મીઠું નાખેલ દહીં આ પકોડી પર રેડી, તેના ઉપર ધાણાજીરું, લાલ મરચું ભભરાવવું.
  • ભાવે તો મીઠી ચટણી, ફુદીનાની ચટણી , કોથમીર, સેવ, પુરીનો ચૂરો પણ ઉપર ઉમેરી શકાય.

અન્ય માહિતી

ફેરફાર કરો
  • ચણાના લોટ સાથે ઘઉંનો લોટ પણ ઉમેરી શકાય.
  • એકલા ઘઉંના લોટની પણ પકોડી કરી શકાય.
  • રાજસ્થાનમાં આ પકોડી ખજૂરની ચટણી સાથે ખવાય છે.
  • મુંબઈના પાણીપુરીના ઠેલા વાળા પાસે પકોડી મળી રહે છે.